World

આ દેશે શોધી નાખી કોરોના સામે રસી! રસીકરણ શરુ કરનારો વિશ્વનો પહેલો દેશ બન્યો!

હાલમાં વિશ્વભરમાં કોરોના સામે રક્ષણની 57 રસી મનુષ્ય પર જ્યારે 87 જેટલા પરીક્ષણો પ્રાણીઓ પર કરવામાં આવી રહ્યા છે. 13 રસી પરીક્ષણના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે જેમાંથી કેટલાકના પરિણામો નિરાશાજનક રહ્યા છે, જ્યારે કેટલાક સચોટ પરિણામો પ્રાપ્ત થાય તે પહેલાં બંધ કરી દેવામાં આવ્યા છે. ગણતરીની માત્ર થોડી જ રસીઓ છે જે આશાનું કિરણ છે અને તે વાયરસ સામે અસરકારક હોઈ શકે છે. જો અલગ અલગ રસીઓ પરીક્ષણમાં પાસ થાય છે, તો સમગ્ર વિશ્વ માટે રસીઓની ઉપલબ્ધતા એકદમ સરળ રહેશે.

લોકડાઉન 4, રૂપાણી સરકાર, ભાજપ નેતા, રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus, રાહુલ ગાંધી, કોરોના મહામારી
ફોટો સોશિયલ મીડિયા

સમગ્ર વિશ્વમાં હાલમાં એક જ સવાલ છે કે કોરોના મહામારી સામે સચોટ અને કારગર રસી, દવા ક્યારે આવશે. ક્યારે આ મહામારીને નિયંત્રણમાં લાવી શકાશે? ક્યારે સમગ્ર વિશ્વમાં હાલત નોર્મલ થશે? બસ તેનો જવાબ આપવા જઇ રહ્યું છે બ્રિટન. બ્રિટન ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝર-બાયોનોટેક પાસેથી કોરોના રસીને મંજૂરી આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ સાથે જ જીવલેણ કોરોના વાયરસ મહામારીને નિયંત્રણ કરવા વ્યાપક રસીકરણનો માર્ગ પણ મોકળો થઈ ગયો છે. એવી અપેક્ષા છે કે આવતા સપ્તાહે એટલે કે નાતાલ પહેલા 8 લાખ ડોઝ સાથે બ્રિટિશ લોકોને રસી આપવાનું શરૂ થઈ જશે.

રૂપાણી સરકાર, રાજસ્થાન, ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

બ્રિટનની ડ્રગ એન્ડ હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ) એ જણાવ્યું કે યુએસ ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેકની સંયુક્ત કોરોના રસીને બુધવારે મંજૂરી આપવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે રસી વાપરવા માટે સલામત છે. કંપનીએ દાવો કર્યો હતો કે આ રસી કોરોના વાયરસની રોકથામ માટે 95 ટકા સુધી અસરકારક રહી છે અને આ રસીના પરીક્ષણ દરમિયાન તે તમામ વયના લોકો, જાતિઓ માટે અસરકારક રહી હતી. બ્રિટન સરકારે એમએચઆરએને ગુણવત્તા, સલામતી અને અસરકારકતાની દ્રષ્ટિએ તમામ ધોરણો પૂરા કર્યા છે કે કેમ તે જોવા માટે કંપની દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટાની તપાસ કરવા કહ્યું હતું.

કોરોના કાળ, રાજ્યસભા ચૂંટણી, રૂપાણી સરકાર, DK Shivakumar, કોરોના, corona, કોરોના મહામારી, રાહુલ ગાંધી, rahul gandhi
ફોટો સોશિયલ મીડિયા WHO

બ્રિટનને 2021 ના ​​અંત સુધીમાં દવાના ચાર કરોડ ડોઝ મળવાની ધારણા છે. આટલી માત્રા દેશની ત્રીજા ભાગની વસ્તીનું રસીકરણ શક્ય બની શકે છે. બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે ગયા મહિને કહ્યું હતું કે નિયામક દ્વારા રસીને મંજૂરી મળે છે તો રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) રસીકરણ માટે સંપૂર્ણ તૈયાર છે. એનએચએસ પાસે રસીકરણનો વ્યાપક અનુભવ છે અને તેની પાસે બધી સિસ્ટમ્સ પણ ઉપલબ્ધ છે. રસીનું ઉત્પાદન બાયોએનટેકના જર્મની સ્થિત કેન્દ્રો તેમજ ફાઇઝરના બેલ્જિયમ સ્થિત એકમમાં કરવામાં આવશે.

કોરોના
ફોટો સોશિયલ મીડિયા

આ સાથે જ બ્રિટન દ્વારણય બે રસીઓના પણ ઓર્ડર આપી દીધા છે જે ટૂંક સમયમાં બ્રિટનના લોકો માટે ઉપલબ્ધ થઈ જશે અને આ જ વર્ષે આજ મહિને નાતાલ પહેલા પહેલા તેનું રસી કરણ પણ શરૂ થઈ જશે. ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા: આ રસી બે ડોઝ લેશે. એવો દાવો કરવામાં આવે છે કે 70 ટકા લોકો કોરોનાનાં લક્ષણો વિકસાવશે નહીં, ખાસ કરીને વૃદ્ધ લોકોમાં કોરોના સામે વધુ સારી પ્રતિરક્ષા વિકસિત થશે. પરીક્ષણના આધારે દાવો કરવામાં આવ્યો છે કે આ રસી 90% સલામત છે. બ્રિટને પણ આ રસીના 10 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.

કોરોના
ફોટો સોશિયલ મીડિયા

મોર્ડના વેક્સીન: આ રસી પણ ફાઇઝરની રસી પર આધારિત છે, બ્રિટને પણ તેના 50 લાખ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. 4 અઠવાડિયાની અંદર આ રસીના બે ડોઝ પણ લગાવવામાં આવશે. આ રસીના પરીક્ષણમાં 30,000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અડધા લોકોને રસી આપવામાં આવી રહી છે જ્યારે અડધા લોકોને પ્લેસીબો આપવામાં આવી રહ્યો છે. જો બ્રિટન દ્વારા અપનાવવામાં આવેલી આ રસીઓ કારગર સાબિત થઈ જશે તો સમગ્ર દેશ આ મહામારી માંથી બહાર આવી જશે. જો કે બ્રિટનમાં રસીકરણની મંજૂરી આપવામાં આવી છે એટલે 90% કારગર માની શકાય છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!