IndiaPolitics

જીતવાની સાથે અરવિંદ કેજરીવાલ નું પરાક્રમ! મોદી શાહ ભાજપના ટેન્શનમાં વધારો!

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જબરદસ્ત ફોર્મમાં હતા અને જંગ ત્રિપંખીયો દેખાઈ રહ્યો હતો પરંતુ આજે આવેલા ચોંકાવનારા પરિણામ બાદ કહી શકાય કે દિલ્લીની જનતાએ એક તરફી મતદાન કરીને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર ફરી વિશ્વાસ કળશ ઢોળીને દિલ્લીની ગાદી પર બેસાડ્યા છે. આજે આવેલા દિલ્લી વિધાનસભા ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટી 63 બેઠકો પર ભાજપ 7 બેઠકો પર તો કોંગ્રેસને આ વખતે ફરીથી શૂન્ય બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. અરવિંદ કેજરીવાલ જેટલા જુસ્સા સાથે લડી રહ્યા હતા તેટલાજ જુસ્સા સાથે દિલીની જનતાએ તેમની પર વિશ્વાસ મુક્યો છે.

અરવિંદ કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

આમ તો આ ચૂંટણી ખરાખરીનો ખેલ હતી અને ભાજપની શાખ દાવ પાર લાગેલી હતી કારણ કે કેન્દ્રમાં ભાજપ સરકાર છે અને દિલ્લી દેશનું પાટનગર છે. દિલ્લીમાં હાર થાય તો ભાજપનું નાક કપાય અને અરવિંદ કેજરીવાલ હારે તો તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ જાય. બંને પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને કેજરીવાલ દ્વારા ફૂલ કોન્ફિડન્સમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્લીમાં ફરીથી સરકાર બનાવશું અને આજે પરિણામ પણ એજ આવ્યા અને અરવિંદ કેજરીવાલ ફરીથી દિલ્લીના મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.

અરવિંદ કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ જીતવાની સાથે સાથે કેજરીવાલ દ્વારા દરેકને ચોંકાવી દીધા. અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી દ્વારા આખાય દેશમાં એક રાષ્ટ્રીય કેમ્પઈન લોન્ચ કરવામાં આવ્યું. એટલુંજ નહીં લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે એક નંબર પણ આજે જ લોન્ચ કરવામાં આવ્યો. આ બાબતની જાહેરાત ખુદ અરવિંદ કેજરીવાલના સોશિયલ મીડિયા એકાઉન્ટ તથા આમ આદમી પાર્ટી ના સત્તાવાર એકાઉન્ટ પરથી કરવામાં આવી છે. કેજરીવાલ ફરીથી દેશવ્યાપી કેમ્પઈન ચલાઈને આમ આદમી પાર્ટીને ક્ષેત્રીય પાર્ટી માંથી નેશનલ પાર્ટી બનાવવા જઈ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

અરવિંદ કેજરીવાલના આ માસ્ટરસ્ટ્રોકથી ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. તેમજ કેટલાક ભાજપના નેતાઓ કાર્યકરોમા આ બાબત ચર્ચાનો વિષય પણ બની છે. આ પહેલા પણ કેજરીવાલ દ્વારા દેશવ્યાપી કેમ્પઈન ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત, ગોવા, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી મેદાનમાં ઝંપલાવીને પરંતુ આમ આદમી પાર્ટીને નિષ્ફળતા હાથ લાગી હતી અને પરિણામે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લી પર ફોકસ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કેજરીવાલ દ્વારા આજે જીતની હેટ્રિક બાદ જનતામાં પોતાના માટે તથા આમ આદમી પાર્ટી માટે વિશ્વાસ જોતા આજે જ રાષ્ટ્રીય કેમ્પઈન લોન્ચ કરી દીધું છે.

અરવિંદ કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી તરફે એકતરફી મતદાન થતા આપ સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે અને એ તકને ગુમાવ્યા વગર કેજરીવાલ દ્વારા દેશવ્યાપી કેમ્પઈન લોન્ચ કરવાં આવ્યું છે. જેની ટેગ લાઇન પણ રાખવામાં આવી છે કે રાષ્ટ્ર નિર્માણ માટે આમ આદમી પાર્ટી સાથે જોડાવ. આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે એક હેલ્પલાઇન નંબર અને પાર્ટીની સત્તાવાર વેબસાઈટ પર આ બાબતે માહિતી પણ આપવામાં આવી છે. તેમજ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું કે દેશમાં માત્ર કામ એક જ મુદ્દો હોવો જોઈએ જે કામ કરે તેને જ જનતાએ વોટ આપવા જોઈએ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!