IndiaWorld

કોરોના: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતને ધમકી! ભારતે આપ્યો કડક જવાબ? જાણો!

આખાય વિશ્વમાં હાલમાં જો કોરોના વાયસર સંક્રમણના સૌથી વધારે પોઝિટિવ કેસ હોય તો તે અમેરિકામાં છે અમેરિકા હાલમાં વિશ્વમાં સુધી વધારે કોરોના સંક્રમિત લોકોની યાદીમાં પહેલા નંબર પર છે. ના માત્ર સંક્રમિત લોકો પરંતુ કોરોના વાયરસના સંક્રમણ ના કારણે અમેરિકા મોતની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ધીમે ધીમે હાલત વધારે ગંભીર બની રહ્યા છે. ઈટલી, સ્પેન, જર્મની, ફ્રાન્સ અને ચીનને પાછળ પાડીને અમેરિકામાં સૌથી વધારે કોરોના વાયરસથી પીડિતોનો સંખ્યા થઈ ગઈ છે. ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પાસે કોરોનામાં રાહત આપતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની માંગણી ભારત પાસે કરી છે જેની ભારતે નિકાસ કરવા પર રોક લગાવી રાખી છે.

અમેરિકન રાષ્ટપતિ, ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આશા છે કે ભારત હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાના નિકાસની અનુમતિ આપશે. ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે, જો ભારત હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાના ઓર્ડરની અપૂર્તિ કરવાની મંજૂરી નઈ આપે, તો અમે ખૂબ જ આશ્ચર્ય પામશું. જો તે મંજૂરી આપે છે, તો અમે તેની પ્રશંસા કરીશું. હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા મેલેરિયામાં ઉપયોગી છે, જેનો ભારત મોટો નિકાસકાર રહ્યો છે. હજી સુધી કોરોના વાયરસની કોઈ દવા વિકસિત થઈ નથી, પરંતુ કોરોના સંક્રમિત દર્દીઓને હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપવામાં આવી રહી છે જેનાથી તેઓ રાહત અનુભવી રહ્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ, હાઉડી મોદી
ફોટો: સોસીયલ મીડિયા

કોરોના વાયરસ હાલમાં અમેરિકામાં કહેર વર્ષાવી રહ્યો છે. આવી પરીસ્થિતિમાં અમેરિકાને ભારત તરફથી મોટી અપેક્ષાઓ છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘મેં રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા અંગે વાત કરી છે અને મેં કહ્યું હતું કે જો તમે અમારી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાનો સપ્લાય કરવાની મંજૂરી આપી રહ્યાં છો, તો અમે તેની પ્રશંસા કરીશું. અને જો તેઓ તેને મંજૂરી ન આપે તો પણ કશો વાંધો નહીં. પરંતુ તેઓ પણ અમારા તરફથી આવી જ પ્રતિક્રિયાની અપેક્ષા રાખે.’ જણાવી દઈએ ભારતના ડિરેક્ટોરેટ જનરલ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) એ 25 માર્ચે આ દવાના નિકાસ પર પ્રતિબંધ મૂકી દિધો છે.

અમેરિકન રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus, ચીન
ફોટો સોશિયલ મીડિયા

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. ભારત અમેરિકાની વાત પર ગંભીરતાથી કામ કરી રહ્યું છે. હું પણ તે દવા લઈ શકું છું. જો કે આ માટે મારે પહેલા અમારા ડોકટરો સાથે વાત કરવી પડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો ભારત અમારા દ્વારા ઓર્ડર કરાયેલી ટેબ્લેટ્સનો જથ્થો જારી કરશે તો હું ભારતની પ્રશંસા કરીશ. તેમણે આ દવા બાબતે જણાવ્યું કે, ‘ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબ્લેટ ખૂબ મોટી સંખ્યામાં બનાવી છે.’ જણાવી દઈએ કે, ભારતે યુ.એસ.ને હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપવા માટે હજી સુધી સંમતિ આપી નથી, પરંતુ ના પણ પાડી નથી.

અમેરિકન રાષ્ટ્રપતિ, હાઉડી મોદી
ફોટો: સોસીયલ મીડિયા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતી પર ભારતે કહ્યું છે કે એક જવાબદાર દેશ હોવાથી અમે બને તેટલી મદદ કરીશું. ભારતે યુ.એસ. ને સ્પષ્ટ કહ્યું છે કે અમે અમારા દેશમાં આ રોગચાળાથી સુરક્ષિત થયા પછી જ હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાયરસ દર્દીઓ અને આરોગ્ય સંભાળ એજન્ટોને સપ્લાય કરીશું. સામે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ધમકીના સ્વરૂપમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકાના સંબંધ સારા છે પણ જો ભારત અમને આ દવા નઈ આપે તો અમે પણ જવાબી કાર્યવાહી કરશુ અને આગળ ભારત અમેરિકા પાસેથી પણ આવી જ અપેક્ષા રાખે.

અમેરિકન રાષ્ટ્રપતિ, સોશિયલ મીડિયા
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાલમાં વિશ્વમાં અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોના કેસ 367,629 છે જે વિશ્વમાં સૌથી વધારે છે અને 10,941 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં એટલે કે ગત તારીખ 6 એપ્રિલ ના રોજ કોરોનાના 30331 જેટલા નવા કેસ નોંધવામાં આવ્યા હતા અને 1255 જેટલા લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. અમેરિકામાં કોરોનાથી મૃત્યુઆંક 10,000 ની ઉપર પહોંચી ગયો છે. આ પરિસ્થિતિ જોતા ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ગંભીર આશંકા વ્યક્ત કરાઈ હતી કે કોરોના વાયરસના સંક્રમણ જોતા અમેરિકામાં આ વાયરસના ચેપના કારણે 2 લાખ લોકોના મૃત્યુ થશે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!