GujaratPolitics

ભાજપ કાર્યકરે સીઆર પાટીલને ફોન કરી કહ્યું કોંગ્રેસવાળા હેરાન કરે છે! પાટીલે આપ્યો જવાબ!

હજુ હાલમાં જ થોડા સમય પહેલાં જ ભાજપના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સૌરાષ્ટ્ર પ્રવાસ યોજવામાં આવ્યો હતો. અને ભાજપ પ્રમુખ સી આર પાટીલ નો આ સૌરાષ્ટ્ર પ્રવાસ ખૂબ જ ચર્ચાસ્પદ પણ રહ્યો હતો. પાટીલ ભાઉની સૌરાષ્ટ્ર યાત્રામાં કોરોના મહામારીમાં મોદી સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન પણ એક ચર્ચાનો વિષય રહ્યો હતો. અને તેમના આ સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ એક બાદ એક એમ અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા છે જેમાં ત્રણ ત્રણ ધારાસભ્યો પણ સામેલ છે.

ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

સીઆર પાટીલ ના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કોરોના મહામારીને કારણે કદાચ પાટીલ ભાઉ તમામ કાર્યકરોને મળી શક્યા નહીં હોય અને કેટલાક કાર્યકરોના પ્રશ્નો પણ સાંભળી શક્યા નહીં હોય. ત્યારે બની શકે કે કેટલાક કાર્યકરો ડર કે અન્ય કોઈ કારણો સર પોતાની વાત પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રાખી શક્યા ન હોય. અને આ તમામ તામઝામ વચ્ચે સૌરાષ્ટ્રના સાચા મુદ્દાઓ પર પણ ધ્યાન ગયું નહીં અને તમામ મીડિયા પાટીલ ભાઉ ના આગતાં સ્વાગતાના દ્રશ્યો જ બતાવવામાં વ્યસ્ત રહ્યું હતું.

ભાજપ, કોંગ્રેસ, ગુજરાત ભાજપ, રાજસ્થાન ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

હવે ભાજપના જ એક કાર્યકરે હિમ્મત કરીને નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ને ફોન કર્યો અને તેમની સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. કાર્યકારે સમગ્ર જનતાની સમસ્યાને ભાજપ અધ્યક્ષ સમક્ષ રાખી અને કહ્યું કે, પાટીલ સાહેબ હું જૂનાગઢથી ભાજપનો એક નાનો કાર્યકર બોલું છું. અત્યારે સાહેબ અમારી હાલત બઉ ખરાબ છે. રસ્તા બાબતથી અને આનાથી પણ ખરાબ હાલત થાય તોય અમે પક્ષમાં જ રહેવાના છીએ પણ આ કોંગ્રેસ વાળા અને લોકો એટલું ખરાબ બોલે છે ને કે થોડુંક ધ્યાન આપો ને હવે.

ભાજપ, મુખ્યમંત્રી રૂપાણી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP, કોંગ્રેસ, ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

ત્યારે પાટીલ ભાઉ એ જવાબ આપ્યો કે, હમણાં તમારા કમિશ્નર સાથે વાત કરી તુષાર સાથે એમણે કહ્યું કે ડ્રેનેજ લાઇન નાખવાની બાકી હતી, આજદિન સુંધી ગટરલાઈન નાખેલી નોહતી એટલા માટે એક સાથે કામ થયું છે. આ વરસાદ ચાલુ છે જેવો વરસાદ બંધ થશે ને એવોજ પાઈપ લાઈન નંખાઈ જશે અને રોડ પણ બની જશે. એનું ટેન્ડર પણ મંજુર છે. ત્યારે ફરીથી કાર્યકરે કહ્યું કે પાટીલ સાહેબ અત્યારે તાત્કાલિક 10-15 ટ્રેક્ટર નાંખવાની જરૂર છે. ત્યારે પાટીલ ભાઉ એ કહ્યું કે હું કહી દઉં છું વરસાદ બંધ થાય એટલે હું સવારે કહી દઉં છું.

ભાજપ, રાજસ્થાન ભાજપ, ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં રોડ રસ્તાની ખૂબ જ મોટી સમસ્યા છે. આ સમસ્યા બાબતે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ભાજપના જૂનાગઢના કાર્યકરનો ઓડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. પરંતુ આ વાતચીત પરથી સમજાશે કે દેશમાં અને રાજ્યમાં મજબૂત વિપક્ષની કેટલી જરૂર છે. જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકરોએ રોડ બનાવવા માટે જો ભાજપના નેતાઓ કાર્યકરો પર દબાણ લાવવામાં આવ્યું ના હોત તો સત્તા પક્ષના કાર્યકર આ બાબતે તેમના પ્રદેશ અધ્યક્ષને જાણ ન કરેત અને પ્રદેશ અધ્યક્ષ આ બાબતે મુખ્યમંત્રી અને લોકલ સત્તાધીશોના કાન સુંધી આ વાત ન પહોંચાડેત પરિણામે સમસ્યાનું નિરાકરણ આવેત જ નહીં.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button