GujaratPolitics

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલ ભાઉને ચેલેન્જ!

ગુજરાતમાં ખાલી પડેલી ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણી સમયે કોંગ્રેસના આઠ જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ખાલી પડી હતી. આ આઠ બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની તાડામાર તૈયારીઓ થઈ રહી છે. ગમે ત્યારે પેટાચૂંટણી જાહેર થઈ શકે છે. થોડા સમય પહેલાં જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની રાજકીય પાર્ટીઓ પાસે ચૂંટણીને લઈને સજેશન મંગાવવામાંઆવ્યા હતાં. ગુજરાતની મુખ્ય બે રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચે કોરોનાને લઇ મંગેલા અભિપ્રાય આપ્યા હતાં અને ચૂંટણી યોજવામાં આવે તો બંને પાર્ટી તૈયાર છે તેવું જાહેર પણ કર્યું હતું. ભાજપ નેતા ઝડફિયાના નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષને ચેલેન્જ પણ આપવામાં આવી છે.

અમિત ચાવડા, ભાજપ, રાજસ્થાન ભાજપ, ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

ચૂંટણી પંચ દ્વારા પ્રેસ વાર્તા કરવામાં આવી હતી અને બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. આ જ પ્રેસ વાર્તામાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભા લોકસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની જાહેરાત પણ કરવામાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ હતી પરંતુ ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ વાર્તામાં માત્ર બિહારની ચૂંટણી જાહેર કરી અને ગુજરાત સહિત અન્ય રાજ્યની પેટાચૂંટણી જાહેર કરવામાં ન આવી. આ બાબતે પણ દેશનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ધમણ, અમિત ચાવડા, અમિત ચાવડા,
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ આ બાબતે ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો આવી ગયો ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ રાજકોટમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠે આંઠ બેઠકો ભાજપ બહુમતીથી જીતશે અને કમળ ખીલશે. ભાજપ નેતાના આ નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સામે પક્ષે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જવાબ આપતા કહ્યું કે, હિંમત કોની અને કેટલી છે એ ચૂંટણી જાહેર થયા બાદ જ ખબર પડશે. વધુમાં અમિત ચાવડા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને ચેલેન્જ પણ આપી છે.

અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપે ભ્રષ્ટ સાશનથી ભેગા કરેલા પૈસાથી જનપ્રતિનિધિ ખરીદ્યા છે. ચૂંટણી પંચે કોરોનાને લઇ રાજકિય પાર્ટીએ પાસે અભિપ્રાયો માંગ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ પોતાના અભિપ્રાય રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યા હતા. પરંતુ ચૂંટણી પંચે બિહારની ચૂંટણી જાહેર કરી અને ગુજરાત સહિત અન્ય રાજ્યની પેટા ચૂંટણી જાહેર કરી નથી. જ્યારે પણ ગુજરાતમાં પેટાચૂંટણીની જાહેરાત થશે ત્યારે કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડવા તૈયાર છે. પૈસાની રાજનીતિ અને પક્ષ પલટુઓને ગુજરાતની જનતા જાકારો આપશે. તમામ 8 બેઠકો પર કોંગ્રેસની ફરી જીત થશે.

અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

રાજકોટમાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કરેલા 8 બેઠકો જીતવાના નિવેદન અંગે ગોરધન ઝડફિયાને આડે હાથ લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા એ કહ્યું કે, હિંમત કોની અને કેટલી છે એ ચૂંટણી જાહેર થયા બાદ ખબર પડશે. મારી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને ચેલેન્જ છે કે જેમને કરોડો રૂપિયા આપીને ખરીદી કર્યા છે તેમને ટિકિટ ના આપો. તમારા પાયાના કાર્યકરોને ટિકિટ આપો પછી જોઈએ કોણ જીતે છે. અમિત ચાવડા ના નિવેદન બાદ ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્યારસુંધી ભાજપના કોઈપણ નેતાએ આગળ આવીને અમિત ચાવડા ના આ નિવેદન અંગે જવાબ આપ્યો નથી.

અમિત ચાવડા, પેટા ચૂંટણી, છોટુ વસાવા, chhotu vasava, ગુજરાત, રાજ્યસભા, ગુજરાત રાજ્યસભા
ફોટો સોશિયલ મીડિયા

ચૂંટણી પંચ દ્વારા બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તારીખો જાહેર કરવામાં આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસનો બિહાર માટે રોલ શું હશે તે બાબતે સવાલ કરવામાં આવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, બિહાર કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલ છે. ગુજરાતમાંથી અનેક નેતા બિહાર ચૂંટણી પ્રવાસ કરશે અને ગુજરાત મોડલની નિષ્ફળતાઓ ઉજાગર કરાશે.

અમિત ચાવડા, પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button