GujaratIndiaPolitics

રાજીવ ત્યાગી ના નિધન પર અમિત ચાવડા અને હાર્દિક પટેલનું મહત્વનું નિવેદન!

કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગી નું ૧૨ ઓગસ્ટ સાંજે લાઈવ ડિબેટ દરમિયાન હ્યદય રોગનો હુમલો આવતાં અવસાન થયું હતું. ગઈકાલે સવારે તેમની અંતિમ ક્રિયા તેમના નિવસ્થાને કરવામાં આવી હતી. આ બાબતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી દ્વારા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી તેમજ રાજીવ ત્યાગીના પરીવારને સાંત્વના આપી હતી. ૧૨ ઓગસ્ટ સાંજે 5 વાગે એક પ્રાઇવેટ ચેનલ પર બેંગ્લોરમાં થયેલી હિંસાના મુદ્દે એક ડિબેટ માં ઉગ્ર ચર્ચા સમયે કોંગ્રેસ પ્રવક્તાની તબિયત લથડી ગઈ હતી અને તેમનું નિધન થયું હતું.

કોંગ્રેસ કાર્યકરોના મતે ભાજપ પ્રવક્તા દ્વારા કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગી પર વ્યક્તિગત આરોપ મુકવામાં આવ્યા હતા અને તે બાબતે જવાબ આપતી વખતે રાજીવ ત્યાગી ની તબિયત અચાનક બગડી અને તેઓ બેભાન થઈ ગયા હતાં. તેમના પરિવાર દ્વારા તાત્કાલિક સારવાર અર્થે તેમને ગાઝિયાબાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં ત્યાં તેમને લગભગ 45 મિનિટ જેટલી ડોકટરી સારવાર આપવામાં આવી હતી પરંતુ તેઓ કોઈપણ રીસ્પોન્સ આપતાં ના હોઈ અંતે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગી ના મૃત્યુ બાદ રાજકીય ગરમાવો આવી ગયો હતો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા હિંસક, ઝેરફેલાવતી અને અતિ સંવેદનશીલ મુદ્દાઓ પર થતી ડિબેટને બંધ કરવા તેમજ કોંગ્રેસના પ્રવક્તાઓને આવી ડિબેટમાં ના મોકલવાની પણ માંગણી ઉચ્ચારવામાં આવી રહી છે. કેટલીક વાર આપણે પણ જોતાં હોઈએ છીએ ડિબેટમાં હાથાયપાઈ સુંધીની નોબત આવી જાય છે. પ્રવક્તાઓ દ્વારા પાર્ટી સુંધી સીમિત રહેવાને બદલે વ્યક્તિગત આરોપ લગાવવામાં આવે છે કેટલીક ડિબેટ નેતાઓ નેતાઓ વચ્ચે ઝઘડાઓનું મૂળ પણ બને છે.

રાજીવ ત્યાગી ના આકસ્મિક મૃત્યુ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમિત ચાવડા એ ટ્વિટ કરીને રાજીવ ત્યાગીના આકસ્મિક નિધન બાબતે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. અન્ય એક ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, “સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પર ડિબેટ થઈ રહી છે, સારી વાત છે પણ મારું માનવું છે કે રાજીવ ત્યાગી જી ના મોત બાબતે પણ ડિબેટ અને તપાસ થવી જોઈએ.” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ આજ મુદ્દો ઉઠાવવામાં આવ્યો જે લાખો કોંગ્રેસ કાર્યકરો દ્વારા ટ્વિટર પર ઉઠાવવામાં આવી રહ્યો છે. યુપીમાં આ બાબતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા પણ રાજીવ ત્યાગી ના ઉમદા વ્યક્તિત્વને યાદ કરવામાં આવ્યા હતાં. હાર્દિક પટેલ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અને સાચા સૈનિક રાજીવ ત્યાગીના સમાચાર સાંભળતાં જ મારું ગળું ફૂલી ગયું હતું. હે રામ તેમના આત્માને શાંતિ આપે. વર્ષ 2015/16 માં હું જેલમાં હતો ત્યારે રાજીવ ત્યાગીજીએ મારા પિતાને ફોન કર્યો હતો અને મારા પિતાને હિંમત આપી હતી. ત્યાગી નિર્ભય માણસ હતા. ॐ શાંતિ”

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ દ્વારા રાજીવ ત્યાગીન અપરિવારને સાંત્વના આપવામાં આવી હતી. તો કોંગ્રેસ નેતા મનીષ તિવારી દ્વારા ટ્વિટર માધ્યમથી વીડિયો જાહેર કરીને ટીવી ચેનલોને ડિબેટને ફોર્મેટ બદલવાની સલાહ આપી હતી. અન્ય કોંગ્રેસ નેતા જયવીર શેરગિલ દ્વારા I&B મિનિસ્ટર પ્રકાશ જાવડેકરને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં માંગ કરવામાં આવી હતી કે મિડિયાને એક એડવાયઝરી જાહેર કરવામાં આવે અને તેમાં સંવેદનશીલ મુદ્દાઓ પર તેમજ વ્યક્તિગત નિંદા, કટુતા અને હિંસા જેવી બાબત અંગે આચારસંહિતા લગાવવામાં આવે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!