IndiaPolitics

જાદુગરના કમાલે બચાવી રાજસ્થાન કોંગ્રેસ સરકાર! ગુજરાતમાં પણ બતાવેલો કમાલ! જાણો!

રાજસ્થાન માં સત્તા માટે સંગ્રામ રમાઈ રહ્યો છે ત્યારે આ લડાઈ હવે ચરમ સીમા પર આવી ગઈ છે. રાજસ્થાનમાં આ લડાઈ હવે મુખ્યમંત્રી બનામ ઉપમુખ્યમંત્રી થઈ ગઈ છે. એટલે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ બંને અમને સામને આવી ગયા છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના 22 જેટલા ધારાસભ્યોને લઈને ભાજપમાં જોડાઈ જતાં 15 વર્ષના વનવાસ બાદ રાજ્યમાં પાછી ફરેલી કોંગ્રેસની કમલનાથ સરકાર પડી ગઈ હતી અને ભાજપની શિવરાજ સરકારે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બસ આવો જ ઘાટ રાજસ્થાનમાં સર્જાઈ રહ્યો છે. રાજસ્થાન કોંગ્રેસમાં ધરતીકંપ સર્જાઈ રહ્યો છે.

કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન
ફોટો સોશિયલ મીડિયા

ગઈ કાલે આવેલા સમાચાર મુજબ સચિન પાઇલોટના સમર્થનમાં 30 જેટલા ધારાસભ્યો છે અને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર અલ્પમતમાં છે. ત્યારબાદ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું પતન થશે તેવા સમાચારો વહેતા થઈ ગયા હતા. અને કોંગ્રેસ મોવડી મંડળ ધંધે લાગી ગયું હતું. રાજસ્થાનમાં મધ્યપ્રદેશ વાળી થાય તે પહેલાં હાઈકમાન્ડ જાગી ગયું અને રાતોરાત કોંગ્રેસ દ્વારા નેતાઓને રાજસ્થાન મોકલીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ગઈ કાલે વાતો તો એવી પણ વહેતી થઈ હતી કે આજે સવારે સચિન પાઇલોટ ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાઈ જશે. પરંતુ મોડી રાત્રે પાઇલોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે ભાજપમાં જોડાશે નહીં.

કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન
ફોટો સોશિયલ મીડિયા

તમામ ન્યુઝ મીડિયામાં રાજસ્થાન સરકાર પર સંકટના વાદળો અને સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા વગર પડી જશે તેવી વાતો વહેતી થઈ ગઈ હતી. પરંતુ જાદુગરના કમાલે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પડતાં પડતાં બચાવી લીધી છે. અને આ જાદુગર બીજું કોઈ નહીં પરંતુ અશોક ગેહલોત જ છે. આજે અશોક ગેહલોત દ્વારા એક વ્હિપ જાહેર કરવામાં આવ્યો હતો અને તમામ ધારાસભ્યોને ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું જેમાં 106 કરતાં વધારે ધારાસભ્યો હજાર રહ્યા હતાં એટલે સરકાર અલ્પમતમાં નથી અને હાલમાં સરકારને કોઈ ખતરો નથી. બીજી તરફ પ્રિયંકા ગાંધી એક્ટિવ થઈ ગયા છે અને સચિન પાયલોટ સાથે ડાયરેકટ વતચીત કરી રહ્યા છે.

કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન, અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

અશોક ગેહલોત કુશળ રાજનીતિકાર છે અને તેઓને જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અશોક ગેહલોતના પિતા બાબુ લક્ષ્મણસિંહ દક્ષ એક પ્રખ્યાત જાદુગર હતા. જેમણે તેમના જાદુઈ શો દેશભરમાં કર્યા હતા. બાળપણના દિવસોમાં અશોક ગેહલોત પણ તેમના પિતા સાથે સહાયક જાદુગર તરીકે પ્રવાસ કરતા હતા અને જાદુઈ યુક્તિઓ કરી બતાવતાં હતા. થોડા વર્ષો પહેલા અશોક ગેહલોત દ્વારા આ બાબતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “જો હું રાજકારણમાં ન આવ્યો હોત તો હું આજે જાદુગર હોત. હું હંમેશાં સામાજિક કાર્ય અને જાદુઈ યુક્તિઓ શીખવાનું પસંદ કરતો હતો. ભવિષ્યમાં મને જાદુગર બનવાની તક નહીં મળે પરંતુ જાદુ હજી પણ મારા આત્મામાં છે.”

અશોક ગેહલોત, રાજસ્થાન
ફોટો: સોસીયલ મીડિયા

અશોક ગેહલોત દ્વારા આવો જ જાદુ ગુજરાતમાં પણ કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં ચૂંટણી 2017માં અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા અને તેમની રાજનૈતિક સૂઝબૂઝ અને રણનીતિ ને કારણે છેલ્લા 15-20 વર્ષમાં કોંગ્રેસ સૌથી વધારે બેઠક જીતી અને આટલાં વર્ષોમાં ભાજપ પહેલી વાર બે આંકડામાં સમાઈ ગઈ હતી. ત્યારથી અશોક ગેહલોત ભાજપને વધારે ખટકતા હતા. રાજસ્થાનમાં અશોક ગેહલોતના માસ્ટર પ્લાન ના કારણે સરકાર પડતાં પડતા બચી ગઈ અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું. અશોક ગેહલોતને શોધીને રાજકારણમાં લાવનારા ખુદ ઇન્દિરા ગાંધી હતા. કોંગ્રેસમાં અશોક ગેહલોતને ગાંધી પરિવારના નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે.

રાજસ્થાન, અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, કેટલાક પત્રકાર અને અમુક મીડિયા દ્વારા સચિન પાયલોટના ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા કરવામાં આવ્યા હતા પરંતુ રાહુલ ગાંધીના ખાસ મિત્ર ગણવામાં આવતાં સચિન પાયલોટ દ્વારા આ બાબતે ખુલાસો કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. આ સાથે જ ભાજપ ખેમામાં નિરાશા છવાઈ ગઈ હતી અને ભાજપના મુખે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. બીજીતરફ અશોક ગેહલોત દ્વારા તમામ ધારાસભ્યોની પરેડ કરાવીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું અને ભાજપ તેમજ ગેહલોત વિરોધીઓને કડક જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button