GujaratIndiaSocial Media Buzz

મુખ્યમંત્રી રૂપાણી નું “મને ખબર નથી” સમગ્ર ભારતમાં થઇ રહ્યું છે ટ્રેન્ડ!

સમગ્ર અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવી રહ્યો છે ત્યારે બીજી તરફ સુરત માં આ કેસો ઝડપભેર વધી રહ્યા છે. કોરોના સંક્રમણ માટે સુરત અમદાવાદ બાદ બીજા નંબરનું હોટસ્પોટ બની ગયું છે. સમગ્ર ગુજરાતમાં વિપક્ષ સાથે કેટલાક પત્રકારો પણ કોરોના સંક્રમણના કેસો બાબતે મુખ્યમંત્રી રૂપાણી સરકાર કશું છુપાવી રહી છે ના આરોપ લગાવી ચુક્યા છે અને આ બાબતે અનેકવાર સરકારને સવાલો કરવામાં આવ્યા છે પરંતુ સરકાર દ્વારા કોઈને કોઈ રીતે આ સવાલોના જવાબ આપવાના ટાળવામાં આવી રહ્યા છે તો આડો અવળો જવાબ આપવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી રૂપાણી, પેટા ચૂંટણી, ગુજરાત રાજ્યસભા, વિજય નેહરા, લોકડાઉન 4, રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

પહેલા ટેસ્ટિંગ બાબતે મુખ્યમંત્રી રૂપાણી સામે અનેક સવાલો થતાં હતાં. અને ટેસ્ટિંગ વધારવા માટે વિપક્ષ દ્વારા પ્રેશર પણ કરવામાં આવતું હતું. તેમજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રૂપાણી સરકાર સામે લાલ આંખ કરવામાં આવી હતી. તો સિવિલ હોસ્પિટલમાં ચોખ્ખાઈ અને આરોગ્ય સેવાઓ બાબતે પણ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને ખખડાવવામાં આવી હતી. રૂપાણી સરકાર કોરોના મહામારીમાં અસરકારક પગલાં ભરવામાં નાકામયાબ થઈ છે તેવા વિપક્ષના વેધક આરોપોને હાઇકોર્ટની ટકોર બાદ વેગ મળ્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણી, ગુજરાત, ગુજરાત રાજ્યસભા, વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner,રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

તો જાગૃત જનતા પણ પોતાને સરકારી હોસ્પિટલમાં થતી અસુવિધા અને અસંવેદનશીલ સરકારી તંત્રની પોલ ખોલતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને સરકારને ચાર રસ્તે નગ્ન કરી રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી સરકાર કહેવાતા વેન્ટિલેટર ધમણને લઈને પણ જબરદસ્ત કોન્ટ્રોવર્સીમાં ગરકાવ થઈ ગઈ છે. બીજીતરફ જનતાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ આક્રમક બની ગઈ છે. કોંગ્રેસ દ્વારા ધમણ વેન્ટિલેટરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તેમજ 50 રૂપિયાના માસ્કના 200 રૂપિયા આપીને સામાન્ય જનતા લૂંટાઈ રહી છે તેવા આરોપો લગાવ્યા હતા ત્યારે સરકાર દ્વારા માસ્ક ન્યૂનતમ ભાવે મળશેની જાહેરાત કરવામાં આવી હતી.

આ તમામ વચ્ચે સુરતમાં કોરોના સંક્રમણ વધતા મુખ્યમંત્રી રૂપાણી સુરત મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે એક પત્રકાર દ્વારા તેમને પુછવામાં આવતા સવાલ બાબતે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આપવામાં આવેલ જવાબ સમગ્ર ભારતમાં ટ્રેંડ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આપવામાં આવેલ જવાબ #મને_ખબર_નથી ટ્વિટર પર ટોપ ટેન માં આવી ગયો છે. આ બાબતે લોકો દ્વારા હજારો ટ્વિટ થઈ ગઈ છે. તો કેટલાક ટીખળ યુઝરો દ્વારા કટાક્ષપૂર્ણ કાર્ટૂન પણ બનાવવામાં આવ્યા છે. તો કેટલાક યૂઝર દ્વારા મુખ્યમંત્રીને ગંભીર સવાલો પણ પૂછવામાં આવ્યા છે.

સુરતમાં પત્રકાર પરિષદ સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીને એક પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે, કોરોના પોઝિટિવ કેસોની બાબતે વાત કરીએ તો ગઈ કાલે જિલ્લામાં 58 કેસો આવ્યા હતાં પરંતુ જયંતિ રવિ દ્વારા 14 કેસો જ બતાવવામાં આવ્યા છે આવું કેમ? આ બાબતે મુખ્યમંત્રી દ્વારા કોઈ પણ જવાબ આપવમાં આવ્યો નહીં અને કહ્યું કે મને ખબર નથી. એટલે કે સવાલને ટાળવામાં આવ્યો અને આગળના સવાલ પર આગળ વધ્યા. હવે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી રૂપાણીના આ #મને_ખબર_નથી જવાબ બાબતેનો વિડીયો વાઈરલ થઈ ગયો છે અને લોકો તેની મઝા લઇ રહ્યા છે. જે હાલમાં સોશિયલ મીડિયામાં ટોપમાં ટ્રેન્ડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!