GujaratIndiaPolitics

રાજસ્થાન ભાજપ ધારાસભ્યોનું રિસોર્ટ પોલીટીક્સ! સીએમ રૂપાણી નો ઘટસ્ફોટ!

ગુજરાતમાં રાજ્યસભા સમયે જેવો રાજકિય ગરમાવો હવે રાજસ્થાનમાં આવ્યો છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર પર સંકટના વાદળો છવાયેલા છે ત્યારે એક સમાચાર મુજબ અશોક ગેહલોત પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ છે પરંતુ અન્ય એક રિપોર્ટ મુજબ સચિન પાઇલોટ પાસે પણ 15 થી 20 જેટલા ધરાસભ્યોનું સમર્થન છે. હકીકત અલગ પણ હોઈ શકે છે. ત્યારે સચિન પાઇલોટ અને અશોક ગેહલોતની લડાઈમાં રાજસ્થાન ભાજપ ચેતી ગયું છે અને ભાજપ પોતાના ધારાસભ્યોને સેફ કરવામાં લાગી ગયું છે. એક ન્યુઝ રિપોર્ટ પ્રમાણે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અશોક ગેહલોતના પક્ષમાં છે પરંતુ આ બાબતે કોઈ સ્પષ્ટતા થઈ નથી. અને વસુંધરા રાજે દ્વારા પણ ખુલીને આ બાબતે કોઇ જાહેરાત પણ કરી નથી.

અશોક ગેહલોત, રાજસ્થાન ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ ભાજપે પાણી પહેલા પાળ બાંધી દીધી છે. એક સમાચાર રિપોર્ટ મુજબ ભાજપના નેતા વસુંધરા રાજે સમર્થક ધારાસભ્યો કોંગ્રેસ નેતા અશોક ગેહલોતના સંપર્કમાં છે જેના પગલે પક્ષમાં ફાટફૂટના ડરને કારણે દિલ્લી ભાજપ હાઇકમાન્ડના ઇશારા મુજબ રાજસ્થાન ભાજપ ધારાસભ્યોને હાલ ગુજરાત ખસેડવામાં આવ્યાં છે. વહેતી થયેલી માહિતી અનુસાર વસુંધરા રાજે પોતાના ધારાસભ્યોને અશોક ગેહલોત તરફી મતદાન કરવા માટે પણ કહી શકે છે પરંતુ હાલ આ તમામ બાબતોને માત્ર એક અફવાહ ના રૂપે જ જોઈ શકાય છે. જ્યારે કોઈ નેતા મગનું નામ મરી પાડે ત્યારે જ આ વાતો સાચી માની શકાય. પરંતુ રાજસ્થાન ભાજપના ધારાસભ્યો હાલ ગુજરાતના પ્રવાસે છે તે હકીકત છે.

રાજસ્થાન ભાજપ, અશોક ગેહલોત, કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન
ફોટો સોશિયલ મીડિયા

એક રિપોર્ટ મુજબ હાલમાં રાજસ્થાન ભાજપ ના છ ધારાસભ્યોને ખાસ પ્લેનમાં પોરબંદર લવાયા છે જયારે અન્ય 10 થી વધુ ધારાસભ્યોને ગાંધીનગર-હિંમતનગર પાસે એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. રવિવાર સાંજ સુંધી વધુ ધારાસભ્યો ગુજરાત આવી પહોંચ્યા છે તેવી પણ વાતો વહેતી થઇ રહી છે. આ તમામ ધારાસભ્યોને ગુજરાત એટલે લાવવામાં આવ્યા છે કે તેઓ ભાજપ છોડીને અશોક ગેહલોત તરફી જતા ના રહે અને ભાજપમાં જ રહે. આગામી 14મી ઓગસ્ટના રોજ રાજસ્થાન વિધાનસભાનું સત્ર યોજાવવાનું છે ત્યાં સુંધી રાજસ્થાન ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે.

રાજસ્થાન ભાજપ, સીઆર પાટીલ, CR Patil, BJP, Gujarat
ફોટો સોશિયલ મીડિયા

રાજસ્થાન ભાજપ ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા એ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, CRભાઈ ને પૂછો અને મુખ્યમંત્રી રૂપાણી પ્રેસવાર્તા પૂર્ણ કરી નીકળી ગયા હતાં ત્યારે તરત જ તેમને ટોકતા હોય એમ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે CRભાઈ ને પણ શું ખબર હોય! મુખ્યમંત્રી રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ બંનેના જવાબ વિરોધાભાસી છે. અથવા તો ક્યાંકને ક્યાંક ગુજરાત ભાજપની જાણ બહાર રાજસ્થાન ભાજપના ધારાસભ્યોને હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે?

રાજસ્થાન ભાજપ, ભાજપ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

અન્ય એક સમાચાર મુજબ રાજસ્થાન ભાજપ ધારાસભ્યોને સાચવવાનું કામ ગુજરાત ભાજપ સરકારમાં મંત્રીને સોંપવામાં આવી છે જેમને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવી રહ્યા છે. બીજીતરફ વાતો એવી પણ વહેતી થઈ છે કે કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલોટના સમર્થક ધારાસભ્યોને પણ અમદાવાદ લવાયા છે. પરંતુ આ બાબતે હજુ સુંધી કોઈ પુષ્ટિ થઈ નથી. ભાજપના ધારાસભ્યો સાથે મીડિયાથી લઈને કોઈપણ વ્યક્તિ સંપર્ક ના કરી શકે તે માટે તેમની રહેવાની વ્યવસ્થાને અંત્યત ગુપ્ત રાખવામાં આવી છે. 14 તારીખે યોજાનારા રાજસ્થાન વિધાનસભા સત્ર સુંધી રાજસ્થાન ભાજપના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે.

રાજસ્થાન ભાજપ, કોંગ્રેસમાં મોટું ભંગાણ, રાજસ્થાન
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને રિસોર્ટમાં ખસેડવા પડતા હતા અને હવે ભાજપ માટે કપરો સમય આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અમિત શાહના રસ્તે ચાલતા ભાજપ માં ભયનો માહોલ સર્જાઈ ચુક્યો છે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા પોતાના ધારાસભ્યોને પણ સેફ પ્લેસ પર લઇ જવામાં આવ્યા છે તો બીજીતરફ બળવાખોર નેતા સચિન પાઇલોટ દ્વારા પણ પોતાના સમર્થક ધારાસભ્યોને સુક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે, રાજસ્થાન ભાજપ ધારાસભ્યોને ગુજરાત લાવવામાં આવ્યા છે એ બાબતે શું ગુજરાતના મુખ્યમંત્રીને પણ નથી ખબર?

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!