Point Of LawSupreme CourtTop Stories

આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ​સુપ્રીમ

આગોતરા જામીન બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો આદેશ પારીત કારબમાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા દ્વારા અરજદારને તેમના હક અધિકારોથી રક્ષિત કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ આગોતરા જામીનને મર્યાદિત ના કરી શકાય તેવું સ્પષ્ટ જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી આગોતરા જામીનને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં અને જ્યાં સુધી ખાસ કારણો નોંધવામાં ન આવે ત્યાં સુધી તે સામાન્ય રીતે નિશ્ચિત સમય મર્યાદા વિના ચાલુ રહે છે.​

મતલબ કે આગોતરા જામીન અરજી દાખલ થાય અને તે મંજુર થાય ત્યારે તેને કોઈપણ રીતે મર્યાદિત કરી શકાય નહીં. સિવાય કે કોઈ ખાસ કારણ નોંદનમાં ન આવે. નિશ્ચિત સમય મર્યાદા વિના આગોતરા જામીન ચાલુ રહે છે.

સુપ્રીમ કોર્ટ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને રદ કર્યો હતો જેમાં અગાઉ માત્ર પોલીસ રિપોર્ટ ફાઇલ કરવા સુધી જ રક્ષણ મર્યાદિત કર્યા બાદ, બીજી આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.​

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે, “કાયદાની સ્થિતિ સુસ્પષ્ટ છે: એકવાર આગોતરા જામીન મંજૂર થઈ જાય પછી, તે સામાન્ય રીતે નિશ્ચિત મુદત વિના ચાલુ રહે છે. જ્યાં સુધી વિશેષ કારણો નોંધવામાં ન આવે ત્યાં સુધી. ચાર્જશીટ દાખલ કરવી, સંજ્ઞાન (cognizance) લેવું અથવા સમન્સ જારી કરવાથી રક્ષણ સમાપ્ત થતું નથી.”

​આ માટે સુશીલા અગ્રવાલ વિરુદ્ધ સ્ટેટ (NCT દિલ્હી) ના બંધારણીય બેન્ચના ચુકાદા પર આધાર રાખવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે આગોતરા જામીનને હંમેશા નિશ્ચિત સમયગાળા માટે મર્યાદિત ન રાખવા જોઈએ.

સુપ્રીમ કોર્ટ સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, કાયદાની સ્થિતિ સુસ્પષ્ટ છે: એકવાર આગોતરા જામીન મંજૂર થઈ જાય પછી, તે સામાન્ય રીતે નિશ્ચિત મુદત વિના ચાલુ રહે છે. જ્યાં સુધી વિશેષ કારણો નોંધવામાં ન આવે ત્યાં સુધી.

મતલબ કે આગોતરા જામીનને કોઈપણ રીતે મર્યાદિત કરી શકાય નહીં. એકવાર આગોતરા જામીન મંજૂર થઈ જાય પછી, તે સામાન્ય રીતે નિશ્ચિત મુદત વિના ચાલુ રહે છે. જો તેને મર્યાદિત કરવામાં આવે તો તે ગેરકાયદેસર છે. 

Back to top button
આજનું રાશિફળ!