GujaratPolitics

રાજ્યસભા: કોંગ્રેસની જાહેરાતથી ભાજપમાં હડકંપ! 8 ધરસભ્યોના રાજીનામાં એળે જશે?

કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું તે પહેલાં રાજ્યસભા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. લોકડાઉન પહેલા રાજ્યસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા અને હડકંપ મચી જવા પામ્યો હતો. લોકડાઉન બાદ અનલોક-1 ની જાહેરાત થઈ હતી અને ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભા માટે મતદાન દિવસની તારીખ જાહેર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યો દ્વારા રાજીનામાં આપવામાં આવ્યા હતા અને કોંગ્રેસ જીતની બાજી હારવા લાગી ગઈ હતી. ચાર રાજયસભાની બેઠક માંથી એક ભાજપ પાસે એક આંચકી લેવાના કોંગ્રેસના સપના પર આ આઠ ધારાસભ્યોએ પાણી ફેરવી નાખ્યું તેમ લાગી રહ્યું છે.

રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

વર્ષ 2017 માં ગુજરાત વિધાનસભાની 77 બેઠકો કોંગ્રેસે જીતી હતી પરંતુ હવે પાર્ટીનું સંખ્યા બળ ઘટીને 65 થઈ ગયું છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. રાજ્યસભાની ચૂંટણી સુધી કોંગ્રેસે તેના બાકીના ધારાસભ્યોને સિનિયર નેતાની દેખરેખ હેઠળ અલગ અલગ સ્થળે મોકલી દીધા છે. કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. ગોહિલને પ્રથમ પસંદગીના આધારે મત મળશે પરંતુ બીજી બેઠક માટે કોંગ્રેસનો રસ્તો મુશ્કેલ બન્યો છે કારણ કે બીજેપીએ નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા છે.

રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ હજુ પણ રાજ્યસભાના અંક ગણિત મુજબ કોંગ્રેસ પાસે આંકડા છે અને કોંગ્રેસ આગામી સમયમાં રાજ્યસભાની બંને બેઠક પર જીત હાંસિલ કરશે તેવું પ્રદેશ કોંગ્રેસના મોવડીમંડળનું કહેવું છે. ગુજરાત કોંગ્રેસને તેના ધારાસભ્યોના રાજીનામા રૂપે એક પછી એક મોટા આંચકા મળી રહ્યા છે. પરંતુ તેમ છતાં કોંગ્રેસ પાર્ટીનો જુસ્સો ઓછો નથી થયો. ગુજરાત કોંગ્રેસનો દાવો છે કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમને બે બેઠકો મળશે અને તે માટે તેમને ફક્ત એક મતની જરૂર છે. જોકે પાર્ટીએ આ કેવી રીતે શક્ય બનશે તે અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ કોંગ્રેસ દ્વારા પોતાની તમામ શક્તિઓ લગાવી દેવામાં આવી છે.

રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારમાં મહત્વનું ઘટક દળ એવા કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં એનસીપીનો વોટ લેવા માટે શરદ પવારને પ્રેશર કરીને ગુજરાત એનસીપી ધારાસભ્ય કોંગ્રેસના ઉમેદવારોને મત આપશે તેવો વ્હીપ જાહેર કરવી દીધો છે. ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, બીજી બેઠક જીતવા માટે અમારે માત્ર એક મતની જરૂર છે. અમે સંખ્યા પર ચર્ચા કરીશું નહીં કારણ કે તે અમારી વ્યૂહરચનાનો એક ભાગ છે. તેમણે 2017 રાજ્યસભા માટે અહેમદ પટેલ કેસનું ઉદાહરણ આપ્યું અને એમ પણ કહ્યું કે અમે હાલ સંખ્યાબળ પર કામ કરી રહ્યા છીએ, નિષ્ક્રિય બેઠા નથી.

રાજ્યસભા, રાજ્યસભા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

રાજીવ સાતવના નિવેદન બાદ ભાજપમાં હડકંપની સ્થિતિ છે અને ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનની ઊંઘ ઊડી ગઈ છે. કારણ કે ત્રીજી રાજ્યસભા બેઠક જીતવા માટે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં એળે જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા એનસીપી ધારાસભ્ય કોંગ્રેસને મત આપે તે માટે એનસીપી પાસે વ્હીપ જાહેર કરાવીને માસ્ટરસ્ટ્રોક રમી નાખ્યો છે બીજી તરફ કોંગ્રેસ દ્વારા બીટીપીને પણ મનાવવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. 2017ની વિધાનસભામાં બીટીપીએ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી એટલે કોંગ્રેસને આશા છે કે બીટીપી કોંગ્રેસને મત આપશે. જો અને તો માં ભાજપને નુકશાન થાય તેમ છે.

રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માંથી ત્રણ બેઠક ભાજપની ખાલી થઈ રહી છે અને એક બેઠક કોંગ્રેસની. જેમાં ભાજપ પાસેથી એક બેઠક જીતવા માટે કોંગ્રેસ અથાગ પ્રયત્નો કરી રહી છે. બીજી બેઠક માટે કોંગ્રેસની સંપૂર્ણ વ્યૂહરચના હવે ભરતસિંહ સોલંકીના દાવપેચ પર અને તેમના પિતા માધવસિંહ સોલંકીની સારી છબી ઊપર પણ નિર્ભર કરે છે જેઓ ગુજરાતના ભૂતપૂર્વ સીએમ પણ છે. શરૂઆતમાં કોંગ્રેસે રાજીવ શુક્લાને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસના વિરોધને કારણે તેમણે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. આ પછી પાર્ટીએ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે.

રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત વિધાનસભામાં હવે કુલ 172 સભ્યો છે અને 10 બેઠકો ખાલી છે. ગુજરાતની 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી 19 જૂને યોજાવાની છે. તેમાંથી ત્રણ બેઠકો હાલમાં ભાજપ પાસે છે અને એક બેઠક કોંગ્રેસની છે. ગુજરાતમાં બેઠક જીતવા હાલ 37 મતની જરૂર છે. નિયમો મુજબ, ગુજરાત રાજ્યસભાની બેઠક જીતવા માટે ઉમેદવારને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ (STV) હેઠળ 37 – 37 મતોની જરૂર હોય છે. ભાજપ પાસે 103, કોંગ્રેસ પાસે 65, બીટીપી પાસે 2, એનસીપી પાસે 1, અને 1 અપક્ષ ધારાસભ્યો છે. જો કોંગ્રેસને બીટીપી+એનસીપી+અપક્ષ સમર્થન આપે તો કોંગ્રેસ પાસે ભાજપ કરતાં વધારે મત થઈ જાય બીજી બેઠક જીતવા માટે.

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button