GujaratPolitics

ગુજરાત ભાજપ ત્રણ ફાડીયામાં વહેંચાયું? આયાતીઓનો જમાવડો ભાઉની નારાજગી?

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાયા બાદથી ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. સી.આર.પાટીલ નો સૌરાષ્ટ્ર પ્રવાસ ખૂબ ચર્ચાસ્પદ રહ્યો કેટલાય વિવાદો પણ સામે આવ્યા. મુખ્યમંત્રીના નજીકના ગણવામાં આવતા અને રાજકોટથી ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ સાથેની જાહેરમાં થયેલી અનબનનો વીડિયો સમગ્ર ગુજરાતમાં વાયુ વેગે વાઈરલ થઈ ગયો હતો. તો બીજી તરફ કોરોના મહામારીમાં સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન પણ એક ચર્ચાનો વિષય રહ્યો હતો.

ગુજરાત ભાજપ, ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

આટલું ઓછું હોય ત્યાં સી.આર.પાટીલના ભાષણો પણ વાઈરલ થઈ રહ્યા હતા. જેમાં તેઓ ભાજપમાં આવેલા આયાતી નેતાઓને રીતસર ભાંડતાં હોય તેવું લાગતું હતું. ભાજપના કાર્યકરોને ઉત્સાહિત કરવાના ચક્કરમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ધારાસભ્યોને આડકતરી રીતે રોકડું પરખાવતા કહી દીધું હતું કે ભાજપને જીતવા માટે આયાતી કોંગ્રેસના નેતાઓની જરૂર નથી ભાજપના કાર્યકરોઅને નેતાઓ સક્ષમ છે. ગુજરાત ભાજપ પ્રમુખ પાટીલ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે હવે કોઈ કોંગ્રેસના નેતાને ભાજપમાં લેવામાં આવશે નહીં.

કોંગ્રેસ, ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

કરણ કે ગુજરાત ભાજપ પ્રમુખ પરિસ્થિતિને સમજી ગયા છે. હાલમાં જોવા જઈએ તો ગુજરાત ભાજપ માં કોંગ્રેસના આયાતી કાર્યકર્તાઓ નેતાઓ ધારાસભ્યોનો જમાવડો છે અને આ નેતાઓને કોંગ્રેસ માંથી ભાજપમાં લાવવા માટે ટીકીટના વચન આપીને ભાજપના ખેસ પહેરાવાયા હતાં. હવે એવામાં ભાજપના વર્ષોથી વફાદાર કાર્યકરોને મહેનતનું ફળ ન મળતા ભાજપમાં જ ત્રણ ફાળ પડી ગઈ હોવાનું જાણવા મળે છે. આ ત્રણ ફાડમાં એક તો વર્ષોથી ભાજપના વફાદાર કાર્યકરો છે, બીજી તરફ દિલ્હી હાઈકમાન્ડના આદેશથી સત્તારૂઢ થતા નેતાઓ અને એમના વ્હાલાદવલાઓ અને ત્રીજી તરફ આયાતી નેતાઓ મતલબ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ.

ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતમાં વર્ષ 2017ની ચૂંટણી પછી કોંગ્રેસ મજબૂત થતી ગઇ છે કારણ કે એક પછી એક ગ્રૂપ તૂટતા ગયા અને અને પક્ષની કમાન સક્ષમ મજબૂત અને જમીનથી જોડાયેલા નેતાઓના હાથમાં આવી ગઈ. છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ પાર્ટીની હાલની સ્થિતિ સૌથી મજબૂત છે. જ્યારે ભાજપમાં આયાતીઓનો જમાવડો થતો જઇ રહ્યો છે. જે નેતાઓ કોંગ્રેસમાં તોફાન કરતાં હતાં તે નેતાઓ હવે ભાજપમાં છે એટલે સ્વાભાવિક છે ભાજપમાં પણ એ સીધા રહેવાના નથી તોફાન તો થવાનું જ છે. જે આજે નહીં તો કાલે બહાર આવવાનું જ છે.

ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ગુજરાત, રાજ્યસભા, ધમણ, રૂપાણી સરકાર, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના મહામારી, congress, rajya sabha, gujarat
ફોટો સોશિયલ મીડિયા

તાજેતરમાં જ યોજાયેલી નગરપાલિકા ચુંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી છ જેટલી નગરપાલિકા આંચકી લીધી પરિણામે ભાજપે સમગ્ર ગુજરાતમાંથી બળવો કરનારા 38 જેટલા સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપનો અંદરોઅંદરનો વિખવાદ હવે ધીમે ધીમે સામે આવી રહ્યો છે. જેમાં સહકારી મંડળીઓમાં ભાજપમાં અંદરો અંદર ચાલી રહેલા વિખવાદનું જીવંત ઉદાહરણ બહુચરાજી APMCમાં જોવા મળ્યું છે. ઇતિહાસમાં પ્રથમ વખત બહુચરાજી APMCની ચૂંટણી યોજાશે. એટલું જ નહીં આ ચૂંટણીમાં ભાજપના જ બંને જૂથ આમનેસામને છે. પૂર્વ ગૃહમંત્રી રજની પટેલનું જૂથ સામે વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઇ પટેલનું જૂથ આમને સામને છે.

ગુજરાત ભાજપ, ભાજપમાં ભંગાણ
ફોટો સોશિયલ મીડિયા

હાલમાં ગુજરાત ભાજપ પ્રમુખ માટે કાર્યકરો વચ્ચે એકતા અને તમને એકજુટ રાખવાનું સૌથી અઘરું કામ છે. આવી પરિસ્થિતિ કોંગ્રેસની વર્ષો પહેલા હતી જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી. હવે ભાજપમાં એજ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ માટે આ સુધી અઘરું કામ છે કાર્યકરોને એકસાથે લઈને ચાલવું. કારણ કે આગામી દિવસોમાં 230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયત, 56 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં જો ભાજપ એક જુટ ના થાય તો ગુજરાત ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય તેમ છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button