IndiaPolitics

મણિપુર બાદ આ રાજ્યમાં ભાજપ સરકાર ડામાડોળ! મંત્રી થયા બાગી આપી ધમકી!

હરક સિંહ રાવતે ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે, 23 મે બાદ ઉત્તરાખંડની ભાજપ સરકાર પડી શકે છે. ઉત્તરાખંડની ભાજપ સરકારમાં સૌથી દબંગ કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતે પહાડોના જંગલમાં આગના બહાને રાજ્યની ત્રિવેન્દ્ર સિંહ ભાજપ સરકાર વિરુદ્ધ બગાવતી બીગુલ ફૂંકયું છે. તેમની અનુમતિ વગર વન અધિકારીઓને ઇંગ્લેન્ડ યાત્રા પર જવાની મુખ્યમંત્રીની આજ્ઞાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

ભાજપ સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

હરક સિંહના બગાવતી તેવર એવા સમયે સામે આવ્યા છે જ્યારે 23મી મેના દિવસે આખાય દેશની સાથે સાથે ઉત્તરાખંડની પાંચ લોકસભા સીટો પર પણ ચુંટણીનું પરિણામ આવવાનું છે. બે વર્ષ જૂની ઉત્તરાખંડની ભાજપ સરકાર સંખ્યાબળ પ્રમાણે પ્રચંડ બહુમતમાં છે.

ભાજપ સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

છેલ્લા એક વર્ષથી ભાજપનું આજ ભારે બહુમત વાળું સંખ્યાબળ માથાના દુખાવા સમાન બન્યું છે. એનું એક કારણ રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનું પોતાના મંત્રીઓ અને ધારાસભ્યો પ્રતિ એકદમ નકારાત્મક અભિગમ છે. બીજી તરફ સ્થાનિક મુદ્દા અને ભારે ભ્રષ્ટાચાર અને બેલગામ નોકરશાહી. પર્વતીય ક્ષેત્રોમાં ભારે પલાયનના મૌલિક પ્રશ્નો પર કોઈ કારગર પગલાં ભરવાની જગ્યાએ લીપાપોતી કરવામાં વ્યસ્ત છે.

ભાજપ સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપના સરકારના મંત્રી હરક સિંહના બગાવતી તેવરોના કારણે ઉત્તરાખંડ ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.  એવું માનવામાં આવે છે કે 23 મેના રોજ લોકસભા ચુંટણી પરિણામો બાદ રાજ્યમાં સત્તા પરિવર્તન એટલે કે મુખ્યમંત્રી બદલવાની કવાયત અત્યારથી જ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપના જ નારાજ ધારાસભ્યોની સંખ્યા 21 પહોંચી ગઈ છે. 57 જેટલી ભારે બહુમતી વાળી સરકારમાં ઓછામાં ઓછા આટલા ધારાસભ્યો સાથે આવે તો ભાજપ સરકાર લઘુમતીમાં આવી જાય તેમ છે. કારણ કે ભાજપની રાજ્ય સરકાર દિલ્હીની રાજગાદીના રાહમોકરમ પર છે. ભાજપમાં એક ચર્ચા એ પણ છે કે જો કેન્દ્રમાં મોદી સરકારની વાપસી નઈ થાય તો ઉત્તરાખંડની ભાજપ સરકાર સૌથી પહેલા પડશે.

ભાજપ સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

ઉત્તરાખંડ ભાજપ સરકાર અને તેમની પાર્ટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે હરક સિંહ અને ભાજપ વચ્ચે નારાજગી ત્યારે ચાલુ થઇ જયારે હરક સિંહ દ્વારા લોકસભા ચુંટણીમાં ભાજપ પર પૌડી સીટ પરથી લોકસભા લડવા માટે દબાણ કર્યું અને જયારે આવું ના થઇ શક્યું ત્યારે હરક સિંહ દ્વારા દિલ્લીમાં કોંગ્રેસની સીટ પર પૌડીથી લોકસભા ચુંટણી લડવા માટે લોબિંગ કરવમ આવ્યું.

ભાજપ સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

સુત્રોનું કેહવું છે કે, હરીશ રાવત જે દિલ્લી કોંગ્રેસમાં હાઈકમાન્ડના સૌથી નજીકના વ્યક્તિ છે તેમના દ્વારા આ યોજનાને નાકામ બનાવી દેવામાં આવી હતી. આનાથી ભાજપના અસંતુષ્ઠ જુના કોંગ્રેસી નેતાઓની ઘરવાપસી પર પૂર્ણવિરામ લાગી ગયો છે. કોંગ્રેસના સુત્રોએ સ્વીકાર કર્યો કે પૌડી ગઢવાલ લોકસભા સીટ આનન ફાનન માં જનરલ બીસી ખંડુરીના પુત્ર માનીશ ખંડુરીને આપી દેવામાં આવી છે.

ભાજપ સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

કેબીનેટ મંત્રી હરક સિંહ કોંગ્રેસની પાછલી સરકારમાં પણ તાકતવર મંત્રી હતા. ત્યારના મુખ્યમંત્રી હરીશ રાવત સાથે તેમને એટલો બધો અણબનાવ થઇ ગયો હતો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા સાથે કેટલાક વિધાયકને લઈને ભાજપ સાથે હાથ મિલાવી લીધો હતો. અને ૨૦૧૭ માં થયેલી ચુંટણીમાં ભાજપ સરકારમાં મંત્રી બની ગયા હતા. ભાજપથી હાલમાં નારાજ મંત્રીના નજીકના સુત્રોનું કેહવું છે કે હરક સિંહને મંત્રી તો બનાવી દીધા પરંતુ તેમના પગમાં સંકલ પહેરાવી દેવામાં આવી છે!

પ્રેસકોન્ફરન્સ
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ માંથી આવેલા જેટલા પણ ધારાસભ્યો છે તેમને મંત્રી બનાવવા ભાજપની મજબૂરી હતી તેમાં હરક સિંહ પણ શામેલ છે. બીજી તરફ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત વિરોધી બીજેપી ધારાસભ્યોનું કહેવું છે કે અમે જે દિવસે ચુંટાઈને આવ્યા ત્યારથી, અમારી કોઈ વાત સરકાર અને બીજેપીમાં ક્યાંય સંભાળવામાં આવતી નથી. ના અમારા કોઈ કામ થાય છે, ના અમને અમારી વાત કહેવાનો કોઈ અધિકાર આપવામાં આવ્યો છે. બીજેપીના એક ધારાસભ્યનું કહેવું છે કે અધિકારીઓને એમ પણ કહેવામાં આવ્યુ છે કે ધારાસભ્યોને વધુ મહત્વ આપવું નહિ. આવી ગુંગળામણ ભરેલી પરિસ્થિતિમાં અમને અમારા સમર્થકો અને સામાન્ય લોકો માટે નાના-મોટા સહાયના કામો માટે બ્લોક સ્તરના અધિકારીઓની આગળ કગરતા કરી નાખ્યા છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

આ પ્રકારની ફરિયાદ માત્ર ધારાસભ્યો ને જ નથી પરંતુ હરક સિંહ જેવા બધા મંત્રીઓને છે. ખાસ કરીને તેઓને જે કોંગ્રેસ માંથી બીજેપીમાં આવ્યા છે. મંત્રી હરક સિંહ છેલ્લા એક વર્ષથી સીધા જ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને નિશાન પર લેતા આવી રહ્યા છે. ગયા વર્ષે વન સેવા અધિકારીઓના પગાર ભથ્થાંથી સંબંધિત એક પ્રસ્તાવને વિભાગના સચિવ તરફથી મુખ્યમંત્રી કાર્યાલય મોકલવામાં આવ્યો હતો, પરંતુ મંત્રી હરક સિંહના નજીકના સ્રોતોનું કહેવું છે કે, તેમને નીચા દેખાડવા માટે આ આ પ્રસ્તાવને જ નાબૂદ કરી દેવામાં આવ્યો હતો. નારાજ મંત્રીઓ- વિધાનસભ્યોનાં સુત્રો કહે છે કે આવું એક વખત નહિ પરંતુ કેટલીય વખત થયું છે. સમાચાર નવજીવન ઇન્ડિયાના ઈનપુટ સાથે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!