છેલ્લા પાંચ દસ વર્ષમાં અડધા ઉપરની કોંગ્રેસ ભાજપમાં જોડાઈ ગઈ છે.લોકસભા ચૂંટણી હોય, રાજ્યસભા ચૂંટણી હોય કે પછી છેલ્લી બે વિધાનસભા ચૂંટણી. ભાજપ ના ના કરતાં ભરતી મેળો યોજે છે અને કોંગ્રેસ નેતાઓ કોંગ્રેસમાં નામ બનાવીને ભાજપ માં જોડાય જાય છે.
કોંગ્રેસમાં નામ બનાવી ભાજપમાં જોડાવું એ હવે એક ફેશન બની ગઈ છે. ભાજપ પણ નાના નાના માથાને ભેગા કરવા કરતાં મોટા માથાને લઈને મોટા ઓપરેશનો પર પાડી કોંગ્રેસ ને 88 ના અંકડેથી સીધી 17ના અંકડે લાવી દીધી. ભાજપ દ્વારા જબરદસ્ત માસ્ટર સ્ટ્રોક રમીને કોંગ્રેસને ભોંય ભેગી કરી દીધી.
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ નેતાઓને જ કોંગ્રેસ સામે લાવીને મૂકી દીધા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા રહી ચૂકેલા નેતાઓ જ ભાજપમાં જોડાઈ ને ભાજપ માટે તેજાબી પ્રવચનો ભાષણો અને મોદી શાહની ટુકડીના વખાણ કરતાં નજરે પડી રહ્યા હતાં. સીઆર પાટીલ દ્વારા વર્ષ 2022 ની ચૂંટણી એકદમ નિરાંતે અને તોય મજબૂત રીતે લડવામાં આવી હતી તેમ કહેવાય રહ્યું છે.
કોંગ્રેસના આવા કપરા સમયમાં અન્ય એક ધારાસભ્યનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. જોકે આ નિવેદન કોંગ્રેસ માટે રાહતના સમાચાર લાવ્યું છે. વાત છે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની. ગત મહિને એક સમૂહ લગ્નમાં વાવથી કોંગ્રેસ ના ધારાસભ્ય ગેની બહેન અને વિધાસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એક સાથે મંચ પર જોવા મળ્યા હતા અને વીડિયો વાઇરલ થયો હતો બસ ત્યારબાદથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનની ભાજપમાં જોડવાની અટકળો ચાલતી હતી.
જોકે આ અટકળોનો અંત હવે ખુદ ગેનીબેન ઠાકોર દ્વારા જ લાવી દેવામાં આવ્યો હતો. ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ માં જોડવાની ચાલતી અટકળોનો મજબૂત રીતે જવાબ આપ્યો છે. ગેનીબેન ઠાકોર દ્વારા ટ્વિટ કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, “હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું,વાવનો વટ મારી જનતા છે,દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે… જય હો કોંગ્રેસ”
ગેનીબેન ના આ સ્પષ્ટીકરણથી જનતાને રાહત થાય કે ના થાય પરંતુ કોંગ્રેસના જીવમાં જીવ જરૂર આવી ગયો છે. કોંગ્રેસે હવે 17 સાચવવા પડશે નહીંતો ઇતિહાસમાં જે હાલ થયો નથી એ થશે. ભાજપ વિધાનસભામાં સૌથી મજબૂત બની ગયું છે ત્યારે કોંગ્રેસ દ્વારા લોકઅવાજ અને જનઆંદોલનને બુલંદ કરવું પડશે.
- 30 વર્ષ પછી શનિ શુક્રનો અદભુત મહાસંયોગ! ન્યાયના દેવ શનિ શુક્ર સાથે મળીને કરશે ધોધમાર ધનવર્ષા!
- 12મી ડિસેમ્બર થઈ ગ્રહોના રાજકુમાર બુધ બદલશે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય! અઢળક ધન સંપત્તિનો પ્રબળ યોગ!
- 11 ડિસેમ્બર થી જબરદસ્ત પલ્ટી મારશે આ ત્રણ રાશિના લોકોનું નસીબ! ચારે બાજુથી કમાશે ઢગલાબંધ રૂપિયા
- ભગવાન સૂર્યદેવ ની પ્રિય છે આ ત્રણ રાશિ! સમય આવ્યે કરે છે માલામાલ!
- સમસપ્તક રાજયોગ ત્રણ રાશિના લોકોના બદલી નાખશે નસીબ! કરીદેશે માલામાલ! આપશે ઢગલાબંધ રૂપિયા!