GujaratPoliticsSurat

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ની રેલી સામે હાર્દિક પટેલ નો મોટો દાવ!

આંદોલનકારી અને યુવાન પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા મહત્વની જવાબદારી આપવામાં આવી હતી. હાર્દિક પટેલ દ્વારા હવે ગુજરાતમાં નવો રોલ ભજવવાનો છે. કોંગ્રેસ પાર્ટીએ તેમની પર વિશ્વાસ મૂકીને ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું પદ આપ્યું છે. આગામી સમયમાં પેટા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ ને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવા એ કોંગ્રેસ દ્વારા માસ્ટરસ્ટ્રોક ગણી શકાય છે. પેટા ચૂંટણી બાદ આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ હાર્દિક પટેલની કસોટી થશે. ભાજપે સીઆર પાટીલ ને મેળાને ઉતાર્યા.

હાર્દિક પટેલ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

તો બીજીતરફ ભાજપ દ્વારા પણ ઘણા સમયથી ગૂંચવાયેલા પ્રદેશ અધ્યક્ષના પ્રશ્ન પર પૂર્ણવિરામ મૂકીને સીઆર પાટીલ ને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. બનાવતાની સાથે જ વિવાદને જન્મ આપ્યો છે. કેટલાક લોકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો કે તેઓ નોન ગુજરાતી છે અને આ ગુજરાત ભાજપ સાથે અન્યાય છે. પરંતુ રાજકારણમાં આક્ષેપ પ્રતી આક્ષેપ તો થતા જ રહેશે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે ભાજપે બનાવેલા નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પર 100 કરતાં વધારે કેસો ચાલે છે શું ભાજપમાં આજ મોટી ઉપલબ્ધી છે પ્રદેશ પ્રમુખ બનવા માટે!?

સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

આજે નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષસીઆર પાટીલ નો ભવ્ય સ્વાગત સમારંભ યોજાઈ રહ્યો છે જેને લઈને પણ વિવાદનો વંટોળ થયો છે. કોરોના મહામારીમાં ભાજપ દ્વારા હજારોની સંખ્યામાં લોકો ભેગા કરવા એ બાબતે વિપક્ષ પણ સરકારના કાન આમળશે એ નક્કી પરંતુ હાર્દિક પટેલ દ્વારા એક જબરદસ્ત દાવ રમવામાં આવ્યો છે. સીઆર પાટીલ ની કાર રેલીને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવતા હાર્દિક પટેલ સમર્થકો દ્વાર પણ આગામી 02/08/2020 ના રોજ કાર રેલીની પરમિશન માંગતો પત્ર સુરત પોલીસને આપવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે જે શરતો અને જે નિયમનું પાલન કરવાનું જણાવવામાં આવશે તે તામામ નિયમોનું પાલન કરવામાં આવશે.

સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ દ્વારા કોરોના મહામારી પહેલા પણ ઘણીવાર ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર પરમિશન માંગવામાં આવી હતી પરંતુ કોઈને કોઈ કારણો સર પરમિશન આપવામાં આવતી નોહતી. પરંતુ આ વખતે કોરોના મહામારીમાં જો ભાજપને કાર રેલીની પરવાનગી મળતી હોય તો હાર્દિક પટેલ ને પણ કાર રેલીની પરવાનગી કેમ ના મળે બસ આ બાબતે સુરતના હાર્દિકના સહયોગીઓ દ્વારા હાર્દિક પટેલની 2 ઓગસ્ટની યાત્રા માટે મંજૂરી માંગવામાં આવી છે. કેટલાક રાજનૈતિક પંડિતો મુજબ જો સુરત પ્રશાશન હાર્દિક પટેલને મંજૂરી ના આપે તો રાજકીય મુદ્દો બનશે એમ કોઈ બેમત નથી પરંતુ આ તમામમાં સરકારનો હાથ છે તેવું ક્યાંકને કયાંક સાબિત થાય.

સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat, હાર્દિક, hardik patel, હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા આજે પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા બાદ સુરત આવી રહ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ મુલાકાત છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીને રિપીટ કરવાની સાથે સાથે શંકર ચૌધરીનું પણ નામ ચાલતું હતું પરંતુ આ તમામ નામ ને પાછળ રાખીને સી આર પાટીલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો. સીઆર પાટીલ ભાજપમાં કુશળ રણનીતિકાર માનવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસમાં બંને પક્ષે મજબૂત નેતૃત્વ છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવીને કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સંગઠન પર ભાર આપવા માટે સીઆર પાટીલ પાર દાવ લગાડ્યો છે હવે કોનો દાવ સાચો સાબિત થશે એ સમય બતાવશે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!