IndiaPolitics

અમિત શાહ ની ચાણક્યનીતિ ફેલ! રણનીતિ કડડભૂસ! ભાજપના વળતાં પાણી!

2017માં દેશના કેટલાક રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં મોટા ભાગે ભાજપે બાજી મારી હતી. ભાજપ પાસેથી જેતે સમયે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન કોંગ્રેસે આંચકી લીધા હતા પરંતુ નોર્થઇસ્ટના રાજ્યોમાં અમિત શાહ ની ચાણક્યનીતિ ના કારણે ભાજપે પકડ બનાવી લીધી હતી અને મેજોરીટી ના હોવા છતાં અન્ય પક્ષોને સાથે લઈને સરકાર બનાવી લીધી હતી જે રણનીતિને લોકો અમિત શાહ ની ચાણક્યનીતિ કહેતા હતાં. જોકે સમય સમયે આનીતિ ઢીલી પડી રહી છે અને સરકાર પડવા લાગી છે. જોકે સિંધિયા જોરે ભાજપે મધ્યપ્રદેશ તો પાછું મેળવી લીધું છે. પરંતુ જ્યાં ભાજપનો બહુમત ના હોવા છતાં, ભાજપે અમિત શાહ ની ચાણક્યનીતિ ના જોરે સરકાર રચીને માસ્ટરસ્ટ્રોક માર્યો હતો ત્યાં મોટી ફૂટ પડી છે.

ભાજપ, અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

વાત એમ છે કે, ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી ના હોવા છતાં અને કોંગ્રેસને સૌથી વધુ બેઠકો હોવા છતાં અમિત શાહ ના ઈશારે ભાજપે અન્ય પક્ષોનો સામ, દામ, દંડ ભેદ નો ઉપયોગ કરીને સરકાર બનાવી લીધી હતી. પરંતુ સમય જતાં પક્ષો વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઈ જવા પામી હતી. અને અલગ અલગ વિચારધારા ધરાવતા અનેક પક્ષો ભેગા થઈને ગઠબંધનમાં સત્તા ટકાવવી મુશ્કેલ થઇ ગઈ હતી અને આજે તે નોબત આવી ગઈ કે ભાજપની રાજ્યમાં સરકાર રહેવા પર જોખમ ઉભું મોટું થઇ ગયું છે. અને તમામ પ્રયત્નો બાદ પણ સરકાર પડી જવાની સ્થિતિમાં આવી ગઈ છે. નવ જેટલા ધારાસભ્યોએ અસંતોષ રજુ કર્યો અને રાજીનામાં આપ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહ, અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

વાત છે નોર્થ ઇસ્ટના મણીપુર રાજ્યની. આ રાજ્યમાં વર્ષ 2017થી મુખ્યમંત્રી બીરેન સિંહની આગેવાનીમાં ભાજપ ગઠબંધનની સરકાર અસ્તિત્વમાં છે, પરંતુ ગઈકાલે ભાજપના ત્રણ ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપી દેતા સરકારના પાયા હચમચી જાવા પામ્યા છે. સરકાર ડામાડોળ થઈ ગઈ છે અને નવી સરકાર રચાય તેવી નોબત આવી ગઈ છે. જો કે આ સાથે જ ભાજપ માંથી રાજીનામુ આપીને ભાજપના ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તો સરકારને સમર્થન આપનારા અન્ય ૬ ધારાસભ્યોએ પણ પોતાનું સમર્થન પરત ખેંચી લીધું છે. મતલબ 9 ધારાસભ્યો એ સમર્થન પાછું લઇ લીધું છે. ભાજપ માટે આ રાજ્ય એટલે અગત્યનું હતું કે નોર્થ ઇસ્ટમાં ભાજપનો પગપેસારો કરવા અમિત શાહ દ્વારા ખૂબ જ મહેનત કરવમાં આવી હતી.

હવે વિધાનસભામાં આંકડાની વાત કરીએ તો 60 સદસ્યો ધરાવતી મણીપુર વિધાનસભામાં ભાજપન પાસે માત્ર 18 ધારાસભ્યો જ રહી ગયા છે. કોઇપણ પક્ષને સરકારમાં ટકી રહેવા માટે કમસેકમ 31 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. ભાજપે મણીપુરમાં સરકાર બનાવવા સાથે કોંગ્રેસના 8 ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા હતા આમ ભાજપની સભ્ય સંખ્યા કોંગ્રેસના ધારાસભ્યોને જોડીને 26 ની થાય છે તો સામે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓક્ર્મ સિંહે કોંગ્રેસ જોડે 27 ધારાસભ્યોની સંખ્યા હોવાનું જણાવ્યું છે.

મણિપુરની લોકલ પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટીના 4 ધારાસભ્યો હતા. તેમણે ભાજપને સમર્થન આપ્યું હતું. તેમના 3 ધારાસભ્યો તો સરકારમાં મંત્રી હતા, તે પક્ષે પણ પોતાનું સમર્થન પરત ખેંચી લીધું છે. તૃણમુલના 1 ધારાસભ્ય અને 1 અપક્ષ ધારાસભ્યે પણ ભાજપના નેતૃત્વમાં રહેલી સરકારથી પોતાનું સમર્થન પરત ખેંચી લીધું છે. ભાજપ હવે માણિપુરની ભાજપ સરકાર હવે માઈનોરિટીમાં આવી ગયું છે. કોંગ્રેસ પાસે વધારે આંકડા છે તો આજે કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવવા માટેનો દાવો કરવા રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે. જે બાદ માણિપુરનું ગણિત બદલાઈ જશે.

જણાવી દઈએ કે, વર્ષ 2017 માં મણીપુરમાં વિધાનસભા ચૂંટણી થઇ હતી, કોઇપણ પક્ષને પૂર્ણ બહુમતી નહોતી મળી શકી, કોંગ્રેસ ૨૮ ધારાસભ્યો હતાં અને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની હતી. તો ભાજપના ૨૧ ધારાસભ્યો જીત્યા હતા. નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ને ચાર- ચાર બેઠકો મળી હતી. તો લોક જનશક્તિ પાર્ટી, તૃણમુલ અને અપક્ષને એક- એક બેઠક મળી હતી. હવે અમિત શાહ એક્ટિવ થઈ ગયા હતાં, અપક્ષોના સમર્થનમાં બહુમતનો આંકડો સાબિત કર્યો હતો અને રાજ્યપાલ નઝમા હેપતુલ્લાએ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ભાજપ દરેક બિન કોંગ્રેસી ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવવામાં સફળ રહી હતી. આ ઉપરાંત એક કોંગ્રેસના ધારાસભ્ય શ્યામકુમાર સિંહ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!