GujaratPolitics

કોંગ્રેસ ધારાસભ્યોએ ભાજપના નાકમાં કર્યો દમ! પાટીલ ભાઉની ચિંતામાં વધારો!

સમગ્ર વિશ્વમાં હાલ કોરોના મહામારી કાળો કહેર વર્તાવી રહી છે. પરંતું ધીમે ધીમે હાલત સુધરતી જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં મેઘમહેરના કારણે પૂર જેવી પરિસ્થિતિ પણ છે. આ તમામ વચ્ચે ગુજરાતમાં કેટલીક નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓ ભાજપ માટે અને ભાજપના નવનિયુક્ત પ્રમુખ પાટીલ ભાઉ માટે માથાનો દુખાવો સાબિત થઈ જવા પામી છે. ભાજપ પહેલીવાર નબળું સાબિત થઈ રહ્યું છે. અને તેનું કારણ છે કોંગ્રેસ નું યુવા નેતૃત્વ.

કોંગ્રેસ, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, અશોક ગેહલોત
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ ના યુવા પ્રમુખથી માંડીને યુવા ધારાસભ્યો મેદાને પડ્યા છે અને ભાજપને ભોંય ભેગી કરવા માટે દિવસ રાત એક કરવા લાગ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દિવસરાત ગુજરાતભરના લરવાસ કતીને સંગઠન મજબૂત કરવામાં લાગી ગયા છે. પ્રથમવાર એવું લાગ્યું કે કોંગ્રેસ હવે મજબૂત વિપક્ષ તરીકે ઉભરી રહી છે. 2017ના વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ મજબૂત વિપક્ષમાં આવી છે. ભલે ધારાસભ્યો તૂટ્યા પણ કોંગ્રેસના જુસ્સામાં અને આક્રમકતામાં ઘટાડો જોવા મળ્યો નથી. એનો સાક્ષાત નમૂનો ગતવર્ષે યોજાયેલી પેટાચૂંટણીઓમાં અને હાલમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીઓમાં જોવા મળ્યો.

કોંગ્રેસ, ગુજરાત ભાજપ, રાજસ્થાન ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

ગુજરાતમાં કોરોના અને વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં કેટલીક નગરપાલિકાઓને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડા પાડીને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નાકમાં દમ કરી નાખ્યો છે. કોંગ્રેસે બે દિવસમાં ધડાધડ રાજ્યની 6 નગરપાલિકાઓ પર પોતાનો કબજો જમાવતા ભાજપની ચિંતામાં વધારો થયો છે અને ભાજપ સંગઠન હરકતમાં આવી ગયું છે. કોંગ્રેસના યુવા ધારાસભ્યોએ ભાજપને ઊંઘતું ઝડપ્યું અને કામ તમામ કરી નાખ્યું.

કોંગ્રેસ, કેતન ઈનામદાર
ફોટો સોશિયલ મીડિયા

જાણકારી પ્રમાણે, રાજ્યની ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને થરાદ નગરપાલિકા બેઠક પર કોંગ્રેસ ભાજપને હરાવીને સત્તા પર આવી ગઈ છે. બીજી તરફ ખેડબ્રહ્મા, તળાજા નગરપાલિકામાં પણ કોંગ્રેસી પંજો લહેરાતા ભાજપની ચિંતામાં વધારો થયો છે. તો ચોરવાડ, રાધનપુર બેઠક કોંગ્રેસ દ્વારા જાળવી રાખવામાં આવી છે. આમ કોંગ્રેસના યુવા ધારાસભ્યો ગુલાબસિંહ રાજપૂત, અશ્વિન કોટવાલ, રઘુ દેસાઈ અને વિમલ ચુડાસમા મેદાને પડતા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે.

કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપનો ગઢ ગણવામાં આવતી તળાજા નગરપાલિકા પર ભાજપ છેલ્લા 25 વર્ષથી સત્તા પર હતું પણ કોંગ્રેસ સંગઠનની અસરકારક કામગીરી અને ભાજપની અંદરોઅંદર ડખાની પરિસ્થિતિનો લાભ લઈને કોંગ્રેસે આ નગરપાલિકા ભાજપ પાસેથી છીનવી લીધી હતી. 25 વર્ષ પછી તળાજા નગરપાલિકા પર કોંગ્રેસનું શાસન આવ્યું છે. આ સાથે જ કોંગ્રેસે ચોરવાડ નગરપાલિકામાં સત્તા જાળવી રાખી છે. ચોરવાડ નગરપાલિકામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા છે.

કોંગ્રેસ
ફોટો સોશિયલ મીડિયા

ત્યારે થરાદમાં પણ ભાજપને પછાડી કોંગ્રેસે સત્તા પોતાના હાથમાં લીધી છે. ગત વર્ષે યોજાયેલી થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં દાયકાઓ બાદ ભાજપને સત્તા વિહોણી કરીને કોંગ્રેસના યુવાનેતા ગુલાબસિંહ રાજપૂત જીત્યા હતા અને તેમના પ્રયત્નો બાદ ભાજપનો ગઢ ગણવામાં આવતા થરાદ નગરપાલિકામાં પણ કોંગ્રેસનો પંજો લહેરાયો હતો. બીજી તરફ ખેડબ્રહ્મામાં પણ ભાજપનો રકાસ ગયો છે. ભાજપ શાસિત નગરપાલિકામાં સત્તાનો ઉલટફેર થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પ્રયત્નોને પગલે ભાજપે નગરપાલિકાનું શાસન ગુમાવ્યું છે અને કોંગ્રેસ સત્તામાં આવી છે.

કોંગ્રેસ, મુખ્યમંત્રી રૂપાણી, ગુજરાત, ગુજરાત રાજ્યસભા, વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner,રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપમાં નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલના આવ્યા બાદ આ પહેલી ઇંડાયરેક્ટ ચૂંટણી હતી જેમાં ભાજપ સંગઠનને જોરદાર ફટકો પડયો છે. પરંતુ ડાયરેકટ પાટીલના નેતૃત્વમાં લડાઈ હોય તેવી આ ચૂંટણી નોહતી. પાટીલ ભાઉના નેતૃત્વની કસોટી આગામી સમયમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં થશે. જોકે પાટીલ ભાઉ તેમના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન બફાટ કરી ચુક્યા છે કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠક માંથી 182 બેઠક ના જીતી બતાવું તો રાજીનામુ આપી દઈશ.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!