GandhinagarGujaratIndiaPoliticsWorld

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન ટાણેજ રૂપાણી સરકાર સંકટમાં! જાણો!

અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગમનની તારીખ નક્કી થઈ ગઈ છે અને તમામ તૈયારીઓ પણ થઈ ગઈ છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ અમદાવાદમાં ધામા નાખી ચુકી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના કાફલા માટે હયાત હોટલ અને આજુ બાજુની તમામ હોટલો બુક કારી દેવામાં આવી છે તેમજ આજુ બાજુના તમામ રહીશોના નામ, કામ અને ઓળખ પત્રો સુરક્ષાના ધોરણે એકઠા કરવામાં આવી રહ્યા છે. આ તમામ તૈયારીઓ વચ્ચે ગુજરાત ભાજપની રૂપાણી સરકાર સામે મોટું સંકટ આવી પડ્યું છે. રૂપાણી સરકાર ચારે બાજુથી હાલ ભીંસમાં મુકાઈ ગઈ છે જેનું એક કારણ રાજ્યમાં ચાલી રહેલા વિરોધ વિદ્રોહ છે.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

સરકાર સામે ખુદ પોતાના ધારાસભ્યો પણ લાલ આંખ કરી ચુક્યા છે ત્યારે હવે એના કરતાં મોટું સંકટ ગુજરાત સરકાર પર આવી રહ્યું છે. વાત એમ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સમયે ગુજરાતમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે. જેમાં સરકારની જ ભૂલ સામે આવી છે. છેલ્લા કેટલાય દિવસથી ગાંધીનગરમાં બિન અનામત વર્ગની દિકરીઓ પ્રદર્શન કારી રહી છે ગઈ કાલે રેલી પ્રદર્શન કરી રહેલી બિન અનામત વર્ગની દીકરીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જે ડામવા માટે સરકાર દ્વારા તેમની અટકાયત કરવામાં આવી. સરકાર દ્વારા 1 ઓગસ્ટ, 2018ના પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરતાંની સાથે જ બિન અનામત સંકલન સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગની દીકરીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

બિન અનામત સંકલન સમિતિએ પોતાની માંગને લઈને ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. સરકાર દ્વારા તા. 1 ઓગસ્ટ 2018ના પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના વિરોધમાં ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગની દીકરીઓએ રેલીનું આયોજન કરી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે, 1 ઓગસ્ટ, 2018ના પરિપત્રમાં ફેરફાર કરવાં ના આવવો જોઈએ. ગાંધીનગર ખાતે બિન અનામત સંકલન સમિતિ અને હજારોની સંખ્યામાં આંદોલન પર બેઠેલી દીકરીઓની સરકાર સમક્ષ એકજ માંગ અને રજૂઆત છે કે, 2018ના પરિપત્રમાં કોઈપણ જાતનો ફેરફાર કરવાં આવે નહીં અને પાસ થયેલી યુવતીઓને નિમણુંક પત્ર આપવામાં આવે નહીંતર આંદોલન વધારે ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. બસ અહીંયા રૂપાણી સરકાર ની હાલત બગડી ગઈ છે.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

તેમજ બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પણ આ અંગે અરજી કરી છે. અને આ અરજીમાં બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓએ દાદ માંગી છે કે, રાજ્ય સરકાર પાસ થયેલી બિનઅનામત વર્ગની યુવતીઓને તાત્કાલિક ધોરણે નિમણૂંક પત્ર આપે. જણાવી દઈએ કે, આ બાબતે 254 જેટલી યુવતીઓ એક સાથે ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવી ચુકી છે જો કે પાસ થનાર યુવતીઓની સંખ્યા 1578 છે. રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવેલી એલઆરડીની પરીક્ષામાં શરૂઆતથી જ છીંડા જોવા મળી રહ્યા છે. પેપર લીક થયાં બાદ પરીક્ષા રદ કરી નવેસરથી પરીક્ષા લેવા માટે ધરણા પ્રદર્શન અને હવે પરિણામ બાદ ભરતી પ્રક્રિયા રૂપાણી સરકાર માટે ગંભીર પ્રશ્ર્ન બની ગયો છે.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

આ બાબતે સૌથી પ્રથમ માલધારી સમાજ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને જૂનાગઢમાં સૌથી મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માલધારી સમાજની મોટી હસ્તીઓનો પણ સાથ સહકાર હતો, ગીતાબેન રબારી પણ આ રેલીનું સમર્થન કરી ચુક્યા હતા તો કીર્તિદાન ગઢવી વગેરે જેવા લોકકલાકાર દ્વારા પણ આ રેલીને સમર્થન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આજ મુદ્દે આદિવાસી સમાજે પણ વિરોધ પ્રદર્શનનો યોજ્યા હતાં. અને વિરોધનો વંટોળ ધીમે ધીમે રાજ્યના પાટનગર ગાંધીનગર પહોંચ્યો હતો અને ગાંધીનગર વિરોધનું પાટનગર બની ગયું હોય તેમ લાગતું હતું. OBC મહિલા ઉમેદવારો અને બિન અનામત મહિલા ઉમેદવારો વચ્ચે રૂપાણી સરકાર ની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

રૂપાણી સરકાર સામે આ એક મહા મુસીબત છે જે બાબતે સરકાર બરોબરની ભીંસમાં મુકાઈ ગઈ છે. કારણ કે એક તરફ બિનઅનામત વર્ગ અને OBC મહિલાઓ વચ્ચે ખેંચતાણ છે તો બીજી તરફ માલધારીઓ અને આદિવાસીઓ વચ્ચે પણ ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે બંને વચ્ચે સરકારની હાલત કફોડી બની છે સરકારે કેબિનેટ મિટિંગ પણ બોલાવી હતી. પરંતુ જોવાનું એ છે કે રૂપાણી સરકાર રાજ્યમાં વર્ગ વિગ્રહને ડામવા માટે શું નિર્ણય લે છે કારણકે આ બાબત કોઈ સામાન્ય બાબત નથી. રાજ્યમાં શાંતિ જાળવવી, કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું તેમજ વર્ગ વિગ્રહ શાંત કરવો એ રૂપાણી સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની રૂપાણી સરકાર સામે વિરોધનો વંટોળ છે અને એ પણ ત્યારે જ્યારે જગત જમાદાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે, જ્યાં સમગ્ર દેશી વિદેશી મીડિયા ગુજરાતમાં હાજર હશે ત્યારે રૂપાણી સરકાર ઉપર વિરોધની ત્રણ તલવાર લટકી રહી છે. બિન અનામત વર્ગ, LRD મહિલા અનામત અને આદિવાસી ખોટા પ્રમાણપત્ર આ ત્રણ બાબતે રૂપાણી સરકાર બરોબરની ભેરવાઈ ગઈ છે અને શું રસ્તો કાઢવો એ સમજમાં આવતું નથી. સરકાર વર્ગવિગ્રહ દૂર કરવા અને આ મુસીબતમાંથી બહાર નીકળવા રસ્તો કરવા જાય છે પણ મામલો વધારે ગૂંચવાતો જઇ રહો છે.

Show More

Related Articles

Back to top button