World

વિશ્વમાં આ દેશ પહેલો જે કોરોના મહામારી સામે જીત્યો જંગ! જાણો!

કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લીઘું છે. સમગ્ર દેશમાં કોરોના મહામારી એ કોહરામ મચાવ્યો છે. રોજે રોજ કોરોના સંક્રમણના પોઝિટિવ કેસો વધતા જઇ રહયા છે. સમગ્ર વિશ્વમાં હાલમાં 4,558,836 જેટલા પોઝિટિવ કેસો છે જ્યારે 3,04,242 લોકોના મોત થઈ ચૂક્યા છે.તો સામે 17,23,225 જેટલા લોકો સજા થઈ ગયા છે. હાલમાં વિશ્વમાં સૌથી વધારે અમેરિકામાં 86,970 જેટલા નાગરિકોના મોત થઈ ચૂક્યા છે અને આંકડો સતત વધી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં લોકડાઉનની પરિસ્થિતિ છે છતાં પણ આંકડાઓ સતત વધી રહ્યા છે.

રૂપાણી સરકાર, રાજસ્થાન, ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

વિશ્વમાં કોરેનાએ વિનાશ નોત્ર્યો છે, ત્યારે અમેરિકામાં ધીમે ધીમે હાલત વધારે ગંભીર બની રહ્યા છે. ઈટલી, સ્પેન અને ચીનને પાછળ પાડીને અમેરિકામાં સૌથી વધારે કોરોના વાયરસથી પીડિતોનો સંખ્યા થઈ ગઈ છે. તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફાંકા ફોજદારી માંથી ઊંચા આવતા નથી. જગત જમાદાર હોય એમ તે અમેરિકાની ચિંતા કરવાની બદલે બાકીના દેશોની ચિંતા કરી રહ્યા છે. અને કોરોના ચેપગ્રસ્ત દેશોને નાણાકીય સહાય કરવાની લ્હાણી કરી રહ્યા છે જ્યારે તેમના દેશમાં હાલમાં સૌથી વધારે કેસો છે અને અમેરિકાએ 14 લાખ કોરોના ગ્રસ્ત પીડિતોનો આંકડો પણ વટાવી દીધો છે.

હાર્દિક પટેલ, અમેરિકન રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પ, america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus, ચીન, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

યુરોપિયન દેશોમાં પણ કોરોના વાયરસે આતંક મચાવ્યો છે. પરંતુ આ તમામ ખરાબ સમાચાર વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે. યુરોપના એક દેશ દ્વારા સત્તાવાર કોરોના વાયરસ સામે જંગ જીત્યાની જાહેરાત કરી દીધી છે. ગુરુવારે યુરોપના દેશ સ્લોવેનિયા એ પોતાના દેશને કોરોના મુક્ત દેશ જાહેર કરી દીધો છે. સ્લોવેનિયા સરકારે ગુરુવારે સત્તાવાર જાહેરાત જાહેરાત કરી કે સ્લોવેનિયા કોવિડ 19 મહામારી મુક્ત દેશ છે. સરકારનો આ નિર્ણય છેલ્લા અઠવાડિયામાં 7 કરતાં ઓછા કેસો આવવા ના બાદમાં આવ્યો છે. છેલ્લા અઠવાડિયામાં સ્લોવેનિયામાં એલદામ ઓછા સંક્રમણના કેસો આવ્યા છે જે 7 કરતાં ઓછા હતા.

કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

સ્લોવેનિયા સરકાર દ્વારા આ બાબતે જાહેરાત પણ કરી છે અને કેટલીક ગાઈડલાઈન પણ બહાર પાડી છે જે ગાઈડલાઈનમાં વિદેશી નાગરીકને સ્લોવેનિયામાં પ્રવેશ માટેની મનાઈ ફરમાવવામાં આવી છે. જેમાં કોવિડ 19 સંક્રમણ ધરાવતા નાગરિકોનો પણ સમાવેશ થાય છે. સ્લોવેનિયા કોરોના મુક્ત બન્યા ની જાહેરાત કરનાર વિશ્વનો અને યુરોપિયન દેશોનો પ્રથમ દેશ બન્યો છે. જોકે હજુ વિશ્વના કેટલાય દેશો કરોના મહામારી સામે જંગ લડી રહ્યા છે. સમગ્ર વિશ્વ લોકડાઉનની સ્થિતિમાં છે. ત્યારે આ સમયે કોઈ દેશ કોરોના મહામારીમાંથી ઉગરી જાય તે અન્ય દેશોને પ્રોત્સાહન પૂરું પાડે છે.

રૂપાણી સરકાર, ભાજપ નેતા, રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus, રાહુલ ગાંધી, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ કોરોના સંક્રમણનો આંકડો 83,072 પહોંચી ગયો છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે 2662 જેટલા નાગરિકોના મોત નીપજી ચુક્યા છે. તો ભારતમાં રિકવર થયેલા લોકોની સંખ્યા 28,792 જેટલી થઈ ગઈ છે. ભારતમાં પણ સમગ્ર વિશ્વની જેમ લોકડાઉનની સ્થિતિ છે. ભારતમાં હાલમાં લોકડાઉનનો ત્રીજો રાઉન્ડ છે. જે 17 મે ના રોજ પુર્ણ થાય છે ત્યારે બાદ લોકડાઉન નો ચોથો રાઉન્ડ થશે કે કેમ એ સરકારની જાહેરાત ઉપર નિર્ભર છે. પરંતુ હાલમાં વધતાં જતાં કેસો જોતા લોકડાઉન ચોથી વાર કરવામાં આવશે પણ થોડી છૂટછાટ સાથે એવું લાગી રહ્યું છે.  અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!