GujaratIndiaPolitics

હાર્દિક પટેલ નું કડક નિવેદન, શહિદ જવાન અને પાકિસ્તાન વિશે શું કહ્યું જાણો

હાલ હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશના મિર્ઝાપૂર પ્રવાસે છે ત્યાં તેમણે શહીદ જવાન, પાકિસ્તાન સામે બદલો લેવા ઉપરાંત ખેડૂતો, ગરીબો અને સરકાર દ્વારા આપવામાં આવેલા 10% સવર્ણ અનામત અંગે પણ વાત કરી.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

14મી ફેબ્રુઆરીના દિવસે આતંકવાદીઓ દ્વારા ભારતની સીમા સુરક્ષા કરતા સિઆરપીએફ જવાનોના કાફલા પર આતંકી હુમલો કરીને ૪૪ જેટલા જવાનો શહીદ થયા. હાર્દિક પટેલ દ્વારા આ આતંકી ઘટનાને વખોડવામાં આવી હતી અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ દ્વારા સરકાર પાસે સીઆરપીએફ જવાનો માટે માંગણી કવામાં આવી હતી કે, સીઆરપીએફ જવાનોને અર્ધ સૈનિક દળની જગ્યાએ પૂર્ણ સૈનિક દળ બનાવવામાં આવે તેમજ આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને સરકારી રેકર્ડ પર પણ શહીદનો દરજ્જો મળવો જોઈએ.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાલ હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના પ્રવાસે છે તે આજે કિસાન પંચાયતના એક કાર્યક્રમમાં હાજરી આપવા ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર પહોંચ્યા છે. ત્યાં તેમણે શહીદ સીઆરપીએફના જવાનો માટે ફરી માંગણી ઉચ્ચારી.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલે જણાવ્યું કે, સીઆરપીએફના જવાનોને સરકારી રેકર્ડ પાર શહીદનો દરજ્જો આઓવામાં આવે જેથી એમના પરિવારજનોને સરકારી ફંડ અને પેંશનનો લાભ મળી શકે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિકે મોદી સરકાર પાર નિશાન સાધતાં કહ્યું કે, આવું પ્રથમ વખત થઈ રહ્યું છે કે આપણાં બહાદુર જવાનો રોજ શહીદ થઈ રહ્યા છે. મોદી સરકારે કડક પગલાં ભરવા જોઈએ. સર્જીકલ સ્ટ્રાઈક કરવી પડશે મોદી સરકારે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન સામે આપણે બદલો લેવો જોઈએ પણ બદલાનો મતલબ એવો નથી કે કોઈની હત્યા કરી દેવામાં આવે કે કોઈનું માથું કાપીને લઈ અવવામાં આવે! પાકિસ્તાન સામે બદલાનો મતલબ એ છે કે આપણાં કોઈ જવાન શહીદના થાય અને પાકિસ્તાન આપણાંથી ડરે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં જણાવ્યું કે, તે ઉત્તર પ્રદેશ માંથી લોકસભા ચુંટણી નહીં લડે અને જણાવ્યું કે તે ગુજરાતમાંથી જ તેમના કેન્ડીડેટ લોકસભામાં ઉતારશે. એટલે હવે એ સાફ થઈ ગયું કે હાર્દિક લોકસભા ગુજરાત માંથી જ લડશે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

સરકાર દ્વારા 10% સવર્ણ અનામત આપવાના મુદ્દે હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ સરકારનું નાટક છે સુપ્રીમ કોર્ટમાં આનો શું ચુકાદો આવે છે તે જોવાનું છે. પાટીદાર અનામત આંદોલન માત્ર ગુજરાત સુંધી જ છે. હાલ દેશમાં યુવાન અને ખેડૂતોની સમસ્યા મુખ્ય મુદ્દા છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

ગુજરાતમાં એક મહિનામાં 40 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે હાર્દિકે આરોપ લગાવતા કહ્યું કે, જીએસટી અને નોટબંધીએ ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કરી દીધા છે. પ્રદેશના મુખ્યમંત્રી ખેડૂતોનું દર્દ સમઝતાં નથી.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

અંતે હાર્દિક પટેલે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે હું મહાત્મા ગાંધી અને સરદાર પટેલના પ્રદેશથી આવું છું હું નરેન્દ્ર મોદી ના પ્રદેશમાંથી નથી આવતો કહીને હાર્દિક પટેલ દ્વારા નરેન્દ્ર મોદી પર સીધા પ્રહાર કરવામાં આવ્યા હતા.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

જો આર્ટીકલ ગમે તો લાઈકનું બટન દબાવી ફોલો કરવા વિનંતી. અમારી સાથે જોડાઈજાઓ અત્યારેજ રાહ કોની જુઓ છો. અને હા શેર કરવાનું ભૂલતા નહિ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!