GujaratPolitics

નરેશ પટેલ જ્યાં જશે અમે ત્યાં જઈશું?! તો ગુજરાતમાં થશે મોટો રાજકીય ભૂકંપ!??

છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલના રાજકીય આગમન ની ચર્ચાઓ ચાલી રહી છે. આ વર્ષે ગુજરાતની વિધાનસભા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે એટલે પણ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે એ વધારે મહત્વની બની જાય છે. કારણ કે નરેશ પટેલ જે પાર્ટી સાથે જોડાશે એ પાર્ટીમાં તેમના ઢગલાબંધ સમર્થકો અને કાર્યકરો જોડાઈ જશે અને ચૂંટણી લગભગ લગભગ એક તરફી થઈ જશે. અને ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ શકે છે. વિપક્ષી પાર્ટીઓ સાથે સાથે સત્તાધારી પાર્ટી પણ નરેશ પટેલનું વેલકમ કરવા આતુર બની ગઈ છે કારણ કે આજ વ્યક્તિ છે જે કોઈપણસમીકરણો બદલી શકે છે. અને કોંગ્રેસ નરેશ પટેલને પોતાની સાથે લેવા માટે મરણીયા પ્રયાસ કરી રહી છે તો ભાજપ પણ એજ રીતે પોતાના દરેક પાટીદાર અગ્રણી દ્વારા ભાજપ માં જોડાવા માટે નરેશ પટેલ પર પ્રેશર બનાવી રહ્યું છે.

આ વર્ષમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આમાં ગુજરાતની ચૂંટણી સૌથી મહત્વની છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં પોતાનો જનાધાર અને ગુમાવેલી વિશ્વસનીયતા પાછી મેળવવા માટે બનતા પ્રયાસો કરી રહી છે. તેને જોતા પાર્ટીની રાજ્ય એકમ અને રાજ્યના નેતાઓ પણ પોતપોતાના સ્તરેથી તૈયારીઓમાં લાગી ગયા છે. ગુજરાતમાં ઉદ્યોગપતિ અને પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં લાવવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, નરેશ પટેલે હજુ સુંધી પોતે કઇ પાર્ટીમાં જોડાશે એ સ્પષ્ટ જણાવ્યું નથી પરંતુ કહેવાય છે કે તેઓ કોંગ્રેસ માં જ જોડાઈ શકે છે એ લગભગ લગભગ નક્કી જ છે. અને આ બાબતે ખુદ કોંગ્રેસના અગ્રીમ કક્ષાના નેતાઓ તેમની મળી ચુક્યા છે તેઓ પોતે પણ વિપક્ષ મજબૂત હોવો જોઈએ નું સૂચક નિવેદન આપી ચુક્યા છે.

બીજી તરફ દલિત અગ્રણીઓનું એક ડેલીગેશ પણ નરેશ પટેલને મળ્યું હતું અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. સૌરાષ્ટ્રના 200થી વધારે દલિત આગેવાનો દ્વારા ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી અને તેમને કોંગ્રેસ સાથે જોડાવા માટે અનુરોધ કર્યો હતો. દલિત નેતાઓ દ્વારા બાદ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કરતા નરેશ પટેલ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે માતાજી તમારી ઇચ્છા પૂરી કરશે. નરેશ પટેલના જવાબ બાદ ફરીથી રાજકીય ગરમાવો આવી ગયો છે. અને રાજકીય પંડિતોને સ્ટ્રોંગ ફાઈલિંગ થઈ રહી છે કે નરેશ પટેલ કોંગ્રેસ સાથે જ જોડાશે. જણાવી દઈએ કે રાજકીય પ્રવેશની જાહેરાત બાદ નરેશ પટેલ રાજ્યના તમામ સમાજના નેતાઓ અગ્રણીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને તેમનો મત લઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એવી ચર્ચાઓ અને અટકળો ચાલે છે કે ભાજપે કેટલાક પાટીદાર નેતાઓને કહી દીધું છે કે નરેશ પટેલ જ્યાં જાય ત્યાં તમારે હાજરી આપવી નહીં કરણ કે એમનું હજુ નક્કી નથી કે કઈ પાર્ટીમાં જોડાશે!! નેતાજી કહે છે કે, જાહેર સામાજિક કાર્યક્રમો માં તો જવાની ના નથી પાડી પણ જ્યાં સમાજની બેઠકો થતી હોય ત્યાં ખાસ જવું નહીં. મતલબ સાફ છે ભાજપ નેતાઓને ડર છે કે જો ભાજપ ના પાટીદાર નેતા આવી બેઠકો માં હાજર રહે તો એ પણ નરેશ પટેલ સાથે જોડાઈ જશે! એટલે ભાજપે પાણી પહેલાં જ પાર બાંધી લેવામાં આવી છે. ભાજપ પોતાના નેતાઓને સાચવી રહી છે કે કલે જો નરેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવે કે તેઓ કોંગ્રેસ માં જોડાશે તો ભાજપમાં ભંગાણ થાય નહીં અને ભાજપ ને કોઈ પણ જાતનું રાજકીય નુકશાન થાય નહીં. ભાજપ ની આ સ્ટ્રેટેજી પાણી પહેલાં પાર બાંધવા જેવી છે.

બીજી તરફ આવી જ ચર્ચાઓ નેતાઓ અને ધારાસભ્યો માંજ નથી પરંતુ સૌરાષ્ટ્ર લાખો કાર્યકર્તાઓમાં પણ છે. કાર્યકર્તાઓ પણ કહી રહ્યા છે કે આજે અમે નિષ્ઠાપૂર્વક અહીંયા છીએ પરંતુ કાલે જો નરેશ પટેલ અન્ય પાર્ટીમાં જોડાઈ જાય તો અમે પણ તેમની સાથે જઈશું. આવું ના માત્ર ભાજપ માં છે પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ છે. જો નરેશ પટેલ કોંગ્રેસ માં જોડાય તો ભાજપમાં મોટું ભંગાણ પડે અને કેટલાય પાટીદાર અગ્રણીઓ કોંગ્રેસ સાથે આવી જાય અને રાજ્યમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાય અને ચૂંટણી એકતરફી જ થઈ જાય એવું માની શકાય પરંતુ જો નરેશ પટેલ ભાજપ માં જોડાઈ જાય તો આવાં જ હાલ કોંગ્રેસના પણ થાય! નરેશ પટેલ જે બાજુ વળે તે બાજુ નું પલડું હાલમાં ભારે માનવામાં આવી રહ્યુ છે. હાલ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ બાબતે કશું જ કહી શકાય તેમ નથી. એટલે બસ થોભો અને રાહ જુઓ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!