AhmedabadGujaratIndia

અમિત શાહ માટે ખોટી અફવાહ ફેલાવવાના આરોપમાં ધરપકડો શરૂ! જાણો!

કેટલાક સમયથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે તેમની તંદુરસ્તી બાબતે અફવાહોનું બજાર ગરમ હતું અને તેમના વિશે ખોટો ફવાહો ફેલાવવામાં આવતી હતી. પરંતુ આજે તે તમામ બાબતો નું ખંડન ખુદ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અફવાહોનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે, તેઓ સંપૂર્ણ રૂપે સ્વસ્થ છે અને કોઈ બીમારીથી પીડિત નથી. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના નામવા એક ખોટી ટ્વિટ ફેલાવવાના બાબતે પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે.  મળેલી જાણકારી મુજબ આ લોકો ગૃહમંત્રી અમિત શાહ ના નામ ઉપર ખોટી ટ્વિટ ફેલાવી રહ્યા હતા.

નરહરિ અમીન, રાજ્યસભા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસ, gujarat congress, અમિત શાહ, Amit Shah
ફોટો સોશિયલ મીડિયા

આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તેમના સ્વાસ્થ્ય વિશેની અફવાઓનું ખંડન કરતાં કહ્યું હતું કે તેઓ “સંપૂર્ણ સ્વસ્થ” છે અને કોઈ રોગથી પીડાતા નથી. અમિત શાહે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેમની તબિયત વિશેની અફવા સોશિયલ મીડિયા દ્વારા ફેલાવાઇ છે. માઈક્રોબ્લોગીંગ સાઇટ ટ્વિટર પર નિવેદન જાહેર કરતાં તેમણે કહ્યું કે, “હું સંપૂર્ણ સ્વસ્થ છું અને મને કોઈ રોગ નથી.” શાહના નિવેદન બાદ અમદાવાદમાં ચાર લોકોની અટકાયત કર્યાના સમાચાર બહાર આવ્યા છે.

અમિત શાહ, Amit Shah, રાજ્યસભા ચૂંટણી, નરહરિ અમીન
ફોટો સોશિયલ મીડિયા

અમિત શાહ નું નિવેદન

અમિત શાહે એક ટ્વિટમાં લખ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી કેટલાક મિત્રોએ સોશ્યલ મીડિયા દ્વારા મારી તબિયત અંગે અનેક અફવાહો ફેલાવાઈ રહી છે. ત્યાં સુંધી કે કેટલાક લોકો દ્વારા ટ્વિટ કરીને મારા મૃત્યુ માટે પણ પ્રાર્થના કરવામાં આવી છે. દેશ હાલમાં કોરોના જેવા વૈશ્વિક રોગચાળા સામે લડી રહ્યો છે અને દેશના ગૃહ પ્રધાન તરીકે મોડી રાત સુધી મારા કામમાં વ્યસ્ત રહેવાને કારણે મેં આ બધા તરફ ધ્યાન આપ્યું નહીં.  જ્યારે મારા ધ્યાનમાં આ વાત આવી, ત્યારે મેં વિચાર્યું કે આ બધા લોકોને તેમના કાલ્પનિક વિચારોનો આનંદ માણવા દેવો જોઈએ, જેથી મેં કોઈ સ્પષ્ટતા આપી નહીં.

ગૃહમંત્રી અમિત શાહ, અમિત શાહ, Amit Shah
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ મારા પક્ષના લાખો કાર્યકરો અને મારા શુભચિંતકોએ છેલ્લા બે દિવસથી ઘણી ચિંતા વ્યક્ત કરી છે અને હું તેમની ચિંતાને અવગણી શકતો નથી.  એટલા માટે જ હું આજે સ્પષ્ટ કરવા માંગુ છું કે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને મને કોઈ રોગ નથી. હિન્દુ માન્યતાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે આવી અફવાઓ આરોગ્યને મજબૂત બનાવે છે.  આથી જ હું આવા બધા લોકો પાસે આશા રાખું છું કે તેઓ આવી ખોટી વાતો કરવાનું છોડી મને મારું કામ કરવા દે અને પોતે પણ પોતાનું કામ પણ કરે. મારા શુભેચ્છકો અને પાર્ટીના તમામ કાર્યકરોનો કે જેમણે મારી ચિંતા કતી અને મારી તંદુરસ્તી માટે પુછી રહ્યા છે તે તમામનો હું આભાર માનું છું. અને જે લોકોએ આ અફવાઓ ફેલાવી છે તેના પ્રત્યે મારી પાસે કોઈ દુર્ભાવના અથવા દ્વેષ નથી. આપનો પણ આભાર.

અમિત શાહ, Amit Shah, રાજ્યસભા ચૂંટણી, નરહરિ અમીન, ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ અમિત શાહ માટે ફેલાવવામાં આવતી અમાનવીય અફવાહો અને ટિપ્પણીને નિંદાત્મક ગણાવી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય વિશેની અમાનવીય ટિપ્પણીઓ નિંદાત્મક છે, આવી અફવાહો ફેલાવનારા લોકો પોતાની માનસિકતા દર્શાવે છે. અમદાવાદમાં આ બાબતે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ હજુ આ બાબતે ટાપ્સ ચાલી રહી છે. હજુ વધારે ધરપકડ થાય તો નવાઈ નહીં.   અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!