IndiaPolitics

કેજરીવાલ ની સુનામીમાં તણાયા અમિત શાહ! જાણો ભાજપને પછાડવા પાછળની રણનીતિ!

દિલ્લીમાં ચોંકાવનારા પરિણામ આવ્યા છે ભાજપે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેવી લેન્ડસ્લાઇડ વિકટ્રી આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલ ના નેતૃત્વમાં મળી અને સતત ત્રીજીવાર અરવિંદ કેજરીવાલ દિલ્લીના મુખ્યમંત્રી તરીકેની શપથ લેવા જઈ રહ્યા છે. દિલ્લી વિધાનસભાની 70 બેઠક માંથી ભાજપના ફાળે માત્ર આંઠ બેઠક અને કોંગ્રેસના ભાગે શૂન્ય બેઠક આવી છે. કેજરીવાલનો જાદુ ચારેતરફ વળી ગયો જો કે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના તામામ મુખ્યમંત્રીઓ પણ દિલ્લીમાં સભાઓ ગજવતાં હતાં. પરંતુ ગત વર્ષના પરિણામ માં પાંચ બેઠકનો વધારો માત્ર થયો. આ પરિણામ બાદ સૌથી નિરાશ ભાજપ કાર્યકરો છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ અમિત શાહ જેવા ધુરંધરને એક સામાન્ય સરકારી અધિકારી રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલે કેવીરીતે માત આપી તે ચર્ચાનો વિષય બન્યો છે. અમિત શાહને રાજનીતિના અઠંગ ખિલાડી કહેવામાં આવે છે કેટલાકે તો તેમને ચાણક્યની ઉપમા પણ આપી દીધી હતી ત્યારે ભાજપના ચાણક્ય એક સામાન્ય પણ અસામાન્ય વ્યક્તિત્વ ધરવતા અરવિંદ કેજરીવાલ સામે હારી ગયા એ વિચાર ચકડોળે ચડાવી દેનારો છે. કેજરીવાલે ફૂંકી ફૂંકીને પગ મૂક્યો હતો ભાજપ દ્વારા અરવિંદ કેજરીવાલને જાળમાં ફસાવવાના ઘણા પ્રયત્નો થયાં પરંતુ અરવિંદ કેજરીવાલ દ્વારા ભાજપને તેની જ જાળમાં ફસાઈ દેવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કેજરીવાલના પાંચ વર્ષના કાર્યકાળમાં કરેલા કામોથી કરી હતી. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ભાજપ રાષ્ટ્રવાદ, હિન્દુત્વ જેવા મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરી હતી.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

વાત આટલે ના અટકી ભાજપના કેટલાક નેતાઓ દ્વારા તો એવા નિવેદનો આપવામાં આવ્યા કે જો કેજરીવાલ ફરી આવશે તો દિલ્લીમાં મુઘલ સલ્તન આવી જશે! ભાજપે આખાય કેમ્પઈનને હિન્દુત્વ અને રામ ભગવાન સાથે જોડી દીધું પરંતુ અરવિંદ કેજરીવાલ એમના કરતા સવાસેર નીકળ્યા. અરવિંદ કેજરીવાલે પોતાને હનુમાન ભક્ત બતાવી દીધા ત્યારે એક ન્યુઝ મીડિયાના કાર્યક્રમ માં ટીખળ કરતાં એક પત્રકારે તેમને હનુમાન ચાલીસા આવડે છે તેવું પૂછ્યું અને કેજરીવાલે આ તક ઝડપી લીધી ભાજપના મુખે આવેલો કોળિયો ઝડપી લીધો અને આખી બાજી પલટી નાખી. પછી કેજરીવાલ શાંતિથી આખી હનુમાન ચાલીસા બોલ્યા અને પોતાને હનુમાન ભક્ત સિદ્ધ કર્યા. ભાજપે જે રણનીતિ અરવિંદ કેજરીવાલને હંફાવવા ઘડી હતી તે જ રણનીતિના સહારે કેજરીવાલ ત્રીજીવાર દિલ્લીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

દિલ્લીમાં સ્ટ્રેટેજી મુજબ અમુક બેઠક પર હિન્દુત્વનો રાગ આલપવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોલાવવામાં આવ્યા હતા તે બેઠક પર ભાજપનો રકાસ ગયો. એટલું જ નહીં ગુજરાત અને હરિયાણાના મુખ્યમંત્રીને તો જોવા જેવી થયેલી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને આડે હાથ લેતા કેજરીવાલે કહ્યું કે, ગુજરાત ભાજપ સરકાર ગુજરાતની જનતાને સૌથી મોંઘી વીજળી આપે છે અને અહીંયા જનતાને મફત મળતી વીજળી આપવાના વાયદા કરવા માટે રૂપાણી જી આવ્યા છે! હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને આડે હાથ લેતા કહ્યું કે હરિયાણામાં આંઠ કલાક વીજળી મળે છે જ્યારે દિલ્લીમાં ચોવીસ કલાક વીજળી મળે છે શું તેનો વિરોધ કરવા માટે મનોહરલાલ ખટ્ટર આવ્યા છે!?

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

આ સાથે જ અમિત શાહને પણ આડે હાથ લીધા હતા. અમિત શાહે કહ્યું હતું કે દિલ્લીમાં દૂરબીન લઈને શોધી રહ્યો છું પણ ક્યાંય સીસીટીવી કેમેરા દેખાતાં નથી. અમિત શાહના આ આક્ષેપનો કેજરીવાલે નહીં પણ દિલ્લીની જનતાએ અમિત શાહની સભાના સીસીટીવી ફૂટેજ મોકલીને જવાબ આપ્યો! કારણે કે જે સ્થળે અમિત શાહ સભા ગજવી રહ્યા હતા તેજ સ્થળે ત્રણ સીસીટીવી કેમેરા લાગેલા હતાં! આમ ભાજપ દ્વારા અરવિંદ કેજરીવાલની કોઈપણ યોજનાનો સટીક વિરોધ કે તેમાં કોઈપણ જાતના છીંડા શોધી શક્યા નહીં અને કેજરીવાલે પોતાની તમામ યોજનાઓને લોકો સુંધી પહોંચાડી અને તેમના કામને પણ જનતા સમક્ષ રાખ્યું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેજરીવાલ દ્વારા પ્રચારમાં સૌથી વધારે પૈસો ખર્ચ કરવામાં આવ્યો હતો.

કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકલ મુદ્દાઓને મહત્વ આપવાના બદલે કેન્દ્રીય મુદ્દાઓ પર વધારે ફોકસ કર્યું જેમાં જમ્મુ કાશ્મીરમાં 370 નાબૂદ, એનઆરસી, સીએએ, શાહીનબાગ જેવા મુદ્દાઓને લઈને ભાજપના નેતાઓ મુખ્યમંત્રીઓ જનતા સમક્ષ ગયા પરંતુ ધોવાઈ ગયા અને કેજરીવાલની સુનામીમાં ભાજપ કોંગ્રેસ બેય તણાઈ ગયા. કોંગ્રેસ દ્વારા કેન્ડીડેટ તો મજબૂત મુકવામાં આવ્યા હતાં પરંતુ લડવા ખાતર લડતાં હોય તેમ લાગતું હતું. શરૂઆતમાં દિલ્લીનો જંગ ત્રિપંખીયો લાગતો હતો પરંતુ પરિણામ આવ્યા બાદ આ જંગ એકતરફી નીકળ્યો. જનતાએ કેજરીવાલને સ્પષ્ટ બહુમતી સાથે ફરી દિલ્લીના મુખ્યમંત્રી બનાવ્યા.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!