GujaratPolitics

ગબ્બરના સ્વાગત માટે સુરતથી લઈને ઊંજા સુંધી જનસેલાબ! જાણો પાસની આગળની રણનીતિ

પાટીદાર અનામત આંદોલનના હીરો અને ગબ્બરના હુલામણા નામે ઓળખાતા અલ્પેશ કથીરિયા ની ત્રણ મહિના બાદ જેલ મુક્તિ થઇ છે તેના આનંદમાં પાટીદારોએ આખાય સુરતમાં જશ્ન મનાવ્યો અને ઠેર ઠેર જય સરદાર જય પાટીદારના નારા એ જમાવટ કરી નાખી હતી.

અલ્પેશ કથીરિયા ના સ્વાગત રેલીમાં હાર્દિક પટેલ દ્વારા એક મહત્વની અને અંત્યંત અગત્યની ઘોષણા કરવામાં આવી હાર્દિકે જણાવ્યું કે, હવે આગળનું સુકાન અલ્પેશ કથીરિયા સંભાળશે આપણે હવે અલ્પેશભાઈના જણાવ્યા પ્રમાણે અનામત માટે આગળ વધશું.

અલ્પેશ કથીરિયા ના સ્વાગતમાં કાઢવામાં આવેલી સંકલ્પ યાત્રાની ભવ્યતા એટલી વિશાલ હતીકે દુર દુર સુંધી પાટીદાર પાટીદાર જ. રેલીના રૌદ્ર રૂપને જોયા બાદ ભાજપ સરકાર પણ ભીંસમાં મૂકાઈ છે અને આગળ શું કરવું એ વિચારણામાં પડી ગઈ છે. કારણ કે લોકસભા ચુંટણી આવી રહી છે અને જો પાટીદાર સમાજ નારાજ થાયતો ભાજપે ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પ્રથમ વખત પછાડાટ ખાવો પડ્યો હતો તેમ લોકસભામાં પણ પાટીદાર પ્રભાવિત સીટો પર પછડાટ ખાવો પડે તેમ છે.  અને લોકસભામાં શાખનો સવાલ હોઈ તેમ પોષાય એવું ભાજપને લાગતું નથી માટે ભાજપ પણ હવે હાર્દિક સાથે અલ્પેશની સક્રિયતા જોઇને ચિંતામાં ગરકાવ થઇ ગયું છે. બીજીબાજુ હાર્દિકે વિરોધ પક્ષના નેતા પરેશ ધનની સાથે મીટીંગ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા માંગવામાં આવેલી અનામતની માંગ વાળા બીલને ટેકો આપવા માટે રજૂઆત કરી ચુક્યો છે.

 

રેલીમાં અલ્પેશ અને હાર્દિકનું સ્પષ્ટ માંગ અનામતની જ હતી અને આગલ આજ મુદ્દે પાટીદાર સમાજ આગળ વધશે. ઉલ્લેખનીય છે હાર્દિક લોકસભા ચુંટણી લડવાની તૈયારી બતાવી રહ્યો છે એટલે પાસનું સુકાન અલ્પેશના હાથમાં સોંપો દેવામાં આવ્યું છે પરંતુ હાર્દિકના નજીકના સુત્રોએ આ વાતનું ખંડન કર્યું છે. જે અંગે હાલ પણ એક સસ્પેન્સ છે કે હાર્દિક લોકસભા લડશે કે નહિ! અને લડશે તો કઈ પાર્ટી માંથી અને કઈ જગ્યાએ થી લડશે?

 

હાલ તો પાટીદાર અનામત અંદોલન સમિતિ દ્વારા અલ્પેશ કથીરિયાના સ્વાગત માટે તેમજ અનામતની માંગ સાથે ત્રિદિવસીય સંકલ્પ યાત્રા કાઢવામ આવી છે. જે સુરત લાજપોર જેલ થી નીકળીને સુરતમાં ફરશે અને ત્યારબાદ આજે ૧૦/૧૨/૨૦૧૮ના રોજ સુરતથી ખોડલ ધામ કાગવાડ રવાના થશે અને રાત્રી રોકાણ પણ કાગવાડમાં જ કરશે ત્રીજા દિવસે ૧૧/૧૨/૨૦૧૮ના રોજ આ સંકલ્પ યાત્રા ખોડલધામથી નીકળીને ઊંજા ઉમિયાધામ પહોંચશે અને માં ઉમીયાના આશીર્વાદ લઈને યાત્રાનું સમાપન થશે.

ફોટોસ : પાટીદાર અનામત અંદોલન સમિતિ ફેસબુક ગ્રુપ

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!