આખા ભારતની નજર કર્ણાટક ચૂંટણી પર હતી. કર્ણાટક ની ચૂંટણી મોદી અને શાહ ની શાખ પર હતી કારણ કે આવતા વર્ષે લોકસભા ચૂંટણી આવી રહી છે એટલે તે જોતા ભાજપ માટે કર્ણાટક ચૂંટણી જીતવી ખૂબ જ મહત્વનું હતું પરંતુ આજે આવી રહેલા ચૂંટણી પરિણામો ભાજપ માટે નિરાશાજનક રહ્યા છે. ભાજપ બહુમતના અંકડાથી ઘણી દૂર છે.
કોંગ્રેસ માટે આજનો દિવસ મહત્વનો સાબિત થઈ રહ્યો છે. કોંગ્રેસ કર્ણાટકમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને ઉભરી આવી છે. જેડીએસ લગભગ લગભગ કર્ણાટકમાં પોતાનો મેજીક ખોઈ રહી છે જેનો ફાયદો ભાજપ અને કોંગ્રેસ બંને ને મળી રહ્યો છે. કોંગ્રેસ કર્ણાટકમાં ફરીથી બાઉન્સ બેક થઈ છે. કોંગ્રેસ પાસે મેજોરીટી છે હાલમાં.
વર્ષ 2019માં જેડીએસ અને કોંગ્રેસની સરકાર પડી ગઈ હતી અને ભાજપે કર્ણાટકમાં સરકાર બનાવી હતી. પરંતુ આ વખતર કોંગ્રેસ કોઈ કચાસ રાખવા માંગતી નોહતી એટલે જેડીએસ સાથે વગર ગઢબંધન કરે લેડી લેવાના મૂડમાં હતી. અને થયું પણ એવું જ કોંગ્રેસ દ્વારા જબરદસ્ત પ્રચાર કરીને ભાજપ મોદી શાહ ની દરેક યુક્તિને ડામવામાં સફળ રહી છે.
ભાજપ મોદી શાહ ની દરેક યુક્તિ સામે કોંગ્રેસના સિદ્ધરમૈયા અને ડિકે શિવકુમાર એક મજબૂત દીવાલ થઈને ઉભા રહ્યા હતા. ભાજપે ઉઠાવેલ દરેક મુદ્દા સામે કોંગ્રેસ એક જબરદસ્ત ઢાલ બની હતી. આ સાથે ડિકે શિવકુમાર અને સિદ્ધરમૈયા મજબૂતીથી ભાજપ સામે 40% કમિશન વાળો મુદ્દો લાવ્યા હતા અને ભાજપ આ મુદ્દાને ટેકલ કરવામાં નિષ્ફળ રહી હતી.
કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં ભાજપને પછાડવા એડીચોટીનું જોર લગાવ્યું હતું એ સફળ થઈ રહ્યું છે. કર્ણાટકની જીતમાં સૌથી અહમ ફાળો હોય તો ભારત જોડો યાત્રા, રાહુલ ગાંધી, ડિકે શિવકુમાર, સિદ્ધરમૈયા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે. ખરગે એ જબરદસ્ત રીતે બાજી સંભાળી અને કર્ણાટક લીડરશીપને કેન્દ્રીય કોંગ્રેસ તરફથી દરેક પ્રકારનો સાથ સહકાર આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા સમયે સૌથી વધારે કર્ણાટકમાં રહ્યા હતા અને એજ સમયે કર્ણાટકની જીતનો પાયો રાહુલ ગાંધી દ્વારા નાખવામાં આવ્યો હતો. અને એ પાયાને મજબૂત કરવા માટે ડિકે શિવકુમાર અને સિદ્ધરમૈયા વચ્ચે મતભેદ દૂર કરાઈને બંને ને કર્ણાટક સર કરવાની જબદારી સોંપવામાં આવી હતી.
કર્ણાટક ની જીતનો તાજ ચાર નેતાઓને માથે જાય જેમણે ભાજપની દરેક પ્રકારની નીતિ રીતિને ડામીને કર્ણાટકમાં કોંગ્રેસના પંજા પાડ્યા છે. જેમાં રાહુલ ગાંધી જેમણે ભારત જોડો યાત્રા દ્વારા જીતનો પાયો નાખ્યો, ડિકે શિવકુમાર અને સિદ્ધરમૈયા જેમણે જીતનો પાયો મજબૂત કરવા અથાગ પ્રયત્નો કર્યા અને મલ્લિકાર્જુન ખરગે જેમણે દિલ્લીથી તમામ હર સંભવ મદદ કરી.
ઉલ્લેખનીય છે કે, ભાજપ માટે કર્ણાટકમાં આ વખતે જીતવું ખૂબ જ અઘરું હતું એ ભાજપને પણ ખબર જ હતી. ભાજપ માટે કર્ણાટક માં જીતવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર હતું. જે દરેક ચૂંટણીઓ માં કોંગ્રેસ સાથે થાય છે એવું આ વખતે ભાજપ સાથે કર્ણાટકમાં થયું.
ભાજપ ના થોકબંધ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં અને કોંગ્રેસ દ્વારા રીતસર ભરતી મેળો આયોજિત કર્યો હોય એમ ભાજપ નેતાઓને કોંગ્રેસમાં જોડી રહી હતી. કોંગ્રેસે આ વખતે સિદ્ધરમૈયા અને ડિકે શિવકુમારના સહારે કર્ણાટક માં ભાજપની દરેક નીતિરીતિને હરાવી દીધી. ભાજપ માટે ડી કે શિવકુમાર મોટી મુસીબત અને કોંગ્રેસ માટે તારણહાર સાબિત થયાં.