High CourtPoint Of LawTop Stories

પત્ની પાસે LL.B ની ડિગ્રી હોય તો પણ ભરણપોષણ આપવું પડે: ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભારણ પોષણ બાબતે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે, છૂટાછેડા લીધેલ પત્ની પાસે માત્ર LL.B ની ડિગ્રી હોવાને કારણે તેને ભરણપોષણ આપવાનો ઇનકાર કરી શકાય નહીં.

​ગુજરાતની વડી અદાલતના જસ્ટિસ હસમુખ ડી. સુથારની ખંડપીઠે ફેમિલી કોર્ટના તે આદેશને યથાવત રાખતા આ અવલોકન કર્યું હતું, જેમાં પતિને તેની છૂટાછેડા લીધેલ પત્નીને દર મહિને ₹10,000 ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે, ખંડપીઠે પત્નીની તે રિવિઝન અરજી ફગાવી દીધી હતી જેમાં તેણે ભરણપોષણની રકમ દર મહિને ₹10,000 થી વધારીને ₹25,000 કરવાની માંગ કરી હતી.

ગુજરાત હાઇકોર્ટ જસ્ટિસ હસમુખ ડી. સુથારની ખંડપીઠે અવલોકન કર્યું કે, ​”ફેમિલી કોર્ટે એ બાબત ધ્યાનમાં લીધી છે કે પતિએ તેની બીજી પત્ની અને પુત્રનું પણ ભરણપોષણ કરવાનું છે. તેથી દર મહિને ₹10,000 ભરણપોષણ તરીકે મંજૂર કર્યા છે તે યોગ્ય જણાય છે.”

​નામદાર ગુજરાત હાઈકોર્ટે નામદાર સુપ્રીમ કોર્ટના વર્ષ 2014 ના ભુવન મોહન સિંહ વિરુદ્ધ મીના ના ચુકાદા પર ભાર મૂક્યો હતો, જેમાં ઠરાવવામાં આવ્યું હતું કે પતિ તેની પત્ની અથવા બાળકોના ભરણપોષણની જવાબદારીમાંથી છટકી શકે નહીં, કારણ કે તે તેની કાનૂની અને નૈતિક ફરજ છે.

ગુજરાત ​હાઈકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે પત્ની અને બાળકો તે જ જીવનધોરણ મેળવવા માટે હકદાર છે જે તેઓ પતિ સાથે રહેતા હતા ત્યારે ભોગવતા હતા. આ બાબતોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો આ સાથે જ ગુજરાતની માનનીય વડી અદાલત દ્વારા પત્નીની રકમ વધારવાની અરજી ફગાવી દીધી હતી.

જણાવી દઈએ કે, પત્ની અને સંતાનોને ભરણપોષણ આપવું એ પુરુષની જવાબદારી છે જેમાંથી પુરુષ બચી શકે નહીં. ભલે પત્ની ભણેલી હોય તો પણ પુરુષ પોતાની જવાબદારી માંથી છટકી શકે નહીં. પત્ની અને બાળકો તે જ જીવનધોરણ મેળવવા માટે હકદાર છે જે તેઓ પતિ સાથે રહેતા હતા ત્યારે ભોગવતા હતા. પત્ની અને સંતાનોને ભારણ પોષણ આપવું એ પતિની નૈતિક અને કાનૂની ફરજ છે જેમાંથી પતિ છટકી શકે નહીં.

ગુજરાત હાઇકોર્ટ એ ઠરાવ્યું કે, છૂટાછેડા લીધેલ પત્ની પાસે માત્ર LL.B ની ડિગ્રી હોવાને કારણે તેને ભરણપોષણ આપવાનો ઇનકાર કરી શકાય નહીં.

Back to top button
આજનું રાશિફળ!