World

ફાંકા ફોજદાર જગત જમાદાર અમેરિકા માં ચીન ઈટલી કરતાં હાલત ભયાનક! જાણો!

વિશ્વમાં કોરેનાએ વિનાશ નોત્ર્યો છે, ત્યારે અમેરિકા માં ધીમે ધીમે હાલત વધારે ગંભીર બની રહ્યા છે. ઈટલી, સ્પેન અને ચીનને પાછળ પાડીને અમેરિકામાં સૌથી વધારે કોરોના વાયરસથી પીડિતોનો સંખ્યા થઈ ગઈ છે. તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફાંકા ફોજદારી માંથી ઊંચા આવતા નથી. જગત જમાદાર હોય એમ તે અમેરિકાની ચિંતા કરવાની બદલે બાકીના દેશોની ચિંતા કરી રહ્યા છે. અને કોરોના ચેપગ્રસ્ત દેશોને નાણાકીય સહાય કરવાની લ્હાણી કરી રહ્યા છે જ્યારે તેમના દેશમાં હાલમાં સૌથી વધારે કેસો છે અને અમેરિકા એ 1એક લાખ કોરોના ગ્રસ્ત પીડિતોનો આંકડો પણ વટાવી દીધો છે.

યુ.એસ.માં કોરોના વાયરસના કેસો છેલ્લા અઠવાડિયામાં સખત ઝડપે વધી રહ્યા છે અને એક લાખ કરતા વધીને દોઢ લાખ સુંધી પહોંચવાની કગાર પર આવી ગયા છે. વિશ્વની મહાસત્તા ગણવામાં આવતી અમેરિકામાં હાલ મોતનું તાંડવ ચાલી રહ્યું છે. અમેરિકા માં 28મી માર્ચનો શનિવાર ભયંકર સાબિત થયો શનિવારે અમેરિકા માં 19,452 જેટલા નવા કેસ નોંધાયા અને 525 જેટલા લોકોના મોત એક દિવસમાં નોંધવામાં આવ્યા જે અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધારે છે. વિશ્વમાં કોવિડ -19 ના દર્દીઓની સંખ્યામાં અમેરિકા માં પોઝિટિવ કેસ 1,42,793 સાથે ટોપ પર છે. જે વિશ્વમાં સૌથી વધારે છે.

america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવ્યો છે. ત્યારે જ યુ.એસ.માં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1,42,793 થઈ ગઈ છે, જે કોઈપણ દેશ માટે સૌથી વધુ છે. અમેરિકાએ કોરોનાવાયરસ સંક્રમિત લોકોની સંખ્યામાં ચીન (81,470), ઇટલી (97,689) અને સ્પેન (85,195) ને પાછળ રાખી દીધું છે. એમરીકા બાદ સૌથી વધારે કેસ ઈટલી ત્યારબાદ સ્પેન અને પછી ચીનમાં છે. ચીનમાં ધીમે ધીમે વાયરસ સંક્રમણ ઘટતું જઈ રહ્યું છે અને ચીનની ગાડી પાટા પર આવી રહી છે પરંતુ વિશ્વના દેશો હજુ સંઘર્ષ કરી રહ્યા છે.

અમેરિકા માં હાલત ગંભીર

કોરોના વાયરસ પર આંકડાકીય માહિતી પ્રદાન કરનાર વેબસાઈટ વલ્ડોમીટર પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકામાં મોતનું તાંડવ થયું છે. આ આંકડા અનુસાર, 24 મી માર્ચના રોજ 11075 નવા પોઝિટિવ કેસ અને 225 લોકોની મોત, 25 મી માર્ચના રોજ 13355 નવા પોઝિટિવ કેસ અને 247 લોકોની મોત, 26 મી માર્ચના રોજ 17224 નવા પોઝિટિવ કેસ અને 268 લોકોની મોત, 27 મી માર્ચના રોજ 18691 નવા પોઝિટિવ કેસ અને 400 લોકોની મોત, 28 મી માર્ચના રોજ 19452 નવા પોઝિટિવ કેસ અને 525 લોકોની મોત, 29 મી માર્ચના રોજ 18882 નવા પોઝિટિવ કેસ અને 264 લોકોની મોત, 30 મી માર્ચના રોજ 333 નવા પોઝિટિવ કેસ અને 6 લોકોની મોત આ આંકડો અત્યાર સુંધીનો છે જે વધી શકે છે.

america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

અત્યાર સુંધી અમેરિકા માં આ કોરોના વાયરસથી 2,490 લોકોનું અવસાન થયું છે. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અને ચેપગ્રસ્ત કેસોમાં આવનારા દિવસોમાં સખત વધારો થવાની સંભાવનાઓ છે. અમેરિકામાં સૌથી વધારે કેસો ન્યુ યોર્કમાં છે. જેમાં પોઝિટિવ કેસ 59,648 છે જ્યારે 965 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. ન્યુયોર્ક અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણનું એપિસેન્ટર છે. અમેરિકા માં કોરોના વાયરસના અતિ ગંભીર સંક્રમણને જોતા અમરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમેરિકામાં આ વાયરસનો વિનાશ જોયા પછી મને લાગે છે કે કોઈ પણ જાણતું નથી કે આ વાયરસગ્રસ્ત લોકોની વાસ્તવિક સંખ્યા ચીનમાં શું છે.”

america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

વ્હાઇટ હાઉસ કોરોના વાયરસ વર્ક ફોર્સ કમિટીના સંયોજક ડૉકટર ડેબોરાહ બ્રિકસે જણાવ્યું હતું કે, “બધા નવા કિસ્સાઓમાં લગભગ 55 ટકા જેટલા લોકો ન્યૂયોર્કથી આવી રહ્યા છે જેમાં ન્યુજર્સી પણ શામેલ છે. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, 50 માંથી 19 રાજ્યોમાં આ ચેપગ્રસ્ત દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો થયેલો જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમેરિકા 5,50,5000 લોકોની તપાસ કરી ચૂક્યું છે અને હજુ લોકોની તપાસ ચાલી રહી છે. અમેરિકામાં હાલમાં પોઝિટિવ કેસ 142,793 જેટલા છે જેમાં આજે અત્યાર સુંધી નવા કેસ 333 ઉમેરાયા છે. તો અત્યાર સુધી 2,490 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. આમાં 4,562 જેટલા લોકો સંપૂર્ણ પણે રિકવર થઈ ચૂક્યા છે જ્યારે એક્ટિવ 135,741 જેટલા કેસો છે જેમાં ક્રિટિકલ અવસ્થામાં 2,970 જેટલા લોકો છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

Related Articles

Back to top button
આજનું રાશિફળ!