
NCPમાં બધુ બરાબર નથી! હવે આ યાદીમાંથી અજિત પવારનું નામ ગાયબ છે. NCPના મોટા નેતા અજિત પવારને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રોનો દાવો છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. અજિત પવાર એનસીપીના મોટા નેતા છે. તેઓ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. તે બાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ની સાથે છેડો ફાડીને અજિત પવાર દ્વારા ભાજપ સાથે ગઢબંધન કરીને સરકાર રચી હતી અને ડેપ્યુટી મુખ્યમંત્રી બની ગયા હતાં. તે વખતે અજિત પવાર દ્વારા રાતોરાત તખ્ત પલ્ટી નાખ્યો હતો. અવ વખત થઈ જ એનસીપી માં બધું જ ઠીક નથી એ જગ જાહેર થઈ ગયું છે.

એ બાદ હમણાં શરદ પવાર દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું હતું કે NCP ના કેટલાક ધારાસભ્યો ભાજપ માં જોડાઈ શકે છે. શરદ પવારનો ઈશારો અજિત પવાર સામે જ હતો એ સૌ કોઈ જાણે જ છે. શરદ પવાર નો ઈશારો જણાવે છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માં સબ ઠીક નથી. બીજી તરફ એનસીપી પાસેથી નેશનલ પાર્ટીનો દરજ્જો પણ છીનવાઈ ગયો છે. ત્યારે શરદ પવારની પાર્ટી કર્ણાટક માં ચૂંટણીઓ લડવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે આજે એનસીપી દ્વારા સ્ટાર પ્રચારકોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જે લિસ્ટમાં અજિત પવારનું નામ ગાયબ છે. એટલે હવે અટકળો તેજ થઈ ગઈ છે.

NCP એ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અને પાર્ટીના દિગ્ગજ નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવારનું નામ આ યાદીમાં સામેલ નથી. એનસીપીના સ્ટાર પ્રચારકોની યાદીમાં પાર્ટી અધ્યક્ષ શરદ પવારનું નામ સૌથી ઉપર છે. આ પછી પ્રફુલ પટેલ, મોહમ્મદ ફૈઝલ, સુપ્રિયા સુલે, ફૌઝિયા ખાન, ધીરજ શર્મા, સોનિયા ધૂન, સિરાજ મહેંદી, શિવાજીરાવ ગર્જે, આર હરિ, પ્રદીપ કુમાર, ઉમા મહેશ્વરી રેડ્ડી, રામભાઉ જાધવ, બ્રજ મોહન શ્રીવાસ્તવ અને ક્લાઉડ ક્રાસ્ટોના નામ છે. આ યાદીમાં સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અજીત પવાર NCP સાથે આવું કરી ચુક્યા છે. શિવસેના કોંગ્રેસ અને એનસીપી ને અંધારામાં રાખીને અજિત પવાર ભાજપ સાથે રાતોરાત સરકાર બનાવી શપથ ગ્રહણ કરીને ઉપ મુખ્યમંત્રી બની ચુક્યા છે. એટલે ફરીથી અજિત પવાર આવું કરે તો નવાઈ ના કહેવાય. એનસીપીમાં ફૂટફાટ બાબતે શરદ પવાર દ્વારા પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
