GujaratPolitics

પાટીદાર ક્રાંતિ દિવસે હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! યુવાનોને કર્યું આહવાન…જાણો!

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના યુવા નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા પાટીદાર ક્રાંતિ દિવસ નિમિત્તે એક જાહેરાત કરવામાં આવી છે. કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે હાર્દિક પટેલ દ્વારા યુવાનોને આહવાન કરતા એક જાહેરાત સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવી છે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ દ્વારા ગઈકાલે અતિવૃષ્ટિ અને પુરની પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોની મદદ કરવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું. તો આજે હાર્દિક પટેલ દ્વારા ગુજરાતનો વિકાસ એટલે માત્ર અમદાવાદ ગાંધીનગરનું વિકાસ નહીં પરંતુ ગુજરાતના સમગ્ર 18000 ગામડાઓનો વિકાસ કહ્યું હતું.

સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat, હાર્દિક, hardik patel, હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

વધુમાં હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “પાટીદાર ક્રાંતિ દિવસ ના સૌ પાટીદારને જય સરદાર. હું જય સરદાર બોલીશ તમારે ૧૧ વાર જય સરદાર બોલવાનું છે, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર. આ જય સરદારનો નારો અધિકારની લડાઈને જુસ્સો અપાવતો હતો.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

આંદોલન થયું, ન્યાય મળ્યો, નિર્દોષ યુવાનો શહીદ થયા, ગુજરાત નો યુવાન જાગૃત થયો અને મારા ઉપર ૩૨ ખોટા કેસ થયા. આ આંદોલનમાં મને મારી ચિંતા જ ન હતી એક જ ઉદ્દેશ હતો કે સમાજના ગરીબ યુવાનોને શિક્ષણ અને સરકારી નોકરીમાં લાભ મળવો જોઈએ. આજે હું ખુશ છું કેમ કે ફક્ત પાટીદાર જ નહિ પરંતુ તમામ સમાજના લોકોને પાટીદાર આંદોલન થી મળેલ યોજનાઓના લાભ મળી રહ્યા છે.”

આ સાથે સાથે હાર્દિક પટેલ દ્વારા ફેસબુક લાઈવના માધ્યમ દ્વારા હજારો લોકોને સંબોધન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે 25 ઓગસ્ટ પાટીદાર ક્રાંતિ દિવસના દિવસે સાથ આપનાર તમામ યુવાનોને હું નતમસ્તક વંદન કરું છે. અને આવતી કાલે પાટીદાર શહિદ દિવસ તરીકે ઉજવીએ છીએ અને આ દિવસે જે પાટીદાર યુવાનો શહીદ થયા હતા તેમને યાદ કરીએ છીએ અને એમના આત્માની શાંતિ મળે એટલે હું પાટીદાર યુવાનોને વિનંતી કરું છું તેમજ જે પણ યુવાનોને આ આંદોલનથી ફાયદો થયો છે તે દરેક યુવાનો પોતાના ત્યાં સાંજે 6:30 વાગે આવતીકાલે દીવો કરીને તેમને શ્રદ્ધાંજલિ આપજો એવી જ મારી વિનંતી.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!