IndiaPolitics

કોવિડ વિરુદ્ધ મોદી સરકાર ની ‘સુઆયોજિત લડત’ એ ભારતને ભૂગર્ભમાં ધકેલી દીધું

રાહુલ ગાંધી દેશમાં એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવ્યા છે. કોરોના મહામારીમાં ફસાયેલા નાગરિકોની મદદ હોય કે પછી સરકારને સલાહ આપવાની વાત હોય દરેકમાં રાહુલ ગાંધી દ્વારા નોબેલ પારિતોષિક વિજેતા તેમજ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા વિચારણા બાદ સરકારને સલાહ આપી રહ્યા છે પરંતુ તેમની તમામ પ્રવૃત્તિને રાજકિય રંગ આપીને સત્તાપક્ષ અવગણના કરી રહી છે પરંતુ તેમણે જે સલાહ આપી હતી તેનું મોદી સરકાર આડકતરી રીતે પાલન કરી રહી છે. રાહુલ ગાંધી દ્વારા સૌથી પહેલા કોરોના મહામારી સામે પગલાં લેવાનું કહ્યું હતું પરંતુ સરકાર દ્વાર મોડા પગલાં લેવામાં આવ્યા હતા તેમજ શરૂઆતથી જ રાહુલ ગાંધી દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર આપવાનું કહી રહ્યા હતા.

મોદી સરકાર, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી શરૂઆતથી જ કહેતા આવ્યા હતા કે લોકોને ડાયરેકટ કેશ મારફતે તેમના ખાતાંમાં મોદી સરકાર રોકડ રકમ આપે અને લોકોને આ મહામારી સાથે મહામંદીમાંથી બહાર લાવવા માટે મદદ કરવી જોઈએ પરંતુ સરકારના કેટલાક નેતાઓ દ્વારા રાહુલ ગાંધીની દરેક વાતને હાશયસ્પદ બનાવવામાં આવે છે અને તેમની અવગણવા કરવામાં આવે છે પરંતુ આડકતરી રીતે મોદી સરકાર કેટલાક સૂચનો તો વિપક્ષના નેતાઓના માને છે. જેમાં પી. ચિદમ્બરમના 9 સુત્રીય કાર્યક્રમની વાત હોય કે રાહુલ ગાંધી ના કોરોના ટેસ્ટિંગ વધારવાની વાત હોય.

દિલ્લીમાં કેજરીવાલ, મોદી સરકાર,
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધીની વાતને વધારે બળ ત્યારે મળ્યું જ્યારે ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ પણ કોરોના મહામારીને કારણે દેશનો જીડીપી વિકાસ સ્વતંત્રતા પછીનો સૌથી ઓછો રહેવાનો ભય વ્યક્ત કર્યો. રાહુલ ગાંધી દ્વારા ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ ના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે મોદી હૈ તો મુમકીન હૈ. રાહુલ ગાંધી દ્વારા રઘુરામ રાજન, અમર્ત્ય સેન, મનમોહનસિંહ અને પી. ચિદમ્બરમ જેવા અર્થશાસ્ત્રીઓ પાસેથી દેશને આર્થિક રીતે મજબૂત કરવા માટેના સલાહ સૂચનો મોદી સરકાર સુંધી પહોંચાડવામાં આવી રહ્યા છે પરંતુ તેના પર રાજનીતિ થાય છે.

મોદી સરકાર, મનમોહન સિંહ, ચિદમ્બરમ, manmohan singh, chidambaram
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી પ્રવાસી શ્રમિક હોય, લઘુ ઉદ્યોગ હોય કે મધ્યમવર્ગીય લોકો હોય કે દેશની આર્થીક સ્થિતિ હોય આ તમામ ના પ્રશ્ને સરકાર પર હમલાવર બની રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે જેમાં તેમણે છે કહ્યું કે, કોવિડ વિરુદ્ધ મોદી સરકારની ‘સુઆયોજિત લડત’ એ ભારતને ભૂગર્ભમાં ધકેલી દીધું છે: (1). 24% ની ઐતિહાસિક જીડીપી ઘટાડો (2). 12 કરોડ લોકોની નોકરીઓ છૂટી ગઈ (3). 15.5 લાખ કરોડની વધારાની તાણ લોન (4). વૈશ્વિક સ્તરે સૌથી વધુ દૈનિક કોવિડ કેસો અને મૃત્યુ. પરંતુ GOI અને મીડિયા માટે ‘સબ ચાંગા સી’.

રાહુલ ગાંધી દ્વારા મીડિયા અને મોદી સરકાર બંને ને આડે હાથ લીધા હતા. દેશની અર્થવ્યવસ્થા કોરોના મહામારી પહેલા થી જ કથળતી દશામાં માં હતી અને કોરોના મહામારીમાં સરકાર દ્વારા આડેધડ નિર્ણયો અને ગેરવહીવટને કારણે દેશનો જીડીપી -૨૩.૯% થઇ ગયો છે. દેશમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધી ગયું છે તેમજ કેટલાય નાણા ઉદ્યોગો પણ બંધ થઇ ગયા છે તેવું પણ અર્કારી અન્કડા પરથી કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ જો મોદી સરકાર હજુ પણ કોઈ અસરકારક પગલા નહિ લે તો દેશની આર્થીક સ્થિતિ વધારે કથળતી જશે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ moodys એ પણ ભારતીય અર્થવ્યવસ્થાની હાલતને ગંભીર ગણાવી છે. Moody’sએ કહ્યું કે અર્થવ્યવસ્થા અને નાણાં પ્રણાલીમાં મોટા દબાણના કારણે દેશની નાણાંકીય મજબૂતીમાં ઘટાડો આવી શકે છે. તેનાથી શાખ પર દબાણ વધી શકે છે. મૂડીઝે કહ્યું કે તેનું અનુમાન છે કે 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 11.5 ટકાનો ઘટાડો આવશે. આ પહેલાં એક વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડાનું અનુમાન કર્યું છે. રેટિંગ એજન્સીઓ ક્રિસિલ અને ઈન્ડિયા રેટિંગ્સે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ક્રમશઃ 9 ટકા અને 11.8 ટકાના ઘટાડાનું અનુમાન કર્યું છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Show More

Related Articles

Back to top button