BusinessIndiaTech & Gadgets

TikTok પર બેન બાદ આ મોટી કંપનીની જાહેરાત TikTok કરતાં પણ સારું પ્લેટફોર્મ પુરૂ પાડશે!

ભારત સરકાર દ્વારા 59 જેટલી ચાઇનીઝ એપ પાર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ખૂબ જ ઝડપથી લોકોમાં ફેવરિટ બનેલું TikTok પણ શામેલ છે. તો આ ચાઇનીઝ એપ દ્વારા કેટલાક લોકો રોજગારી પણ કમાતા હતા તો કેટલાક રાતોરાત સ્ટાર બની ગયા હતા. અને એવા પણ ઉદાહરણ છે કે કેટલાક લોકોને T Series જેવી મોટી કંપનીઓ સાથે નો કોન્ટ્રાકટ મળી ગયો. તો કેટલાક લોકોએ આ માધ્યમનો નેગેટિવ ઉપયોગ પણ કર્યાના દાખલાઓ છે. પરંતુ ભારતમાં TikTok બેન થવાની સાથે અનેક કંપનીઓને આશા જાગી છે TikTok ના યુઝર્સને પોતાની તરફ વાળવાની. TikTok પર જોતજોતામાં અઢળક યુઝર્સ થઈ ગયા હતા ફેસબુકને પણ પાછળ પાડી દીધું હતું.

TikTok, Youtube, facebook, Instagram, twitter
ફોટો સોશિયલ મીડિયા

હવે ભારતમાં TikTok બેન થઈ ગયું છે અને તેના કરોડોની સંખ્યામાં યુઝર્સ હતાં જેનો ટ્રાફિક પોતાની તરફ વાળવા માટે મોટી મોટી કંપનીઓ નવા આઈડિયા સાથે મેદાને આવી રહ્યા છે. બીજી અનેક કંપનીઓ પણ આ પ્રકારની એપ લાવવાની કોશિશ કરી રહ્યા છે. ફેસબુક, ઈસ્ટાગ્રામ બંને એપ્લિકેશન શોર્ટ વીડિયો અને અન્ય નવા ફીચર્સ સાથે TikTok ને ખાસ્સી એવી ટક્કર આપી રહ્યા છે. તો હાલમાં TikTok નો ટ્રાફિક ઇન્સ્ટાગ્રામ પર ડાયવર્ટ થઈ રહ્યો છે પરંતુ થોડા સમય માટે જ એવું કહીએ તો પણ નવાઈ નહીં. હવે આ જંગમાં Youtube પણ ઉતરી ગયું છે. Youtube દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

TikTok, Youtube, facebook, Instagram, twitter
ફોટો સોશિયલ મીડિયા

TikTok ની ભારત માંથી વિદાય બાદ Youtube ને ભાવતું હતું ને વૈદે કીધું જેવું થયું. Youtube ટીમ એક નવા ફિચર પર કામ કરી રહ્યા છે અથવાતો એમ કહીએ કે એક નવા ફીચરનો ટેસ્ટ કરી રહ્યા છે. જે આબેહૂબ TikTok જેવું નહીં હોય પરંતુ કંપનીના સોર્સનું માનીએ તો TikTok કરતા પણ સારું હશે. આ ફીચરના માધ્યમથી યુઝર્સ 15 સેકન્ડનો વીડિયો રેકોર્ડ કરી શકે છે. જેમાં અવનવા ફિલ્ટર્સ પણ હશે. Youtube મલ્ટિ સેગ્મેન્ટ વીડિયો ફીચરથી યુઝર્સને શોર્ટ વીડિયો રેકોર્ડ કરવાનું ઓપ્શન આપશે. હાલમાં તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ તેને લોન્ચ કરવામાં આવશે.

TikTok, Youtube, facebook, Instagram, twitter
ફોટો સોશિયલ મીડિયા

Youtube નું આ મલ્ટિ સેગમેન્ટ વિડિઓ ફીચર દ્વારા યુઝર ડાયરેક્ટ મોબાઇલ એપ્લિકેશનથી મલ્ટિપલ વિડીયો ક્લિપ રેકોર્ડ કરી શકશે અને તેને એક પુશ થી પીસ્ટ પણ કરી શકશે. Youtube દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કંપની નિર્માતાઓ માટે નવી અને સરળ રીતનું ટેસ્ટિંગ કરી રહી છે. આનાથી તે મલ્ટિપલ વિડીયો ક્લિપ સરળતાથી જ રેકોર્ડ કરીને એક વિડિયો હેઠળ સરળતાથી અપલોડ કરી શકશે. અને આ તમામ કામ મોબાઈલ એપથી જ થશે. જે ટૂંક સમયમાં લોકો સમક્ષ આવી જશે. આ ફીચર Youtube ને એક અલગ જ લુક આપશે. હાલમાં Youtube ની વાતો પર વિશ્વાસ કરીએ તો Youtube નું આ ફીચર TikTok કરતા એકદમ અલગ પરંતુ TikTokની ગરજ સારે એવું હશે.

TikTok, Youtube, facebook, Instagram, twitter
ફોટો સોશિયલ મીડિયા

વધુમાં Youtube દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ફીચર માટે યૂઝર દ્વારા મોબાઇલ અપલોડ ફ્લોમાં ક્રિએટ અ વિડિયો પર ક્લિક કરવાનું રહેશે. અહીં રેકોર્ડિંગ ટેપ અને હોલ્ડ બટનથી શરૂ થશે અને પ્રથમ ક્લિપ રેકોર્ડ કરવામાં આવશે. આ પછી બટન રીલિઝ કરીને અન્ય રેકોર્ડિંગ સ્ટોપ કરવાનું છે. આ રીતે રીપિટ કરીને સતત તમે 15-15 સેકંડની વિડિઓઝ બનાવી શકો છો. કંપની મુજબ જો યુઝર્સ લાંબા વીડિયો અપલોડ કરવા ઈચ્છે છે તો તેને સીધા જ ગેલેરીમાંથી પણ અપલોડ કરી શકશે. હાલમાં લોકો શોર્ટ વિડીયો માટે TikTok બાદ ઇસ્ટાગ્રામ પાર શિફ્ટ થઈ રહ્યા છે તે જોતા Youtube દ્વારા આ ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જેનાથી શોર્ટ વિડીયો ક્રિએટર્સ પણ Youtube તરફ આકર્ષાય.

TikTok, Youtube, facebook, Instagram, twitter
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, TikTokના લાખો કરોડો યુઝર્સ હતાં જે હવે TikTok જેવું જ કોઈ પ્લેટફોર્મ શોધી રહ્યા છે. ભારતનું માર્કેટ ખૂબ જ વિશાળ છે. ફેસબુક, ઇસ્ટાગ્રામ, ટ્વિટર જેવી કંપનીઓ જબરદસ્ત રીતે કબજો જમાવીને બેઠેલી જેને TikTok એ ખૂબ જ ઓછા સમયમાં પછાડીને સૌથી વધારે લોકપ્રિય બની ગયું હતું પરંતુ હવે TikTok ની વિદાય બાદ ભારતના લોકોને કઈંક નવું અને જબરદસ્ત પૂરું પાડવા માટે Youtube મેદાને છે. જોકે વર્ષ 2019 ના આંકડા પ્રમાણે 265 મિલિયન ભારતીય યુઝર્સ Youtube પર મંથલી એક્ટિવ છે. 1200 જેટલી ભારતીય ચેનલો છે જેમના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા પણ 2019માં એક મિલિયન પાર પહોંચી ગઈ છે. આ જોતા Youtube માટે ખુબજ આસાન છે TikTokનો તમામ ટ્રાફિક પોતાની તરફ વાળીને એક્ટિવ કરવો.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button