GujaratPolitics

ટ્રમ્પ માટે રાતોરાત સ્ટેડિયમ રોડ રસ્તા બને ખેડૂત ને નુકશાન વળતર માટે રાહ જોવાની?

સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ખેડુતોના ઉભા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે જેના કારણે જગતના તાત પાયમાલ બન્યા છે. જીવનનિર્વાહ કરવા માટેનું કોઈ સાધન બચ્યું નથી ત્યારે જગતનો તાત સરકાર તરફ મીટ માંડીને બેઠો છે પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી. ઢીંચણ સમાણાં પાણી માં રોડ રસ્તા તો ઠીક પરંતુ ખેડૂત ના ખેતરો પણ ડૂબી ગયા છે. રાજ્ય સરકાર દોઢ દોઢ મહિના સુંધી સર્વે ના કરાવે અને પાણી ઓસરી જાય પછી સર્વે કરવાનો કોઈ મતલબ રહેતો નથી અને ત્યાં સુંધી જગત નો તાત જે સૌને ભોજન આપે છે એના માટે ભોજન ની વ્યવસ્થા શું?

ખેડૂત
ફોટો સોશિયલ મીડિયા

ઉત્સવો અને ઇવેન્ટમાં રાતોરાત રોડ રસ્તા તૈયાર થઈ જાય કરોડો ના ખર્ચે સ્ટેડિયમ પણ આકાર લઇ લે પણ ખેડૂત ને નુકશાન વળતર માટે રાહ જોવાની! યોજનાઓ જાહેર થાય પરંતુ ગામના છેવાડાના માનવી સુંધી એ યોજનાનો લાભ ના પહોંચે તો તે યોજના કોઈ કામની નથી હોતી. રાજ્યમાં ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને મસ મોટું નુકસાન થયું છે. ખેડૂત ના પાકની નુકસાની મુદ્દે રાજ્ય સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર દ્વારા સર્વે માટે ટીમો બનાવવામાં આવી છે. રાજ્યના 25 જિલ્લાઓમાં પાક-જમીન નુકસાનીનો સર્વે આ ટિમો દ્વારા કરવામાં આવશે. આ ટીમ દ્વારા જે સર્વે કરવામાં આવશે તેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે અને રાજ્ય સરકાર આ રિપોર્ટના આધારે ખેડૂતોને નુકશાન વળતર ચુકવશે.

ખેડૂત
ફોટો સોશિયલ મીડિયા

રાજ્ય સરકારે 15 દિવસમાં નુકસાનનો સર્વે કરવાની જાહેરાત કરી છે તેને કોંગ્રેસ દ્વારા છેતરામણી ગણાવવામાં આવી છે. કોંગ્રેસ નેતાઓ જાતે સ્થળ પર જઈને ખેડૂતોના પાક અને જમીનને અતિવૃષ્ટીના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી રહ્યા છે. તેમજ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, 24 કલાકમાં અતિવૃષ્ટિ વાળા વિસ્તારોમાં સર્વે કરવામાં આવે. આ બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાતે ઢીંચણ સમાણા પાણી ભરાયેલ વિસ્તારની મુલાકાત લીધી. અને કહ્યું કે મુખ્યમંત્રીએ તાત્કાલિક સર્વે કરાવાની જાહેરાત કરી હતી. જ્યારે તેમના કૃષિ મંત્રી 15 દિવસમાં સર્વે કરવાની વાત કરે છે. પાણી ઓસરી જાય પછી સર્વે કરીને શું ફાયદો?

ખેડૂત
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સમક્ષ માંગણી કરતા કહ્યું કે 15 દિવસમાં ખેડૂતોને નુક્શાન વળતરની ચુકવણી કરી દેવી જોઈએ. તેમણે સરકારને પૂછ્યું હતું કે, જો ટ્રમ્પ માટે રાતોરાત રસ્તા સ્ટેડિયમ બની જાય તો સર્વેની કામગીરી કેમ ન થાય? એસી બંગલા અને ઓફીસમાં બેસીને જાહેરાતો ના થાય, રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને રાજ્યના મંત્રી શ્રીઓને કહેવું છે કે એસી ઓફિસમાંથી બહાર નીકળો ખેડૂત ના ખેતરમાં આવીને જુઓ ખેડૂતોની શું દશા છે. એક બાજુ આર્થિક પાયમાલી છે બીજી બાજુ જીવવું મુશ્કેલ બન્યું છે આવા સંજોગોમાં સરકાર તાત્કાલિક 24 કલાકમાં સ્થાનિક તલાટી, ગ્રામપંચાયત ગ્રામ સેવકો મારફતે સર્વે કરાવે અને ખેડૂતોને તાત્કાલિક હેક્ટર દીઠ સહાયની રકમ ચુકવવામાં આવે.

ખેડૂત
ફોટો સોશિયલ મીડિયા

વધુમાં તેમણે જણાવ્યું કે, ખેડૂત ને નુકશાની થઈ છે તેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, સરકાર પાસે તલાટી છે ગ્રામ સેવક છે, પંચાયત છે તાલુકા પંચાયત છે બધાંયને કામે લગાડો તાયફા ઉત્સવોમાં બસો મુકાય અને રાતોરાત બધું થઈ જાય અને આજે ખેડૂત તકલીફમાં છે એનો સર્વે ના થાય? સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિના વિસ્તારો છે ત્યાં કોંગ્રેસના આગેવાનો જઈ રહ્યા છે જાતે સ્થળ પર જઈને તપાસ કરશે જાત માહિતી મેળવશે અને ખેડૂતોને સાથે રાખીને જે નુકશાની થઈ છે એનું વળતર માટેની લડાઈ લડશે.

ખેડૂત, કોંગ્રેસ, મુખ્યમંત્રી રૂપાણી, ગુજરાત, ગુજરાત રાજ્યસભા, વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner,રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!