IndiaLawSocial Media Buzz

આજે April Fool Day મનાવવા પર પ્રતિબંધ! ગૃહમંત્રીએ આપી ચેતવણી! જાણો!

આખા વિશ્વને કોરોના એ ભરડામાં લીધું છે ત્યારે ભારત પણ કોરોના વાયરસના સંક્રમણનો શિકાર થયું છે. ભારતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસ સંક્રમણના કિસ્સાઓ વધી રહ્યા છે. આજ સુંધી ભારતમાં કોરોના સંક્રમણના 1397 કેસો છે અને 35 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 124 લોકો રિકવર થઈને હોસ્પિટલમાંથી રજા પણ મેળવી ચુક્યા છે. સમગ્ર દેશમાં હાલ કોરોના એક ચિંતાનો વિષય છે. તેમજ આખો દેશ છેલ્લા 7-8 દિવસથી લોકડાઉન છે. દેશના તમામ રાજ્યોમાં કરફ્યુ જેવી પરિસ્થિતિ છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ આનો કડકાઇથી પાલન કરાવવાના આદેશ આપ્યા છે. ત્યારે આજે April Fool Day છે જે બાબતે મોટી જાહેરાત કરવામાં આવી છે.

April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ભારતમાં સૌથી વધારે કોરોના કેસ કેરલ અને મહારાષ્ટ્રમાં છે જે 200નો આંકડો વટાવી ચુક્યા છે. દેશની સુરક્ષાને ધ્યાને લઈને એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે, અફવાહો ના ફેલાવવી અને કોરોના ને લઈને કોઈ સમસ્યા હોય કે કોઈ પણ જાતના મુંઝવતા સવાલ હોય તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નંબર પર પૂછી શકાય કે Whatsapp કરી શકાય છે. કોરોના બાબતે ઘણી અફવાહો અને ખોટી વાતો ફેલાઈ રહી છે હાલમાં તે જોતા મહારાષ્ટ્ર સરકારે પણ આવી અફવાહોથી સાવધાન રહેવા માટે જણાવ્યું છે અને કડક ચીમકી ઉચ્ચારી છે. જો કોઈ અફવાહ ફેલાવે તો તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

April Fool Day, corona, કોરોના
ફોટો સોશિયલ મીડિયા

કોરોના વાયરસનાં કારણે આખો દેશ લોકડાઉન છે અને આવા સમયે સોશિયલ મીડિયા સાઈટ પર જેમાં સૌથી વધારે Whatsapp પર કોરોના વાયરસને લઈને અફવાહો ફેલાઈ રહી છે તે જોતા મહારાષ્ટ્ર સરકારે 1 એપ્રિલ એટલે કે આજે April Fool Day ને લઇને સરકારી ચેતવણી જાહેર કરી છે. સરકાર તરફથી ચેતવણી જાહેર કરતાં મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે, આજે April Fool Day ના દિવસે કોઈને પણ April Fool બનાવવા માટે કોઈપણ પ્રકારની અફવા અથવા પ્રેંક કરનારાઓની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ 188 મુજબ સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

April Fool Day, corona, કોરોના
ફોટો સોશિયલ મીડિયા

તેમણે ગાઈડલાઈન ચેતવણી જાહેર કરતા ઉમેર્યું કે, એક એપ્રિલ એટલે કે April Fool Day ના દિવસે કોઈને પણ April Fool બનાવવા માટે અને તેમાં પણ કોરોના વાયરસથી જોડાયેલી કોઈ પણ જાતની અફવા ફેલાવનાર કે પ્રેન્ક કરનારા લોકો સામે મહારાષ્ટ્ર પોલીસ સાઇબર ક્રાઇમ અંતર્ગત કેસ નોંધશે અને આવા લોકો સામે ભારતીય દંડ સંહિતા કલમ 188 મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પહેલા પુણે પોલીસ દ્વારા પણ April Fool Day ને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં કહ્યું હતું કે, જે કોઈ વ્યક્તિ મઝાક ના નામે કોરોના રિલેટેડ કોઈ અફવાહ ફેલાવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

April Fool Day, corona, કોરોના
ફોટો સોશિયલ મીડિયા

મહારાષ્ટ્ર ગૃહમંત્રીની જાહેરાત બાદ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસને લઈને મઝાકમાં કોઈ અફવાહ ફેલાવશે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 અંતર્ગત સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઈએ કે ભારતીય દંડ સંહિતાની કલમ 188 અંતર્ગત અફવા ફેલાવનારને 6 મહિનાની જેલની સજા અને 1 હજાર રુપિયાનો દંડ કે બંનેનું પ્રાવધાન છે. પોલીસ દ્વારા આજે April Fool Day ના દિવસે અગમચેતી દાખવીને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કરણ કે કોરોના વાયરસને લઈને લોકોમાં ડર અને અસમંજસની સ્થિતિ છે ત્યારે કોઈ પણ જાતની અફવાહ લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

Related Articles

Back to top button
આજનું રાશિફળ!