High CourtPoint Of LawTop Stories

નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ

તેલંગાણા હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. તેલંગાણા હાઇકોર્ટ એ જણાવ્યું કે નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં; સંબંધી અથવા મિત્રને વાહનનો કબજો લેવા માટે જાણ કરવી પડશે.

મહત્વના કાયદાકીય મુદ્દાઓ:

• વાહન જપ્ત કરવાની સત્તા:મોટર વાહન અધિનિયમ (M.V. Act) હેઠળ, પોલીસ અધિકારીઓને નશાની હાલતમાં વાહન ચલાવવાના આધારે વાહનનો કબજો લેવાની સત્તા નથી. 

• કાયદાકીય ઉલ્લંઘન:કોર્ટે નોંધ્યું છે કે નશામાં ડ્રાઇવિંગના કિસ્સામાં વાહન જપ્ત કરવું એ ગેરબંધારણીય છે અને તે કલમ 14, 19 અને 300A નું ઉલ્લંઘન કરે છે. 

• નિયમોનું પાલન:પોલીસ અધિકારીઓએ તેલંગાણા સ્ટેટ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 ના નિયમ 448-A હેઠળ નિર્ધારિત પ્રક્રિયાનું સખતપણે પાલન કરવું આવશ્યક છે.  

કોર્ટે અગાઉના W.P.No.1647/2021 ના ચુકાદાને ટાંકીને નીચે મુજબની સૂચનાઓ આપી છે:

• વૈકલ્પિક ડ્રાઈવર:જો વાહન ચલાવનાર નશામાં હોય, પરંતુ તેની સાથેની બીજી વ્યક્તિ નશામાં ન હોય અને તેની પાસે માન્ય લાયસન્સ હોય, તો પોલીસ તેને વાહન ચલાવવાની મંજૂરી આપશે.  • સબંધીને જાણ કરવી:જો ડ્રાઈવર એકલો હોય, તો પોલીસે તેના નજીકના સંબંધી અથવા મિત્રને વાહનનો કબજો લેવા માટે જાણ કરવાની રહેશે.  

• કામચલાઉ કબજો:જો કોઈ વાહન લેવા ન આવે, તો જ પોલીસ સુરક્ષિત કસ્ટડી માટે વાહનને નજીકના પોલીસ સ્ટેશનમાં રાખી શકે છે, પરંતુ તેને ‘જપ્ત’ (Seize) કરી શકતી નથી. 

• વાહન મુક્તિ:વાહન માલિક અથવા અધિકૃત વ્યક્તિ દ્વારા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ઓળખનો પુરાવો અને માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કરવા પર પોલીસે વાહન છોડવું પડશે. 

• ચાર્જશીટની સમયમર્યાદા: જો ડ્રાઈવર કે માલિક સામે કેસ કરવો જરૂરી હોય, તો પોલીસે વાહન કબજે કર્યાના 3 દિવસની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરવાની રહેશે.

અંતિમ આદેશ:

• નિર્ણય:માનનીય જસ્ટિસ E.V. Venugopal દ્વારા આ રિટ પિટિશનને અગાઉના બેચ ઓર્ડર (W.P.No.1647 of 2021) ની શરતો મુજબ મંજૂર કરવામાં આવી છે. 

• નિર્દેશ:પોલીસ સત્તાવાળાઓને અરજદારનું વાહન ઉપર મુજબની પ્રક્રિયા અનુસરીને મુક્ત કરવા સૂચના આપવામાં આવી.

તેલંગાણા હાઈકોટૅ જણાવ્યું કે નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરવને બદલે નાશમાં રહેલ વ્યક્તિના સંબંધી અથવા મિત્રને વાહનનો કબજો લેવા માટે જાણ કરવી જોઈશે.

Back to top button
આજનું રાશિફળ!