GujaratPoliticsRajkot

હાર્દિક પટેલ આવી રીતે પાડ્યું પાટીલની ગેરહાજરીમાં મુખ્યમંત્રીના ગઢમાં ગાબડું! જાણો

ભાજપ અધ્યક્ષ પાલનપુરમાં રોડશો માં વ્યસ્ત રહ્યા ત્યાં હાર્દિક પટેલે રાજકોટ માં કર્યું મોટું ઓપરેશન. સીઆર પાટીલ જ્યારથી ભાજપ અધ્યક્ષ બન્યા છે ત્યારથી તેમની મુશ્કેલીઓ વધતી જ જાય છે. ગુજરાત ભાજપ માટે હાલ કપરો સમય છે. ભાજપમાં એક સંઘે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. નગરપાલિકામાં એક પછી એક હારનો સામનો અને 38 જેટલા સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ સીઆર પાટીલને આજે બીજો મોટો ઝાટકો લાગ્યો છે. અને આ ઝાટકો આપ્યો છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલે. હાર્દિક પટેલ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. સીઆર પાટીલ આજે પાલનપુર પ્રવાસે છે ત્યારે તેમના નાક નીચે કોંગ્રેસ નેતા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું છે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તા પર મસમોટા ગાબડા જોયા બાદ હવે ભાજપમાં પણ ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. એક બાદ એક નગરપાલિકાઓમાં સત્તા ગુમાવ્યા બાદ હવે ગુજરાત ભાજપ અધ્યક્ષ માટે માઠા સમાચાર સૌરાષ્ટ્ર માંથી જ આવી રહ્યા છે જ્યાંથી તેમણે તેમની ગુજરાત ભ્રમણની યાત્રા શરૂ કરી હતી. હજુ હમણાંજ ગુજરાત ભાજપ અધ્યક્ષ તેમની સૌરાષ્ટ્ર યાત્રા પૂર્ણ કરીને આવ્યા છે ત્યારબાદ તરત જ ભાજપ કાર્યકરોનો કોંગ્રેસમાં જોડાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને એ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પોતાના હોમટાઉન રાજકોટથી.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં જ ભાજપને પછાડવાની રણનીતિ બનવવામાં આવી હતી. રાજકોટ ભાજપના વર્તમાન કોર્પોરેટરને કોંગ્રેસમાં જોડીને હાર્દિક પટેલ દ્વારા ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર દક્ષાબેન ભેસાણિયા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ નજીકમાં છે ત્યારે ભાજપ માટે આ સમાચાર અને એ પણ મુખ્યમંત્રીના હોમટાઉનથીએ ચિંતાનો વિષય બન્યો છે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

જાણવી દઈએ કે, આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટની મુલાકાતે છે અને તેમની હાજરીમાં દક્ષાબેન ભેસાણિયા જે રાજકોટના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર છે તેમણે ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. હાર્દિક પટેલની હાજરીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓ પણ જોડાયા હતાં જે સ્પષ્ટ કરે છે કે રાજકોટ ભાજપમાં નારાજગી છે. હાર્દિક પટેલની હાજરીમાં આજે રાજકોટમાં સર્વ સમાવેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સામાજીક આગેવાન ચાંદની પટેલ, માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિયેશનના અતુલ કાનાણી પણ કોંગ્રેસમાં જોડાયા હતાં.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ દ્વારા એવા સમયે ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરને કોંગ્રેસમાં સમાવવામાં આવ્યા છે જ્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ પાલનપુરમાં રેલીઓ કરી રહ્યા છે. સીઆર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા કોરોના ગાઈડલાઈન ના ઉલ્લંઘન અને કાર્યકરોની નારાજગી જેવા મુદ્દાઓના કારણે આમ પણ ચર્ચાસ્પદ રહી હતી અને હવે તેમની યાત્રા પુર્ણ થયા બાદ પણ ભાજપના કાર્યકરો, કોર્પોરેટર, સામાજિક આગેવાનો, માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિયેશનના લોકો કોંગ્રેસમાં જોડાઈ જતા વધારે વિવાદ જામ્યો છે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button