IndiaPoliticsReligious

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મોદી સરકારની ઊંઘ ઉડાડી! થયો વિવાદ!

દેશની સર્વોચ્ચ અદાલતમાં જ્યારથી રામ મંદિર અંગેનો ચુકાદો આવ્યો છે ત્યારથી વાદ વિવાદ ચાલુ થઈ ગયા છે. ક્યાંકને કયાંક આમાં મોદી સરકારની ભૂલો પણ હોઈ શકે છે. રામ મંદિરના ચુકાદા બાદ સરકારે છેલ્લા આઠ નવ દિવસ બાકી હતાં ત્યારે ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી અને ત્યારબાદ વિવાદનો વંટોળ શરૂ થઇ ગયો. કેટલાક ધર્મગુરુઓ દ્વારા આ ટ્રસ્ટ અંગે ટિકાટિપ્પણીઓ પણ કરી તો કેટલાક દ્વારા સજેશન પણ આપવામાં આવ્યા હતા. પણ હવે સંત શિરોમણી ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મોદી સરકારને આડે હાથ લીધી છે અને સરકારી ભૂલો સુધાવા માટે જણાવ્યું છે. ગુરુ શંકરાચાર્ય સ્વામીએ ભાજપ અને આર.એસ.એસ પર પણ નિશાન સાધ્યું હતું.

ફોટો સોશિયલ મીડિયા

સંત શિરોમણી ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ શનિવારે નરસિંહપુર જિલ્લાના ઝોંતેશ્વરમાં પરમહંશી ગંગા આશ્રમમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. દ્વારકા-શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર મંદિર બનાવી શકે નહીં મંદિરનું નિર્માણ ફક્ત ને ફક્ત રામ ભક્તો કરી શકે છે. આ સાથે જ તેમણે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, વીએચપી અને આરએસએસ સનાતન ધર્મને બગાડવાનું કામ કરી રહ્યા છે.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ
ફોટો સોશિયલ મીડિયા

વધુમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે કહ્યું કે, ટ્રસ્ટમાં સરકારી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સરકારી વ્યક્તિઓ મંદિરો બનાવી શકે નહીં. કોઈને પણ ટ્રસ્ટમાં સામેલ કરે એના સામે કોઈ વાંધો નથી, વાંધો માત્રને માત્ર ટ્રસ્ટની રચના કરવા સામે છે. આગળ તેમની વાત રાખતા જણાવ્યું કે, સરકારે મંદિર નિર્માણના સ્વરૂપ અંગેનો ખુલાસો કરવો જોઈએ અને કેવા પ્રકારનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે તેની પણ જાહેરાત કરવી જોઈએ. રામ ભગવાનની મૂર્તિની વાત કરતાં તેમણે કહ્યું કે, ભગવાન શંકરે જે સ્વરૂપમાં ભગવાન શ્રી રામને જોયા હતા એજ સ્વરૂપની રામલાલાની મૂર્તિની સ્થાપના થવી જોઈએ.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ
ફોટો સોશિયલ મીડિયા

રામ મંદિરના નિર્માણ બાદ તેના દર્શને જવાના સવાલના જવાબમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, જો અધ્યોધમાં ભગવાન શ્રી રામનું મંદિર સનાતન ધર્મ અનુસાર બનાવવામાં આવશે તો તે ચોક્કસપણે સામાન્ય ભક્તોની જેમ દર્શન કરવા જશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રભુ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ ભક્તોના સહકારથી રામલાલાનું ભવ્ય મંદિર બનાવવું જોઈએ કેમકે દેશની સર્વોચ્ચ અદાલતમાં ભગવાન શ્રી રામની જીત થઈ છે સરકારની જીત થઈ નથી. આમ જગદગુરુ શંકરાચાર્ય સ્વામીએ ભાજપને અને આર.એસ.એસ ને આડે હાથ લઈને રામ મંદિર બાબતે કેટલીક સલાહ સૂચનો પણ આપ્યા હતાં.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ધર્મ અને કર્મની બાબતે ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી વારે તહેવારે મોદી સરકારની ઝાટકણી કાઢતા રહે છે અને ધર્મનું પાલન કરવાની નસિહત પણ આપે છે. રામમંદિર ભવ્ય બનવું જોઈએ અને એ પણ કોઈપણ જાતના સરકારી હસ્તક્ષેપ વગર પ્રભુ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ ભક્તોના સાથ સહકારથી જ બનવું જોઈએ. આ સાથે શંકરાચાર્ય સ્વામીએ મોદી સરકાર દ્વારા બનાવવામાં આવેલ ટ્રસ્ટ સામે પણ વિરોધ નોંધાવ્યો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!