ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ઠરાવ્યું છે કે માત્ર ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ ન કરવી અથવા ચોક્કસ લોન વ્યવહારને ITRમાં દર્શાવવામાં ન આવ્યો હોય, તે માત્ર આ કારણસ S.138 NI Act હેઠળ ફરિયાદીનો કેસ આપમેળે નિષ્ફળ કે નબળો થતો નથી. ટેક્સ કાયદા હેઠળની બિન-અનુપાલન (Tax non-compliance) એક અલગ બાબત છે અને તેના કારણે કાયદેસર વસૂલાતના માન્ય દાવાની માન્યતા ખતમ થતી નથી.
ફરિયાદીએ આરોપી વિરુદ્ધ S.138 NI Act હેઠળ ફરિયાદ કરી હતી. ₹5 લાખનો ચેક આપવામાં આવ્યો હતો, જે “Insufficient Funds”ના કારણે dishonour થયો. Trial Courtએ આરોપીને 6 મહિનાની કેદ તથા ₹1,000 દંડની સજા કરી. Appellate Courtએ conviction યથાવત્ રાખી. ત્યારબાદ આરોપીએ High Courtમાં Revision દાખલ કરી.
Important Law Points
- ચેક પરની signature અંગે વિવાદ ન હોય તો Sections 118 અને 139 NI Act હેઠળ legally enforceable debt/liabilityની presumption complainantના પક્ષે થાય છે.
- આ presumption rebuttable છે અને accusedએ પોતાની defence preponderance of probabilitiesથી દર્શાવવાની હોય છે.
- Loan amount Income Tax Return અથવા account booksમાં દર્શાવેલ ન હોવું માત્ર એ આધાર પર Section 138ની ફરિયાદને નકારી શકાય નહીં.
- સાચા સરનામે Registered Postથી મોકલાયેલ legal notice અંગે deemed serviceની presumption થઈ શકે છે.
- Cheque return memo પર bankની rubber stamp હોવી ફરજિયાત નથી; યોગ્ય official mark/signature પૂરતી છે.
- Revisional Court concurrent findingsમાં સામાન્ય રીતે હસ્તક્ષેપ કરતી નથી.
Court Observation
High Courtએ નોંધ્યું કે આરોપીએ ચેક પરની પોતાની signature સ્વીકારી હતી અને Section 139ની statutory presumption rebut કરવા કોઈ વિશ્વસનીય probable defence સ્થાપિત કરી નહોતી. Loan Income Tax Returnમાં દર્શાવવામાં આવી નહોતી તે બાબતથી complainantનો કેસ આપમેળે ખોટો થતો નથી. Legal notice સાચા સરનામે મોકલવામાં આવ્યો હોવાથી service presumed હતી.
Final Order
High Courtએ Revision Dismiss કરી અને Trial Court તથા Appellate Courtના convictionને યથાવત્ રાખ્યા. આરોપીને Trial Court દ્વારા આપવામાં આવેલી સજા ભોગવવા custodyમાં લેવા જરૂરી warrants issue કરવાનો આદેશ કર્યો.
