High CourtPoint Of LawTop Stories

સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ

ચેક બાઉન્સ કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આ યો છે. જે ચેક બાઉન્સ ના કેસોમાં ખૂબ જ મદદગાર સાબિત થશે. દિલ્લી હાઇકોર્ટ જણાવ્યું કે સિક્યુરિટી તરીકે આપેલ ચેક બાઉન્સ થાય તો પણ નેગોશીએબલ એકટ હેઠળ ચેક બાઉન્સ અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે.

દિલ્હી હાઇકોર્ટે નિર્ણય આપ્યો કે નાણાકીય જવાબદારી માટે સિક્યુરિટી તરીકે આપવામાં આવેલા પોસ્ટ-ડેટેડ ચેક (PDCs), જો બાકી દેવાની રૂપે પરિપક્વ થાય અને પછી બાઉન્સ થાય, તો નીગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ, 1881 ની કલમ 138 હેઠળ કાર્યવાહી માટે પાત્ર બને છે.

દિલ્લી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ નીના બન્સલ ક્રિષ્ના એ નોંધ્યું કે સિક્યુરિટી ચેક સામાન્ય રીતે તેવા સંજોગોમાં આપવામાં આવે છે જ્યાં વ્યવહારમાં કોઈ જવાબદારી ઊભી થાય અને ચુકવણી કરવામાં ન આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે.

દિલ્લી હાઇકોર્ટની ખંડપીઠે જણાવ્યું કે, “જો કોઈ ચેક કરાર અથવા લોન માટે સિક્યુરિટી તરીકે આપવામાં આવે, અને તે કરાર અથવા લોનથી ઊભી થતી જવાબદારી બાદમાં કાયદેસર દેવામાં રૂપાંતરિત થાય, તો એવો ચેક, ભલે તે મૂળે ‘સિક્યુરિટી’ તરીકે આપ્યો હોય, પરંતુ તે કાયદેસર દેવાની ચુકવણી માટે આપેલા ચેક તરીકે ગણાય અને કલમ 138 લાગુ પડે છે.”

નાણાકીય જવાબદારી માટે સિક્યુરિટી તરીકે આપવામાં આવેલા પોસ્ટ-ડેટેડ ચેક (PDCs), જો બાકી દેવાની રૂપે પરિપક્વ થાય અને પછી બાઉન્સ થાય, તો નીગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ, 1881 ની કલમ 138 હેઠળ કાર્યવાહી માટે પાત્ર બને છે.

એટલેકે કોઈ કાયદેસરના લેણા બાબતે આપેલ પોસ્ટ ડેટેડ ચેક જે સિક્યુરિટી તરીકે આપેલ છે તે પરિપક્વ થાય અને જો તે બેંકમાં ભરતાં બાઉન્સ થાય તો પણ નીગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ, 1881 ની કલમ 138 હેઠળ કાર્યવાહી માટે પાત્ર બને છે. એટલે કે આવા સિક્યુરિટી તરીકે આપેલ ચેક પણ નીગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ, 1881 ની કલમ 138 હેઠળ કાર્યવાહી માટે પાત્ર બને છે.

દિલ્લી હાઇકોર્ટ ન્યાયમૂર્તિ નીના બન્સલ ક્રિષ્ના દ્વારા આપવામાં આવેલ આ ચુકાદો અતિ મહત્વનો ગણવામાં આવે છે કારણકે પહેલા સિક્યુરિટી તરીકે આપેલ ચેક નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કાળમાં 138 હેઠળ ગુણ પાત્ર બનતાં નોહતા.

Back to top button
આજનું રાશિફળ!