IndiaPolitics

મધ્યપ્રદેશમાં ફરી રાજકીય ભૂકંપની તૈયારી! કમલનાથ સરકાર ફરી કરશે એન્ટ્રી! જાણો!

મધ્યપ્રદેશમાં રાજકીય ભૂકંપ ચાલુ વર્ષના માર્ચ માહિનામાં આવ્યો હતો. ગત 2018 વિધાનસભા ચૂંટણીમાં મેજોરીટી સાથે ભાજપને હરાવીને સરકાર બનાવી સત્તામાં આવેલા કમલનાથ સરકાર ચાલુ વર્ષના માર્ચ મહિનામાં કોંગ્રેસના કદાવર નેતા ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા પોતાના 22 જેટલા ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. કમલનાથ સરકાર ને વિશ્વાસમત હાંસિલ કરવા માટે સુપ્રિમકોર્ટ માંથી હુકમ થયો હતો પરંતુ વિશ્વાસમત હાંસિલ કરતાં પહેલાં જ મુખ્યમંત્રી કામલનાથ દ્વારા રાજ્યપાલને રાજીનામું સોંપી દેવામાં આવ્યું હતું. ગત માર્ચ મહિનામાં નાટકીય રીતે મુખ્યમંત્રી કમલનાથ સરકાર પડી ગઈ હતી.

મધ્યપ્રદેશ,કમલનાથ સરકાર
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ હજુ પણ કોંગ્રેસ અને કમલનાથ પાછા ફરી શકે છે. તે જોતા મધ્યપ્રદેશમાં આ મહામારીમાં પણ રાજકિય ટીકાટિપ્પણીઓ તો થઇ જ રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા રાતોરાત કોંગ્રેસ સરકાર પાડી દેવામાં આવી હતી. કોંગ્રેસ તરફી માહોલ દેખાતા કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડૂ પણ પાછા કોંગ્રેસમાં પરત ફર્યા છે. તેમજ ભાજપના પૂર્વ મંત્રી દિપક જોશી પણ નારાજ થયા સમાચાર આવતાંની સાથે જ ભાજપ મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય અને ભાજપ સાંસદ મહેન્દ્ર સોલંકી દિપક જોશીના નિવસ્થાન દેવાસ પહોંચ્યા હતા અને એલ ઇઝ વેલ કહ્યું હતું.

મધ્યપ્રદેશ, કમલનાથ, kamalnath, કમલનાથ સરકાર
ફોટો સોશિયલ મીડિયા

આટલું ઓછું હોય ત્યાં દેશના જાણીતા સમાચાર પત્ર દ્વારા મધ્યપ્રદેશમાં સૌથી મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે સાત દિવસમાં પૂરો કરવામાં આવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશની ખાલી પડેલી 24 બેઠકો પર કરવામાં આવ્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું હતું કે, આગામી પેટા ચૂંટણીમાં ખાલી પડેલી 24 બેઠકો પર તમે કોના પક્ષમાં છો? જેના જવબમાં કુલ બે લાખ દસ હજાર લોકોના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતાં. જેમાં સૌથી વધારે 1 લાખ 13 હજાર (54%) લોકોએ કોંગ્રેસના પક્ષમાં અને 97 હજાર (46%) લોકોએ ભાજપના પક્ષમાં જવાબ આપ્યા હતા. જાણીતા સમાચાર પત્રના સર્વેના પરિણામ બાદ રાજ્યમાં રાજકીય ગરમાંગરમી વધી જવા પામી છે.

મધ્યપ્રદેશ, કમલનાથ, kamalnath, કમલનાથ સરકાર
ફોટો સોશિયલ મીડિયા

સમાચાર પત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે બાબતે કોંગ્રેસના પૂર્વ કેબિનેટ મંત્રીઓ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યા છે. સજ્જનસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પરિણામ આવી રહ્યા છે, મધ્યપ્રદેશમાં ફરીથી આવશે કોંગ્રેસ સરકાર. ત્યારે જીતુ પટવારી દ્વારા પણ આ બાબતે નિવેદન આપવામાં આવ્યું હતું કે, મધ્યપ્રદેશનું મન સ્પષ્ટ છે પરંતુ એ પહેલાં જરુરી છે કે આપણે સૌ સાથે મળીને કોરોના સામે જંગ જીતીએ. તો કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પણ આ બાબતે જણાવવામાં આવ્યું હતું કે સર્વે પરથી સ્પષ્ટ છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની વાપસી થાય છે, જનતા કોંગ્રેસ સાથે છે.

કમલનાથ, kamalnath,કમલનાથ સરકાર
ફોટો સોશિયલ મીડિયા

બીજી તરફ મધ્યપ્રદેશમાં વંડી કુદવાનું ચાલુ જ છે. 2018ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડૂ કોંગ્રેસમાં પાછા ફર્યા છે અને જણાવ્યું હતું કે, જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા પ્રતાડીત કરવાના કારણે તેઓ ભાજપમાં ગયા હતા. જણાવી દઈએ કે પ્રેમચંદ ગુડ્ડૂ પોતાના મત વિસ્તારમાં જબરદસ્ત પ્રભુત્વ ધરાવે છે અને તેમનું પાછા ફરવું એ ભાજપ માટે ખતરાના ઘંટ સમાન છે. બીજી તરફ કોંગ્રેસ માંથી ભાજપમાં 22 ધારાસભ્યો આવવાના કારણે ભાજપના નેતાઓમાં પણ અંદરખાને અનબન ચાલી રહી છે. પેટા ચૂંટણી પહેલા મોટી રાજકીય હલચલ થાય તો નવાઈ નહીં.

મધ્યપ્રદેશ, કમલનાથ, kamalnath, કમલનાથ સરકાર
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં પહેલાની કોંગ્રેસ સરકારમાં સિંધિયા સમર્થક ધારાસભ્યો નાટકીય રીતે ભાજપમાં ભળી જતાં ચાલું વર્ષના માર્ચ મહિનામાં કોંગ્રેસ સરકાર પડી ગઈ હતી અને શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ફરીથી રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેવામાં આવ્યા હતાં. પરંતુ આ સાથે 24 જેટલી બેઠકો ખાલી થઈ ગઈ હતી જેના પર પેટા ચૂંટણી યોજાવાની છે. અને જો આ જાણીતા સમાચાર પત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે જેવા જ પરિણામ આવે તો મધ્યપ્રદેશમાં એકવાર ફરીથી કમલનાથ સરકાર વાપસી કરી શકે છે. અને ભાજપને ફરીથી સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે.

અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!