World

ચીન ની ચાલ કે ભુલ? માહિતી છુપાવી અમેરિકામાં રચ્યો મોતનો ખેલ? જાણો!

આખાય વિશ્વમાં હાલમાં જો કોરોના વાયસર સંક્રમણના સૌથી વધારે પોઝિટિવ કેસ હોય તો તે અમેરિકામાં છે અમેરિકા હાલમાં વિશ્વમાં સુધી વધારે કોરોના સંક્રમિત લોકોની યાદીમાં પહેલા નંબર પર છે. ના માત્ર સંક્રમિત લોકો પરંતુ કોરોના વાયરસના સંક્રમણ ના કારણે અમેરિકા મોતની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ધીમે ધીમે હાલત વધારે ગંભીર બની રહ્યા છે. ઈટલી, સ્પેન, જર્મની, ફ્રાન્સ અને ચીન ને પાછળ પાડીને અમેરિકામાં સૌથી વધારે કોરોના વાયરસથી પીડિતોનો સંખ્યા થઈ ગઈ છે. પરંતુ હાલમાં જ અમેરિકામાં કોરોનાથી હાહાકાર પર એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે જેમાં ચીનનું કનેક્શન સામે આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ઘણા ન્યુઝ ચેનલ કે વેબ પોર્ટલ પર તમે વાંચ્યું હશે કે વિશ્વમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ચીન દ્વારા જાણી જોઈને આ વાયરસને ફેલાવવામાં આવ્યો છે જેના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ભાંગી પડે અને ચીન વિશ્વમાં અમેરિકા કરતા પણ મોટી અર્થવ્યવસ્થા સાથે મહાસત્તા બને. પરંતુ આ વાત સાચેમાં હકીકત છે કે અફવાહ તે હજુ ચર્ચાનો વિષય છે. જે બાબતે કોઈ સત્તાવાર ખુલાસો થયો નથી. પરંતુ આ બધા વચ્ચે અમેરિકામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે અમેરિકાના પ્રમુખ અખબારમાં એક ચોંકાવનારો રિપોર્ટ છાપાવવામાં આવ્યો છે. અને તે પ્રમુખ અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus, ચીન
ફોટો સોશિયલ મીડિયા

અમેરિકાને ઘમરોળી નાખનાર કોરોના વાયરસના અમેરિકામાં જબરદસ્ત અનકંટ્રોલેબલ સંક્રમણના મૂળમાં ચીન નું કનેક્શન સામે આવ્યું છે. વાત એમ છે કે, વિશ્વને હચમચાવી નાખનાર કોરોના વાયરસ પર ચીને જ્યારે ખુલાસો કર્યો તે બાદ 4 લાખ 30 હજાર લોકો ચીનથી અમેરિકા પહોંચ્યા હતા. જેમાંથી ઘણા લોકોને આ વાયરસનો ચેપ હોવાની આશંકાઓ વ્યક્ત કરે રહી છે. અમેરિકાના પ્રમુખ અખબાર ગણવામાં આવતાં ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલ અહેવાલ મુજબ ચીનથી અમેરિકા આવનારા લોકોમાં ઘણા લોકો કોરોના વાયરસનના જન્મસ્થાન ચીન ના વુહાન શહેરથી આવ્યા હતા. અમેરિકામાં કોરોના વાયરસનું સંક્રમણ જે ગતિએ વધી રહ્યું છે તેના મુળમાં આ જ કારણ હોવાનું સ્પષ્ટ પણે માની શકાય છે.

ચીન, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china,
ફોટો સોશિયલ મીડિયા

જ્યાં સુંધી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આવનારી તમામ એરલાઈન્સ પર બેન લગાવ્યો એટલે કે ચીન પર ટ્રાવેલ બેન લાગાવ્યો તે પહેલાં જ ચીનથી 1300 જેટલી ફ્લાઈટ અમેરિકા આવી ગઈ હતી અને જે અમેરિકાના 17 રાજ્યોમાં લેન્ડ થઇ ચૂકી હતી. એટલે જગત જમાદાર અમેરિકા ઘસઘસાટ ઊંઘમાંથી જાગે તે પહેલાં લાખો લોકોની સાથે સાથે કોરોનાગ્રસ્ત લોકો પણ અમેરિકા આવી પહોંચ્યા હતાં. અને આજે એ લોકોના દ્વારા અન્ય લોકોમાં ચેપ ફેલાયો અને અમેરિકામાં વિશ્વમાં સૌથી વધારે કોરોના સંક્રમણના કેસો થઈ જવા પામ્યા છે. આ વાયરસે અમેરિકામાં કોહરામ માચાવી દીધો છે. જેમાં સૌથી મોટી તબાહી ન્યુયોર્કમાં મચાવી છે.

ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

ન્યૂયોર્ક ટાઈમ્સ માં છપાયેલ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ચીનાના અધિકારીઓ તરફથી ડિસેમ્બરના આખરી દિવસ એટલે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કોરોના વિશે જાણકારી આપવામાં આવી હતી પરંતુ તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ ન્યુમોનિયા જેવી કોઈ બીમારી ફેલાઈ રહી છે. પરંતુ આ ખુલાસા બાદ પણ અમેરિકા જાગ્યું નોહતું અને ચાઈના દ્વારા સ્પષ્ટતા સાથે કોઈ મહત્વની જાણકારી પણ આપવામાં આવી નોહતી. ચાઇનથી અમેરિકા આવન જાવાન પણ ચાલુ જ હતું જેમાં લાખો લોકો ચીનથી અમેરિકા પહોંચ્યા હતાં. વાત મહત્વની એ છે કે ચાઈનાથી આવનારા લોકોનું અમેરિકા માં ટેસ્ટીંગ પણ થતું નોહતું.

ડોનાલ્ડ ટ્રમ્પ, america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus, ચીન
ફોટો સોશિયલ મીડિયા

કરણ કે જાન્યુઆરીની શરૂઆતમાં વિશ્વના દેશો કોરોના મહામારીને ગંભીરતાથી લેતા નોહતા તેને એક સામાન્ય ફલૂ ગણતા હતાં જે આજે મોટી ભૂલ સાબિત થઈ રહી છે. માત્ર અમેરિકામાં જ નહીં વિશ્વના દરેક દેશો પણ ચીનથી આવતા લોકોનું આરોગ્ય ચેકઅપ કરતાં નોહતા જેમાં મોટાભાગના લોકો કોરોના સંક્રમણના શિકાર હતા. આ મોટા ખુલાસા બાદ અમેરિકામાં હડકંપ મચી ગયો છે. આ પહેલા પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસને ચાઇનીઝ વાયરસ કહી ચુક્યા છે. એટલે આ વાયરસના વિશ્વભરમાં ફેલાવા સામે ચાઇના પર આંગળી તો ઉઠી રહી છે પરંતુ હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે જ્યારે તેની પર કાબુ મેળવી લેવામાં આવશે ત્યારે ચાઈના પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

Related Articles

Back to top button
આજનું રાશિફળ!