GujaratPolitics

સીઆર પાટીલ આવ્યા બાદ પાર્ટીમાં બીજું મોટું ભંગાણ!

પેટાચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપની દશા અને દિશા બંને બગડી છે. હમણાંજ કેટલીક નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓ ભાજપ માટે અને ભાજપના નવનિયુક્ત પ્રમુખ પાટીલ ભાઉ માટે માથાનો દુખાવો સાબિત થઈ જવા પામી છે. ભાજપ પહેલીવાર નબળું સાબિત થઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ભાજપની કેટલીક નગરપાલિકાઓ કબ્જે કરી લેવામાં આવી હતી જેનું કરણ ભાજપમાં આંતરિક અસંતોષ અને નબળું સંગઠન હતું.

પાટીલ, ભાજપ, કોંગ્રેસ, ગુજરાત ભાજપ, રાજસ્થાન ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

બીજી તરફ ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનો ભારે વિરોધ છે આટલું જ નહીં ભાજપમાં ત્રણ ભાગ પણ થઈ ગયા છે. એક દિલ્લી હાઇકમાન્ડ દ્વારા મુકવામાં આવેલા નેતાઓ, બીજું ભાજપમાં વર્ષોથી સંગઠનને મજબૂત કરતાં આવતા નેતાઓ અને ત્રીજું કોંગ્રેસના આયાતી નેતાઓ ધારાસભ્યો એમ ત્રણ જૂથ પડ્યા હોવાથી ભાજપમાં અસંતોષ ચરમસીમાએ છે તેનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી રહી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા રાજકોટ ભાજપમાં મોટું ભંગાણ પાડ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ ભાજપને મોટો ફટકો આપ્યો છે.

પાટીલ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

ભાજપ અને પાટીલ માટે એક પછી એક માઠાં સમાચાર આવી રહ્યા છે. હાલમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સારવાર હેઠળ છે ત્યારે અમિત ચાવડાએ મોટો ખેલ પાડી દીધો છે. પેટાચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ એક બીજાની વિકેટ ખેરવવામાં લાગ્યા છે ત્યારે હવે કોંગ્રેસ મેદાન મારી રહી છે. ગઈ કાલે વલસાડના અરનાલામાં કોંગ્રેસની જિલ્લા કારોબારીની બેઠક મળી હતી. જેમાં ભાજપના 400 જેટલા કાર્યકરોને જોડીને કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ ખેમામાં સન્નાટો પ્રસરાવી દીધો હતો. આ સાથે જ કપરાડા બેઠક જીતવા માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા હાંકલ કરી હતી.

પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

અમિત ચાવડાના આ માસ્ટરસ્ટ્રોક બાદ વલસાડની કપરાડા બેઠકની પેટાચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાઇ ગયો છે. સ્વાભાવિક છે કે ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની જોડતોડની રાજનીતિ શરૂ થઇ જાય છે જેમાં દર વખતે ભાજપ બાજી મારી જાય છે પરંતુ આ વખતે ભાજપ માટે ચારે બાજુથી માઠાં સમાચાર આવી રહ્યા છે. આ અગાઉ હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં ભાજપ કોર્પોરેટરને કોંગ્રેસમાં જોડીને ભાજપને મોટો ફટકો આપવામાં આવ્યો હતો અને હવે વલસાડમાં ભાજપના 400 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ જતાં ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે.

પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ગુજરાત, રાજ્યસભા, ધમણ, રૂપાણી સરકાર, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના મહામારી, congress, rajya sabha, gujarat
ફોટો સોશિયલ મીડિયા

આ બેઠકના માધ્યમ દ્વારા કોંગ્રેસે સરકાર સમક્ષ વિધાનસભાનું સત્ર લંબાવવાની માંગણી કરી છે. જણાવી દઈએ કે આ વખતનું વિધાનસભા સત્રમાં કોઈ સવાલ જવાબ નહીં હોય એટલે કે પ્રશ્નકાળ વગરનું સત્ર હશે એટલે કોઈ ધારાસભ્યો સરકારને કોઈપણ સવાલ જવાબ કરી શકશે નહીં. એ ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા વિધાનસભા સત્ર લંબાવવાની માંગણી કરી છે. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પક્ષ પલટુ ધારાસભ્યોને ગર્ભિત ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દળ બદલુઓને જનતા સબક શીખવાડશે.

પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપના 400 જેટલા કાર્યકરોને કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. પેટાચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસમાં આટલી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાતા ભાજપ છાવણીમાં સન્નાટો છવાઇ ગયો હતો. ભાજપમાં અસંતોષનો ચરુ વધારે વિકરાળ બની રહ્યો છે ત્યારે કોંગ્રેસ તેનો ફાયદો લઈ રહ્યું છે. તેમાં પણ અમિત ચાવડા અને હાર્દિક પટેલના સપાટા બાદ ભાજપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button