GujaratIndiaPolitics

જીતુ વાઘાણી મનીષ સીસોદીયા ફરી આમને સામને! વાઘાણી સામે સીસોદીયા એ ચડાઈ બાંયો!

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ ફરી આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસ પણ આ મામલે પાછળ નથી. બંને પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપ-આપ કરતા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં સારી શિક્ષણ વ્યવસ્થા છે. ગુજરાત શિક્ષણને લઈને ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 12,500 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. મનિષ સિસોદિયાએ સરકારના આ રિપોર્ટને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું. આ પછી બીજેપી ગુજરાતે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કેજરીવાલની એક તસવીર ટ્વીટ કરી છે, જેમાં દિલ્હીમાં શિક્ષણનું સ્તર અને શિક્ષકોને તેમની માંગ માટે કેવી રીતે રસ્તા પર ઉતરવું પડ્યું તે દર્શાવ્યું છે. ભાજપના આ ટ્વિટ બાદ મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું હતું કે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો.

પરંતુ આ બાબતે ગુજરાત ભાજપ દ્વારા કોઈ પ્રત્યુત્તર ના આપતા મામલો થાળે પડ્યો હતો પરંતુ હવે ફરીથી મામલો બીચકયો છે. ફરીથી ગુજરાતના શિક્ષણમંત્રી અને દિલ્લીના શિક્ષણમંત્રી આમને સામને આવી ગયા છે. ગુજરાતના શિક્ષણમંત્રી ના નિવેદન બાદ ફરી મામલે રાજકીય ઘમાસાણ મચી જવા પામ્યું છે. ભાજપ આપ ફરી આમને સામને આવી ગયા છે. શિક્ષણ બાબતે ફરી ભાજપ નેતાનું નિવેદન રાજકીય ઘમાસાણનું કારણ બન્યું છે. જીતુ વાઘાણી એ આપેલા નિવેદનને ફરી રાજકીય ચર્ચા વિચારણાને વેગ આપ્યો છે. રાજકોટમાં આયોજિત એક કાર્યક્રમમાં એક પત્રકારના સવાલ માં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારુ ન લાગતુ હોય તેઓ અહીંથી જતા રહે. અને બીજે સારું લાગતું હોય તો છોકરાના સર્ટિ. લઈ ત્યાં જ ભણાવવા લાગો.

ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના આ નિવેદન બાદ ના માત્ર ગુજરાત પરંતુ દેશનું પણ રાજકારણ ગરમાયુ છે. જીતુ વાઘાણીના નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા શિક્ષણ પ્રધાન ને આડે હાથ લેવામાં આવ્યા હતા. રાજકોટમાં પણ કોંગ્રેસના પ્રવક્તાઓ દ્વારા વાઘાણીનો ઉધડો લેવામાં આવ્યો હતો. કોંગ્રેસે કહ્યું કે, “જે લોકોને રાજ્‍યનું શિક્ષણ સારું ના લાગતું હોય તે બીજા દેશ કે રાજ્‍યમાં જાય” શિક્ષણ મંત્રીશ્રી જીતુ વાઘાણી નું આ નિવેદન અહંકારથી ભરેલું અને લાખો વાલીઓ, બાળકો અને યુવાનોના અપમાન સમાન, ભાજપ મંત્રીશ્રીનું રાજીનામું લે અને માફી માંગે. રાજ્‍યની પ્રાથમિક શાળાઓમાં ૧૯,૦૦૦ ઓરડા, ૨૮ હજાર શિક્ષકોની ઘટ, માધ્‍યમિક શાળાઓ-કોલેજોમાં શિક્ષકોની જગ્‍યા ખાલી, લાયબ્રેરીયન, પી.ટી.આઈ., વહીવટી સ્‍ટાફની ભરતી બંધ. જગ્‍યાઓ ભરવાને બદલે પ્રવાસી શિક્ષકોની પ્રથાએ વિદ્યાર્થીઓને પણ પ્રવાસી બનાવી દીધા.

એટલું જ નહીં કોંગ્રેસે ઉમેર્યું કે, દેશની પ્રથમ ૧૦૦ યુનિવર્સિટીઓમાં એકપણ ગુજરાતની નહીં, કુલપતિઓ તરીકે ઉત્તમ અધ્યાપકોની નિમણુંક કરવાને બદલે આરએસએસ બેકગ્રાઉન્‍ડવાળા, લાયકાત વગરના ભ્રષ્‍ટ લોકોની નિમણુંક કરવામાં આવી. આ વિવાદ આટલે જ અટક્યો નહીં ગુજરાતમાં ઠેર ઠેર વાલીઓ દ્વારા પણ શિક્ષણમંત્રીના નિવેદન બાબતે રોષની લાગણીઓ છે. ત્યારે હવે ગુજરાતમાં પોતાની જમીન શોધતી અને આગામી ચૂંટણીમાં ઝંપલાવવા માંગતી આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાતના શિક્ષણમંત્રીના આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે. દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ પણ હવે આ વિવાદમાં ઝંપલાવી દીધું છે.

મનીષ સીસોદીયાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, ગુજરાતના શિક્ષણ મંત્રી ગુજરાતના લોકોને ધમકી આપી રહ્યા છે. ગુજરાતમાં અમારી સરકાર બનશે તો દિલ્હી જેવું શિક્ષણ મળશે. ભાજપે 27 વર્ષમાં સારૂં શિક્ષણ આપ્યું નથી. ગુજરાતના લોકોને ગુજરાત છોડવાની જરૂર નથી. મનીષ સીસોદીયાના ગુજરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તરફ પલટ નિવેદન બાદ હવે તમામની નજર ફરી જીતુ વાઘાણી સામે છે. આમ આદમી પાર્ટી સિફતપૂર્વક ભાજપને ઘેરી રહ્યું છે. શિક્ષણ મામલે ગુજરાત ભાજપ વધારે કશું બોલી શકે એમ નથી એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપના નેતાઓના મોઢામાં આંગળા નાખીને બોલાવી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાની જમીન શોધી રહી છે અને આગામી ચૂંટણી લડવાની તૈયારીઓ પણ કરી રહી છે. જે બાબતે કેજરીવાલ દ્વારા પણ બે..ત્રણ વાર ગુજરાતની મુલાકાત લેવામાં આવી હતી.

ભાજપ જ વિપક્ષી પાર્ટીને મુદ્દાઓ આપી રહી છે અથવાતો અસલ મુદ્દેથી ધ્યાન ભટકાવી રહી છે. જે પણ હોય પરંતુ હાલ શિક્ષણ મુદ્દે ભાજપ ભેરવાઈ ગઈ છે. આ તમામ વિવાદ વચ્ચે કોંગ્રેસ પણ કુદી પડી હતી અને ભાજપ નેતાઓનો રીતસરનો ઉધડો લઇ લીધો હતો. વાઘાણીના નિવેદનને કોંગ્રેસ દ્વારા વખોડવામાં આવ્યું હતું અમે કહ્યું હતું કે ધમકી ભર્યા નિવેદનો ભાજપ આપે નહીં. ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પર પ્રહાર કરતા કોંગ્રેસસે કહ્યું કે, ભાજપ-આપ કરતા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં સારી શિક્ષણ વ્યવસ્થા છે. ગુજરાત આમ આદમી પાર્ટી એકમ પણ આ વિવાદમાં પાછળ રહ્યું નથી આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન પર પલટવાર કર્યો હતો. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની 27 વર્ષથી સરકાર છે અને ભાજપ સરકાર પ્રજાને સારુ શિક્ષણ આપવામાં નિષ્ફળ ગઈ છે. આ સાથે વિવાદ વધારે વકરે તો નવાઈ નહીં!

Related Articles

Back to top button
આજનું રાશિફળ!