Life Style

વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા પર્સમાં રાખો આ વસ્તુઓ! જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની કમી!

સનાતન હિન્દૂ ધર્મમાં વાસ્તુશાસ્ત્ર નું વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં આવા જ કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને અનુસરવાથી ઘરમાં ધન-સંપત્તિ અને સુખ-સમૃદ્ધિમાં અપાર વૃદ્ધિ થાય છે.

પૌરાણિક માન્યતા અનુસાર જો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા રાખવાના પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અને વ્યક્તિને આર્થિક તંગીમાંથી રાહત મળે છે.

પર્સ જ ધન લક્ષ્મીજી આવવાનો માર્ગ છે ત્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવી શુભ હોય છે. ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. પર્સમાં ચાંદીનો સિક્કો રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

ચાલો જાણીએ ધનની દેવી લક્ષ્મીજી તેમજ કુબેરજીની કૃપા મેળવવા માટે પર્સમાં કઈ શુભ વસ્તુઓ રાખવામાં આવે છે જેના કારણે રૂપિયા પૈસાની તંગી દૂર થાય છે અને ધનાગમન થાય છે.

જો તમે તમારી આર્થિક સ્થિતિ મંદી હોય તો તેને સુધારવા માટે વાસ્તુ શાસ્ત્ર માં એક મજબૂત ઉપાય સૂચવવામાં આવ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખતા પહેલા તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો. આ પછી સિક્કાને પર્સમાં રાખો. આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આર્થિક લાભ થાય છે.

ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. કુબેર યંત્ર ધન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કુબેર યંત્રને પર્સમાં રાખવાથી વ્યક્તિમાં ધન અને સમૃદ્ધિ આવે છે. ખાસ ધ્યાન રાખો કે કુબેર યંત્રને પીળા કપડામાં લપેટીને રાખવું જોઈએ.

જો તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન ઈચ્છતા હોવ તો તમારા પર્સમાં કોડીઓ રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

આપણાં ધર્મમાં ચોખાને વૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. દરેક શુભ કામમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ચોખાના દાણા રાખવાથી ધનમાં અપાર વૃદ્ધિ થાય છે.

માતા લક્ષ્મી ગોમતી ચક્ર ખૂબ જ પ્રિય છે. અને ગોમતી ચક્ર ને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગોમતી ચક્રને પર્સમાં રાખવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે અને તેની આર્થિક સ્થિતિ સુધરે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!