IndiaWorld

વિજય દિવસ: શૌર્યની અમીટ ગાથા, માત્ર 13 દિવસમાં જ શરણાગત થઈ ગયું હતું પાકિસ્તાન..

ભારતમાં દર વર્ષ 16 ડિસેમ્બરના વિજય દિવસ તરીકે મનાવે મનાવે છે. 1971 માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી બાંગ્લાદેશ એક નવો રાષ્ટ્ર બન્યો હતો. વર્ષ 1971 માં ભારત-પાપ યુદ્ધ 16 ડિસેમ્બરના રોજ ભારતના પાકિસ્તાનનો મુકાબલો હતો. વિજય દિવસ, એટલે કે 16 મી ડિસેમ્બરનો દિવસ આપણાં માટે ખાસ છે. આ દિવસે જ 13 પાકિસ્તા સેનાએ 13 દિવસ ચાલેલા ઓપરેશન બાદ ભારત સામે હથિયાર હેઠા મૂકી સરેન્ડર કર્યું હતું. મોહમ્મદ અલી જિન્નાનું ધર્મ-આધારિત દ્વિ-રાષ્ટ્રનો સિદ્ધાંત ચોપાટ થઈને પડ્યો હતો અને વિશ્વફલક પર એક નવા દેશ બાંગ્લાદેશનો જન્મ થયો હતો.

વિજય દિવસ
ફોટો સોશિયલ મીડિયા

આ એતિહાસિક ઘટનાના આશરે બે દાયકા પછી 1992 માં લખાયેલા ઇંદિરા ગાંધીના જીવનચરિત્રમાં થી આ પંક્તિઓ પર વિશેષ નજર નાખીએ : “26 જાન્યુઆરી 1972 ના રોજ, પ્રજાસત્તાક દિવસે, વડા પ્રધાન ઇન્દિરા ગાંધી રાષ્ટ્રપતિને મળવા માટે ખુલી જીપમાં રાજપથ તરફ આગળ વધી રહ્યા હતા. વિજેતા વડા પ્રધાનને વધાવવા માટે દેશની જનતા રસ્તાઓ પર ઉભરાઈ રહી હતી… સોનેરી શિયાળાની સવારે એક મહિલા જે એકદમ નક્કર ઇરાદા સાથે એકલી ઉભી હતી તેની છબી ઉભરી આવી હતી. તેણીએ પાકિસ્તાન સામે જીત મેળવી હતી. તેમણે યુએસ રાષ્ટ્રપતિ અને તેમના જ્વલંત સાથી હેનરી કિસિન્જરને પડકાર્યા હતા. ઇન્દિરા ગાંધીએ તેમને ઉલઝાવી રાખ્યા હતા અને તેઓ કશું સમઝે તે પહેલાં જ ઇન્દિરા ગાંધીએ તેમના કરતાં મજબૂત ચાલ ચાલી નાખી હતી. તેઓ દેશના પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન હતા જેમણે ભારતના ઇતિહાસમાં સૌથી અદભૂત લશ્કરી જીતનું નેતૃત્વ કર્યું હતું.”

વિજય દિવસ
ફોટો સોશિયલ મીડિયા

કોઈ પણ યુદ્ધ પ્રેરણાદાયી રાજકીય નેતૃત્વ, ઉત્તમ લશ્કરી નેતૃત્વ અને દુશ્મનો સામે સૈનિકોની હિંમત, બહાદુરી અને સાહસ વગર જીતી ના શકાય. આ સંદર્ભમાં ફીલ્ડ માર્શલ સેમ માણેકશાના શ્રેષ્ઠ નેતૃત્વ હંમેશાં યાદ કરવામાં આવે છે. પરંતુ આ યુદ્ધમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નેવી ચીફ એડમિરલ એસ.એમ. નંદા અને એર ચીફ માર્શલ પી.સી. લાલને ભાગ્યેજ કોઈ યાદ કરે છે. લશ્કરી ઇતિહાસકારો અને ભૂતપૂર્વ સૈનિક તેમને ભાગ્યેજ યાદ કરતા હશે. એજ રીતે પૂર્વ સરહદો પર લડવામાં આવેલા યુદ્ધને બાંગ્લાદેશની મુક્તિની સિદ્ધિ તરીકે યાદ કરવામાં આવે છે પરંતુ પશ્ચિમ મોરચાની મુશ્કેલ લડાઇને મોટાભાગે નજરઅંદાજ કરવામાં આવી છે. આપણા સૈનિકો પશ્ચિમમાં જે બહાદુરીથી લડ્યા હતા તેનું ધ્યાન લોકપ્રિય ફિલ્મ બોર્ડર ના કારણે જ જાય છે.

વિજય દિવસ
ફોટો સોશિયલ મીડિયા

1971 ના યુદ્ધમાં ચાર પરમવીર ચક્રો આપ્યા હતા – મેજર હોશિયાર સિંઘ (3 ગ્રેનેડિયર્સ), ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંઘ સેખોં, સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેતપાલ (17 હોર્સ) અને લાન્સ નાઇક એન.કે. આલ્બર્ટ ઇક્કા (14 ગાર્ડ્સ). આલ્બર્ટ ઇક્કા સિવાય આ ત્રણેય પશ્ચિમના મોરચા પર તૈનાત હતા. પૂર્વી કમાન્ડનો હવાલો લેફ્ટનન્ટ જનરલ જે.એસ.અરોરા પાસે હતો જેમની સામે પાકિસ્તાન સૈન્યએ શરણાગતિ સ્વીકારી હતી અને અનુભવી લેફ્ટનન્ટ જનરલ કેપી કેન્ડેથ પશ્ચિમી કમાન્ડના વડા હતા. ત્યાં કોઈ ઉત્તરી કમાન્ડ ન હતો અને જમ્મુ-કાશ્મીરથી પંજાબ અને ઉત્તરી રાજસ્થાન સુધીનો વિશાળ વિસ્તાર કૈંડેથની દેખરેખ હેઠળ હતો. દક્ષિણમાં ગુજરાતના કચ્છના રણથી લઈને રાજસ્થાનના જેસલમેર અને બાડમેરને જોડતી સરહદની દક્ષિણી કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ જી.જી. બેવુરની જવાબદારી હતી.

વિજય દિવસ
ફોટો સોશિયલ મીડિયા

પાકિસ્તાન સૈન્ય તરફથી પંજાબ અને રાજસ્થાનમાં હુમલાનું અનુમાન હતું, પરંતુ પૂર્વી મોરચાને ધ્યાનમાં રાખીને સરકારે આક્રમક રક્ષણાત્મક રણનીતિ અપનાવી હતી. પૂર્વીય મોરચે મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવેલા સૈન્યના પરિણામે પશ્ચિમ મોરચા પર પાકિસ્તાન સાથેની આપણી લડાઈ બરાબરીની થઈ ગઇ. આપણાં વિશાળ ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે, વેસ્ટર્ન કમાન્ડમાં 11 પાયદળ વિભાગ અને એક સશસ્ત્ર વિભાગ હતો જ્યારે સધર્ન કમાન્ડમાં ફક્ત બે પાયદળ વિભાગ, એક ટોપખાના બ્રિગેડ અને બખ્તર બંધ ગાડીયોના બે વિભાગ હતા. કૈડેથ જે 1965 ના યુદ્ધમાં થલ સેના ઉપપ્રમુખ રહી ચૂકેલા હતા, તેઓ જાણતા હતા કે પાકિસ્તાન સૈન્ય આ વિસ્તારોમાંથી હુમલો કરવાની તકનો લાભ લેશે. જો 26 પહેલા યહિયા ખાને આ તરફ હુમલો કર્યો હોત તો ભારતને મોટો આંચકો લાગ્યો હોત. પરંતુ જ્યારે 3 ડિસેમ્બરે પાકિસ્તાને નવ ભારતીય એરબેઝ પર હુમલો કર્યો હતો ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. એર ચીફ માર્શલ પી.સી. લાલની સૂઝબૂઝને કારણે પાકિસ્તાન આપણાં કોઈપણ વિમાનને લક્ષ્ય બનાવી શક્યું નહીં. બસ પાકિસ્તાનની આ ભૂલને કારણે ભારતીય સેનાને પૂર્વ પાકિસ્તાનની સરહદમાં પ્રવેશવાનું બહાનું મળી ગયું જેની ભારતીય સેના રાહ જોઈ રહ્યું હતું.

વિજય દિવસ
ફોટો સોશિયલ મીડિયા

પૂર્વ મોરચે આપણી વ્યૂહરચના ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવી હતી. પરંતુ પશ્ચિમમાં આપણું ઓપરેશન થોડા હુમલાઓને બાદ કરતાં રક્ષણાત્મક રહ્યું હતું. પશ્ચિમી કમાન્ડ અને દક્ષિણી કમાન્ડ હેઠળની લોહિયાળ લડાઇમાં ઘણી સશસ્ત્ર રેજિમેન્ટ્સ, પાયદળની બટાલિયનો અને અન્ય એકમો / રચનાઓએ બેજોડ બહાદુરી દર્શાવી હતી.છંબના યુદ્ધમાં 9 હોર્સએ તવી નદીના કાંઠે દુશ્મનની 34 ટેંકોનો નાશ કર્યો હતો. બસંતર ના યુદ્ધમાં શકરગઢ સેક્ટરમાં દુશ્મનની 46 ટેંકોને નષ્ટ કરવા માટે પૂના હોર્સના બીજા લેફ્ટનન્ટ અરૂણ ક્ષેત્રપાલને મરણોત્તર પરમવીર ચક્ર અને તેમના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ હનુત સિંઘને મહાવીર ચક્ર આપવામાં આવ્યા હતા.

વિજય દિવસ
ફોટો સોશિયલ મીડિયા

આ જ વિસ્તારમાં, 1965 ના યુદ્ધમાં મહાવીર ચક્ર જીતેલા 16 આર્મર્ડ બ્રિગેડના બ્રિગેડિયર એએસ વૈદ્યે, પાકિસ્તાની આર્મર્ડ બ્રિગેડ સામેની શૌર્ય વિરતાપૂર્ણ કાર્યવાહી બદલ બીજો મહાવીર ચક્ર જીત્યો હતો. લોન્ગોવાલની લડાઇમાં જેમાં ભારતીય વાયુસેનાએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, એન્જિનિયર રેજિમેન્ટે લેન્ડમાઇન્સને સાફ કરતા અને સેના માટેનો માર્ગ સાફ કરતી વખતે તેમના સાત અધિકારીઓને ગુમાવી દીધા હતા. પોતાના મુઠ્ઠીભર સૈનિકો સાથે ટેંકોથી સજ્જ મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો સામે લડતા અને પોતાની ચોકીને સુરક્ષિત રાખવા માટે કંપની કમાન્ડર મેજર કુલદીપસિંહ ચાંદપુરીએ મહાવીર ચક્ર મેળવ્યો હતો. કારગિલ યુદ્ધ દરમિયાન, ભારતે 1965 ના યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા કબજે કરેલી તમામ પોસ્ટ્સ પર ફરીથી નિયંત્રણ મેળવ્યું, જે આજે પણ ભારતને કારગિલમાં વ્યૂહાત્મક ધાર આપે છે. જો કે 1965 ના યુદ્ધમાં પણ એરફોર્સનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ 1971 નું યુદ્ધ પહેલી લડાઇ હતું જેમાં આર્મી, એરફોર્સ અને નેવી – ત્રણેયનો ઉપયોગ શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યો હતો અને પરિણામ પાકિસ્તાન માટે વિનાશક હતું.

વિજય દિવસ
ફોટો સોશિયલ મીડિયા

જો કે વાયુ સેનાએ 1965 ની સરખામણીએ એકલા પશ્ચિમી ક્ષેત્રમાં બેવડા પ્રયાસો કર્યા હતા. જ્યારે નૌસેનાએ કરાચી બંદર પર હિંમતવાન હુમલો કરવા બદલ ચારેબાજુ થી પોતાના માટે વખાણ વાહવાહી મેળવી હતી. જોકે આપણે દુશ્મનના ફાયરિંગમાં આઈએનએસ ખુકરીને ગુમાવવું પડ્યું હતું, પણ ભારતીય નૌસેનાએ પાકિસ્તાનની સબમરીન પી.એન.એસ. ગાઝીને ડુબાડીને વિમાનવાહક આઈ.એન.એસ. વિક્રાંત માટે બંગાળની ખાડીનો આખો વિસ્તાર સુરક્ષિત કર્યો હતો. એનએસ સેખોએ વાયુસેના માટે મરણોત્તર પરમવીર ચક્ર જીત્યું જે એરફોર્સ માટે એકમાત્ર પરમ વીર ચક્ર હતું. સેખોએ તેમના સિંગલ એન્જીન જેનેટ વિમાનથી પાકિસ્તાન એરફોર્સના છ વિમાનો સામેની ડોગ ફાઈટમાં પાકિસ્તાન એરફોર્સના બે વિમાનને ઠાર માર્યા હતા અને તે પછી તેમનું વિમાન દુશ્મનના હુમલાનું નિશાન બની ગયું હતું અને તેઓ શાહિદ થયા હતા.

વિજય દિવસ
ફોટો સોશિયલ મીડિયા

પાકિસ્તાની સૈન્યની શરણાગતિ પછી, યાહ્યા ખાને જાહેરાત કરી હતી કે ભારત સાથે યુદ્ધ ચાલુ રહેશે પરંતુ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનો આવો કોઈ જ ઈરાદો નોહતો. બાંગ્લાદેશને આઝાદ કરવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું અને પશ્ચિમી સરહદો પર યુદ્ધ ચાલુ રાખવાના કારણે વધુ જાનમાલનું નુકસાન થયું હોત. તેથી તેમણે કુટનૈતિક સૂઝબૂઝ બતાવતા 17 ડિસેમ્બરે સંસદમાં જાહેરાત કરી કે ભારતીય દળોને રાત્રે 8 વાગ્યાથી લડત બંધ કરવા સૂચના આપવામાં આવી છે. કેટલાક લોકો કહે છે કે ઈન્દિરા ગાંધીએ આ નિર્ણય બાહ્ય દબાણ હેઠળ લીધો હતો. પરંતુ સેમ માણેકશો કહે છે, “હું ક્યારેય વિશ્વાસ ના કરી શકું કે કોઈ પણ દેશ ઈન્દિરા ગાંધી ઉપર દબાણ લાવી શકે.” કહોઈ પણ દેશ કે કોઈ વ્યક્તિ ઇન્દિરા ગાંધી ઓર દબાણ લાવી શકે તેવા સક્ષમ નથી. યુદ્ધમાં બહેતરીન નેતૃત્વ માટે વર્ષ 1972ના ગણતંત્ર દિવસે માણેકશોને પ્રથમ ફિલ્ડ માર્શલ તરીકે બઢતી આપવાની સાથે પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો અને સાહસ દ્રઢ ઈચ્છાશક્તિ અને પરાક્રમની છબી સમાન આઇરન લેડી ઈન્દિરા ગાંધીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત અને ઈન્દિરા ગાંધી માટે તે સૌથી ગૌરવપૂર્ણ પ્રસંગ હતો.

ક્રેડિટ : નવજીવન ડોટ કોમ પર પ્રવિણ ડાવર, પૂર્વ સૈન્યકર્મિ દ્વારમાં લખવામાં આવેલ છે.

Show More

Related Articles

Back to top button