IndiaPolitics

મુખ્યમંત્રીએ અમિત શાહ ને લીધા આડે હાથ! અમિત શાહને પૂછ્યું ચૂપ કેમ છો?

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ મઝા મૂકી છે. આખો દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. ત્યારે પાકિસ્તાન અને ચાઈના પોતાની અવળચંડાઈ માંથી ઊંચા નથી આવી રહ્યા. પાકિસ્તાન એકબાજુ સિઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતને ઉશ્કેરી રહ્યું છે ત્યારે ચાઈના ભારતની જમીન પર આવીને ભારતને યુદ્ધ માટે ઉશ્કેરવાના અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. આ તમામ વચ્ચે દેશમાં રાજકીય ગરમાંગરમી પણ વધી ગઈ છે. હવે આમ અમિત શાહ ની પણ એન્ટ્રી થઈ છે. તો પ્રધાનમંત્રીના નિવેદન પર બબાલ મચી ગયો છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા થોડા દિવસ પહેલા બોલાવેલી સર્વપક્ષીય બેઠક બાદ નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતની સીમામાં કોઈ ઘુસ્યું નથી કે ભારત કોઈની સીમામાં ઘુસ્યું નથી.

અમિત શાહ, લોકડાઉન 4, પ્રધાનમંત્રી મોદી, 5 એપ્રિલ, પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

બસ આ નિવેદન બાદ વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા કે તો ભારતના 20 વીર જવાનો શહીદ કેવી રીતે થયાં? વિપક્ષે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રીના નિવેદન બાદ ચાઈનાના અખબારોમાં ભારતને આરોપી બનાવવામા આવ્યું હતું અને ભારતને જ લદાખમાં થયેલી અથડામણનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવ્યું હતું. આ બાબતે વિપક્ષે ભાજપના કાન આમળ્યા અને સવાલો કર્યા હતાં ત્યારે ભાજપના પ્રવક્તાઓ દ્વારા 1962 માં થયેલા ચીની હુમલાનો ઇતિહાસ વાગોળવામાં આવ્યો હતો. પરંતુ તેઓ ભૂલી ગયાં હતાં કે 1962માં ચીની આક્રમણ એ ચીનની ગદ્દારી હતી અને ભારત જે હજુ 14 વર્ષ પહેલાં જ આઝાદ થયું હતું તે ભારતે વગર કોઈ આધુનિક હથિયારે ગલવાન વેલીમાં ચીનીઆક્રમણ સામે મજબૂતાઈથી જવાબ આપેલો.

અમિત શાહ, અર્ણવ ગોસ્વામી, કોરોના, corona, કોરોના મહામારી, રાહુલ ગાંધી, rahul gandhi, randeep surjewala
ફોટો સોશિયલ મીડિયા

પણ હવે રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. હવે આ માત્ર પ્રવક્તાઓ સુંધી સીમિત રહ્યું નથી. રાહુલ ગાંધીના સતત પ્રધાનમંત્રી પર સવાલોના મારા બાદ હવે દેશના ગૃહમંત્રી અમિત શાહ ની એન્ટ્રી થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રમુખ ન્યુઝ નેટવર્ક ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પાર્લામેન્ટમાં આવી જાઓ 1962 થી આજ સુંધી તમામ બાબતો પર બે બે હાથ થઈ જાય. અમિત શાહે આ બાબતે વિપક્ષને પાર્લામેન્ટમાં ચર્ચા કરવા માટે જણાવ્યું હતું. પરંતુ હવે આ મામલે પણ રાજકીય ટીકા ટીપ્પણીઓ થઈ રહી છે. અમિત શાહ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે તો સામે વિપક્ષ પણ આ બાબતે નમતું જોખવા તૈયાર નથી.

અમિત શાહ, છત્તીસગઢ, રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ, Rahul gandhi, Bhupesh Baghel, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

અમિત શાહ ના નિવેદન પર સૌથી પહેલી પ્રતિક્રિયા આપનાર છત્તીસગઢના મુખ્યમંત્રીએ અમિત શાહ ને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, “બે બે હાથ થઈ જાય આવી ભાષા તો ગુંડા બદમાશોની હોઈ શકે છે. કોઈ પ્રજાતંત્રમાં બે બે હાથ કરવામાં આવે? આતો અખાડામાં બળવાન લોકો અથવા ગુંડા બદમાશ ગલી મોહલ્લામાં બેબે હાથ કરતા હોય છે, તમારી આ ભાષા કેવા પ્રકારની છે? તમને 1962ની ઘટના વિશે નેહરુજીએ લોકસભામાં આમંત્રિત કર્યા હતા અને આ બાબતે વિસ્તારપૂર્વક ચર્ચા પણ કરી હતી. આજે તમારો સમય છે જવાબ તમારે આપવાનો છે. સવાલ વિપક્ષ કરશે તમે ચૂપ કેમ છો? આજુબાજુ કેમ જોઈ રહ્યા છો તમારે જવાબ આપવો જોઈએ”

છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ દ્વારા અમિત શાહ ને કડક જવાબ આપ્યા બાદ હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના પ્રવક્તાઓ દ્વારા પણ હવે આ બાબતે કોંગ્રેસને ઘેરવાના પ્રયત્નો થશે. બીજી તરફ રાહુલ ગાંધી પણ ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલો પૂછી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા નરેન્દ્ર મોદીને સરેન્ડર મોદી પણ ગણાવ્યાં હતા. જ્યારે ભાજપ વિપક્ષમાં હતું ત્યારે આવીજ રીતે કોંગ્રેસને ઘેરતું હતું હવે કોંગ્રેસનો વારો છે. વિપક્ષ અને સત્તાપક્ષની લડાઈ તો ચાલતી જ રહેશે એ જ લોકશાહી છે. પરંતુ આ તમામ માં આમ જનતા પીસાઈ રહી છે.

અમિત શાહ, Amit Shah, રાજ્યસભા ચૂંટણી, નરહરિ અમીન
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આ બધાની વચ્ચે દેશની જનતાનું ધ્યાન અસલી મુદ્દાઓથી ભટકવામાં આવી રહ્યું છે. કેટલાક રાજનૈતિક પંડિતો માને છે કે, કોરોના મહામારી, મોંઘવારી, અર્થવ્યવસ્થા, પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો, પ્રવાસી શ્રમિક, ગરીબી, બેરોજગારી, પાકિસ્તાન સિઝફાયર ઉલ્લંઘન, ચાઈના દ્વારા બોર્ડર પર તણાવ વગેરે જેવા મુદ્દેથી ભાજપ દ્વારા દેશની જનતાનું ધ્યાન બીજે દોરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!