IndiaPolitics

કર્ણાટક મુખ્યમંત્રીએ ભર્યું મજબૂત પગલું! વિપક્ષોને જબરદસ્ત ફાટકાર! જાણો!

કર્ણાટક માં કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસ મજબૂત બનતી જોવા મળી રહી છે. કર્ણાટકની જીતે કોંગ્રેસના કાર્યકરોમાં પ્રાણ પૂર્યા હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસે પણ જનતાની નાડ પારખીને કર્ણાટકની કમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારને સોંપી દીધી છે. જે એકબાદ એક મજબૂત નિર્ણયો લઇ રહ્યા છે અને કર્ણાટક ને કોંગ્રેસનું એક મોડલ સ્ટેટ બનવવા મહા મહેનત કરી રહ્યા છે.

આ બંને ની જોડીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પણ જબરદસ્ત કામ કર્યું હતું અને હવે ચૂંટણી પછી પણ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારની જોડી વધારે મજબૂત નિર્ણયો લઈને કોંગ્રેસનો ગ્રાફ ઊંચો લઈ જઈ રહ્યા છે. કર્ણાટક સીએમએ ફેક ન્યૂઝ સામે લડવા માટે ફેક્ટ ફાઇન્ડિંગ યુનિટને મંજૂરી આપી દીધી છે અને હવે કર્ણાટકમાં સરકાર જ ફેક ન્યૂઝને શોધશે.

કર્ણાટક સરકારે આ બાબતે અધિકારીઓને સૂચના આપી દીધી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે રાજ્ય-સ્તરીય ફેક્ટ ચેક યુનિટની સ્થાપનાને મંજૂરી આપી હતી, જેને આઇટી મંત્રી પ્રિયંક ખડગે મદદ કરશે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે રાજ્ય-સ્તરીય ફેક્ટ ચેક યુનિટની સ્થાપનાને મંજૂરી આપી હતી, જેને આઇટી મંત્રી પ્રિયંક ખડગે મદદ કરશે.

આ સંબંધિત અધિકારીઓ સાથેની બેઠકમાં કર્ણાટક મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે સમાજમાં ધ્રુવીકરણ પાછળનું મુખ્ય કારણ ફેક ન્યૂઝ છે અને તે લોકશાહી માટે ખતરો છે. તેમણે અધિકારીઓને ફેક ન્યૂઝને રોકવા માટે નિયમો ઘડવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ મુદ્દાને ત્રણ સ્તરે ઉકેલવો જોઈએ.

જેમાં ફેક ન્યૂઝ ફેલાવતા સિન્ડિકેટની ઓળખ, ફેક ન્યૂઝનો ફેલાવો રોકવા અને આવા ગુનેગારોને કડક સજાનો સમાવેશ થાય છે. ફેક્ટ ચેક યુનિટમાં મોનિટરિંગ કમિટી, નોડલ ઓફિસર્સ, ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી અને ક્ષમતા નિર્માણ ટીમ હોય તેવી શક્યતા છે. ખડગેએ સમજાવ્યું કે કેવી રીતે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ડીપ ફેકનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નકલી એટલે કે ફેક સમાચારોને ઓળખવું મહત્વપૂર્ણ છે અને ખાતરી આપી કે આઇટી વિભાગ મદદ કરશે. જો કે, તે પછીના તબક્કે ગૃહ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવવું જોઈએ. મહેસૂલ મંત્રી કૃષ્ણા બાયરે ગૌડાએ વિનંતી કરી કે સામાન્ય માણસે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ફેક ન્યૂઝ ફેલાવવા એ ગુનો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!