IndiaPolitics

કોંગ્રેસમાં મોટું ભંગાણ! મોવડીમંડળ ધંધે લાગ્યું, ભાજપ ગેલમાં આવ્યું!

એક સાંધે ત્યાં તેર તૂટે ની પરિસ્થિતિ હાલ કોંગ્રેસમાં જોવા મળી રહી છે. એક રાજ્ય માંડ માંડ સાચવે ત્યાં બીજા રાજ્યોમાં સંકટની સ્થિતિ આવીને ઉભી રહે છે. જેનું મુખ્ય કારણ આંતરિક ખેંચતાણ છે. કોંગ્રેસમાં હાલમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના 22 જેટલા ધારાસભ્યોને લઈને ભાજપમાં જોડાઈ જતાં 15 વર્ષના વનવાસ બાદ રાજ્યમાં પાછી ફરેલી કોંગ્રેસની કામલનાથ સરકાર પડી ગઈ હતી અને ભાજપની શિવરાજ સરકારે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બસ આવો જ ઘાટ રાજસ્થાનમાં સર્જાઈ રહ્યો છે. રાજસ્થાન કોંગ્રેસમાં ધરતીકંપ સર્જાઈ રહ્યો છે. રાજસ્થાન કોંગ્રેસમાં મોટું ભંગાણ પડી શકે છે.

કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન, અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

મુખ્યમંત્રી ને ઉપમુખ્યમંત્રી વચ્ચે અણબનાવ હવે જગ જાહેર થઈ જવા પામ્યો છે. મુખ્યમંત્રી પદ અશોક ગેહલોત પાસે છે તો ઉપ મુખ્યમંત્રી પદ સચિન પાઇલોટ પાસે. ગત વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસે બહુમતીના આધારે સરકાર બનાવી હતી પરંતુ હવે ખુદ અશોક ગેહલોત પોતાના સમર્થન વાળા ધારાસભ્યો પાસે સમર્થન પત્ર માંગી રહ્યા છે. રાજસ્થાનમાં મધ્યપ્રદેશ વાળી થાય તે પહેલાં હાઈકમંડ જાગી ગયું છે અને રાતોરાત કોંગ્રેસ દ્વારા નેતાઓને રાજસ્થાન મોકલીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગઈ કાલે વાતો તો એવી વહેતી થઈ હતી કે આજે સવારે સચિન પાઇલોટ ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા ની હાજરીમાં ભાજપમાં જોડાઈ જશે.

કોંગ્રેસમાં મોટું ભંગાણ,
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ અને કાર્યકરોએ રાત્રે શાંતિ નો શ્વાસ લીધો જ્યારે સચિન પાયલોટ દ્વારા આ તમામ સમાચારને રદિયો આપ્યો અને કહ્યું કે તેઓ ભાજપમાં નહીં જોડાય. પરંતુ સંકટ હજુ ટળ્યું નથી. સચિન પાસે ભાજપમાં ના જોડાઈને પણ કેટલાક રસ્તાઓ ખુલ્લા છે. જેમકે તેઓ નવી પાર્ટી પણ બનાવી શકે છે અને કોંગ્રેસમાં મોટું ભંગાણ પાડી શકે છે. સચિન પાઇલોટ પાસે હાલમાં 20 થી 30 ધરાસભ્યોનું સમર્થન હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે અશોક ગેહલોત પાસે 110 જેટલા ધારાસભ્યોનું સમર્થન હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ સરકારની સ્થિતિ ડામાડોળ હોય તેવું લાગી રહ્યું છે.

કોંગ્રેસમાં મોટું ભંગાણ,
ફોટો સોશિયલ મીડિયા

આ તમામ વચ્ચે આજે રાજસ્થાનમાં ધારાસભ્યોને એક વ્હિપ જાહર કરવામાં આવ્યો છે તે મુજબ તમામ ધારાસભ્યોએ આજે બોલાવેલી મીટિંગમાં હાજરી આપવી પડશે અને જો કોઈ ધારાસભ્ય આ મિટિંગમાં ગેરહાજર રહે તો તેની સામે ડિસીપ્લીનરી એક્શન લેવામાં આવશે. એટલે આજે રાજસ્થાનમાં મોટો ભૂકંપ આવી શકે છે ની શક્યતાઓ નકારી શકાય નહીં. એક અફવાહ પ્રમાણે સચિન પાઇલોટ આ બાબતે કેટલીય વાર હાઈકમાન્ડને જણાવી ચુક્યા છે કે તેઓની વાત સરકારના અધિકારીઓ તો સમજ્યા પરંતુ તેમના મત વિસ્તારમાં નાનામાં નાના અધિકારીઓ પણ માનતા નથી. સચિન પાઇલોટ દ્વારા આવા કેટલાય આક્ષેપ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસમાં મોટું ભંગાણ,
ફોટો સોશિયલ મીડિયા

મધ્યપ્રદેશમાં પણ સિંધિયા દ્વારા આવા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને મધ્યપ્રદેશ કોંગ્રેસમાં મોટું ભંગાણ પાડીને સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા હતા પરિણામે કમલનાથ સરકાર પડી ગઈ હતી. રાજસ્થાન કોંગ્રેસમાં મોટું ભંગાણ ગણી શકાય કારણ કે, એક ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ છોડીને જાય એનથી કોંગ્રેસમાં મોટું ભંગાણ કશું હોઈજ ના શકે. ભૂતકાળમાં કેટલાય નેતાઓ દ્વારા કોંગ્રેસમાં મોટું ભંગાણ પાડવામાં આવ્યું છે જેમાં ત્રિપુરા, માણિપુર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના નેતાઓ શામેલ છે જેમાં સરકાર પડી ગઈ હોવાના દાખલા છે. આજે રાજસ્થાનમાં ખરાખરીનો દિવસ છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button