IndiaWorld

ભારતીય સૈન્યને મજબૂત કરવાથી માંડીને ચીન પર વૈશ્વિક પ્રતિબંધ એક્શન પ્લાન રેડી! જાણો!

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વ થંભી ગયો છે. અને લાખોની સંખ્યામાં લોકોના મોત નિપજ્યા છે. ઈટલી, સ્પેન, જર્મની, અમેરિકામાં તો રીતસર મોતનું તાંડવ થયું છે. જયાં જુઓ ત્યાં લાશોના ઢગલા દેખાઈ રહ્યા છે. વિશ્વનો કોઈપણ દેશ બાકી નહીં હોય જ્યાં ચીન થી આવેલા ચાઇનીઝ વાયરસે દસ્તક ના આપી હોય. સમગ્ર વિશ્વને બાનમાં લઈ લીધું છે. વિશ્વના દરેક દેશો લોકડાઉનની સ્થિતિમાં છે. ત્યારે આર્થિક રીતે પણ દરેક દેશો સંઘર્ષ કારી રહ્યા છે. ભારતમાં પણ વિશ્વના દેશો જેવી જ પરિસ્થિતિ છે. તો વિશ્વમાં કોરોના વાયરસની સૌથી વધારે અસર અમેરિકાને થઈ છે. અમેરિકામાં 80 હજાર કરતાં વધારે લોકોના મોત નિપજયા છે.

રૂપાણી સરકાર, રાજસ્થાન, ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

વિશ્વમાં હાલમાં કોરોના વાયરસના કેસો 46,28,356 જેટલા થઈ ગયા છે. તો આ વાયરસના કારણે અત્યાર સુંધી 3,08,645 લોકોના મોત થઈ ચૂક્યા છે જે આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. વિશ્વને આવી ગંભીર પરિસ્થિતિમાં મુકવા પાછળ એક જ દેશની બેદરકારી છે અને તે છે ચાઇના. સમગ્ર વિશ્વ હાલ ચાઈના સામે પગલાં લેવાની માંગણી કરી રહ્યું છે અને તેના પર વૈશ્વિક પ્રતિબંધની પણ માંગણી કરી રહ્યા છે. ચાઈના દ્વારા સમગ્ર વિશ્વમાં તબાહી નોતરી છે. અમેરિકા સહિતના દેશો હવે ચીન સામે લાલ આંખ કરીને નક્કર પગલાં ભરવાના મૂડમાં છે.

કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

આ બાબતે અમેરિકામાં એક્શન પ્લાન ઘડાઈ પણ ગયો છે. કોરોના (Corona) વાઈરસના મુદ્દે ચીનની બેદરકારી અને બેજવાબદારી ના કારણે વિશ્વમાં લાખો લોકો મોતને ભેટ્યા છે તેમાટે ચીનને જવાબદાર ઠેરવવા માટે અમેરિકન સાંસદ થોમ ટિલિસે 18 પોઈન્ટનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગત ગુરુવારે આ બાબતે અમેરિકન સાંસદ થોમ ટિલિસે માહિતી આપી હતી. અને ચાઈના સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું. અમેરિકા પહેલા બ્રાઝિલ પણ આ બાબતે વિશ્વ સંગઠનોને ચીન સામે પગલાં લેવાની વાત કરી ચૂક્યું છે તો જાપાન દ્વારા ચાઈનાની તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

હાર્દિક પટેલ, અમેરિકન રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પ, america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus, ચીન, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

સમગ્ર વિશ્વમાં ચાઈના સામે રોષ જોતાં અમેરિકા એક્ટિવ થઈ ગયું છે અને ચીન સામે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. સાંસદ થોમ ટિલિસના 18 પોઇન્ટના એકશન પ્લાનમાં બે મુખ્ય સૂચનો છે જે અતિ મહત્ત્વના છે જેમાં પહેલું ચીનથી મેન્યુફેક્ચરિંગ ચેનને શિફ્ટ કરવામાં આવે. અને બીજું ભારત, વિયતનામ અને તાઈવાનને રક્ષા ઉપકરણોનું વેચાણ વધારીને સૈન્યને મજબૂત કરવામાં આવે. એટલે ચીનને આર્થિક રીતે મોટો ફટકો આપવાનો અને ધીમે ધીમે દરેક મોરચે આત્મનિર્ભર બનીને ચીન કરતાં પોતાના દેશોને દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા. તેમજ ચીનની ઇજરાશાહી ખતમ કરવી.

રૂપાણી સરકાર, પ્રધાનમંત્રી મોદી, 5 એપ્રિલ, પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus, ચીન
ફોટો સોશિયલ મીડિયા

અમેરિકના સાંસદ ટિલિસે કહ્યું કે, ચીને કોવિડ 19 અંગે માહિતી છુપાવીને સમગ્ર વિશ્વ સાથે છેતરપિંડી કરી છે અને વૈશ્વિક મહામારી ફેલાવી છે. જેનાથી અમેરિકા સાથે સમગ્ર વિશ્વના લોકોના જીવ જોખમમાં મુકાઇ ગયા છે. ચીન અમેરિકાથી ટેકનીક ચોરી અને સહયોગી દેશ માટે જોખમ બની ગયું છે. હાલનો સમય અમેરિકા અને બાકી સ્વતંત્ર દેશો માટે સતર્ક થવાનો છે. ચીન સામે વૈશ્વિક પગલાં લેવા પડશે અને વિશ્વના દેશોએ ચીન સામે લાલ આંખ કરવી પડશે. ચાઇના દ્વારા જાણી જોઈને આ વાયરસ ફેલાયો છે તેવું મેરિકાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેર માધ્યમોમાં અનેકવાર કહી ચુક્યા છે. ત્યારે અમેરિકન સાંસદની ચાઈના સામે કડક પગલાં ભરવાનો એક્શન પાલન પણ ડોનાલ્ડ ટ્રમ્પના ઈશારે તૈયાર થયો હોય તેવું લાગી રહ્યું છે.

અમેરિકન સાંસદ ટિલિસના ચીન પર સૂચનો

ચીન, china
ફોટો સોશિયલ મીડિયા
  • ચીન પર વૈશ્વિક પ્રતિબંધ લગાડવામાં આવે.
  • કોરોના અંગે ચીનના જૂઠ્ઠાણાથી સમગ્ર વિશ્વને નુકસાન થયું છે તેની ભરપાઈ ચીન પાસે કરાવવામાં આવેની માંગણી કરવામાં આવે.
  • ચીનની ટેક કંપની હુવાવે પર અમેરિકામાં પ્રતિબંધ લગાવી દેવામાં આવે અને અમેરિકાના સહયોગી દેશ પણ તેના પર પ્રતિબંધ લગાવે.
  • ચીનમાં મેન્યુફેક્ચરિંગ કરી રહેલી અમેરિકન કંપનીઓને પાછી લાવવામાં આવે. તેમને પ્રોત્સાહન આપવા માટે ઇનસેન્ટિવ જેવી રાહતો આપવામાં આવે.
  • ચીનથી મેન્યુફેક્ચરિંગ ચેનને શિફ્ટ કરવામાં આવે અને ભારત, વિયતનામ અને તાઈવાનને રક્ષા ઉપકરણોનું વેચાણ વધારીને સૈન્યને મજબૂત કરવામાં આવે.
  • સપ્લાઈ ચેઈન બાબતે ઇજરાશાહી ભોગવતાં ચીન પર નિર્ભરતા ધીમે ધીમે ખતમ કરી દેવી જોઈએ.
  • ચાઈનીઝ હેકરો દ્વારા અમેરિકન ટેક્નિક ચોરી લેવામાં આવે છે જે બાબતે સાયબર સિક્યુરિટી મજબૂત કરવામાં આવે.
  • અમેરિકન ટેક કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવે તેમજ તેમને મોકળું વાતાવરણ પૂરું પાડવામાં આવે.
  • જાપાનને તેની મિલિટ્રી મજબૂત બનાવવા માટે પ્રેરિત કરવામાં આવે. જાપાન અને દક્ષિણ કોરિયા માટે અમેરિકા પાસેથી ઉપકરણ ખરીદવાનો પ્રસ્તાવ મુકવામાં આવે.
  • ઈન્ટરનેશન ઓલમ્પિક કમિટિને અપીલ કરવી જોઈએ કે ચીનથી 2022ના વિન્ટર ઓલમ્પિકની મેજબાની છીનવી લેવામાં આવે.

અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!