Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home India

પીએમ મોદી ની અપીલને સમર્થન આપી શશી થરૂરે ઝાટકણી કાઢી! જાણો!

jansad by jansad
April 3, 2020
in India, Politics
0
પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus

ફોટો સોશિયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

પીએમ મોદી દ્વારા આજે સવારે એક વીડિયો મેસેજ દ્વાર દેશની જનતા ને નામ સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, આવતી 5મી એપ્રિલના રોજ રાત્રે નવ વાગે ઘરની તમામ લાઈટ બંધ કરીને ઘરના ઉંમરે કે બાલ્કનીમાં દીવો, મીણબત્તી કે ફોનની ફ્લેશલાઈટ ચાલુ કરવી. પ્રધાનમંત્રી દ્વારા એ પણ કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે કોઈએ બહાર નીકળવું નહીં, ભીડ ટોળા કરવા નહિ તેમજ સોશિયલ ડિસ્ટસિંગનું ચુસ્ત પણે પાલન કરવું. અને આ શબ્દો ફરીથી તેમણે રિપીટ કર્યા હતાં.

પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

કરણ કે ગત વખતે ક્યારે પીએમ મોદી દ્વારા દેશને નામ સંબોધન કર્યું હતું ત્યારે તેમણે લોકોને અપીલ કરી હતી કે દેશના જાંબાઝ ડોકટરો, નર્સ, મેડીકલ સ્ટાફ, અને પોલીસ જવાનોના ઉમદા કાર્ય અને તેમના અભિવાદન માટે થાળી વગાડવી, ઘંટડી વગાડવી કે તાળી પાડવી. તે વખતે લોકોએ આવું કર્યું હતું પરંતુ ટોળે ટોળે વાળીને, ચાર રસ્તે ભેગા થઈને અને રેલીઓ કાઢીને. જે બાદમાં આખો દિવસનો કન્સેપ્ટ સ્વાહા થઈ ગયો હતો. આ બાબતે અમદાવાદના ખાડીયા વિસ્તારમાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જે બાદ પ્રધાનમંત્રીના આ આપીલની વિપક્ષ સહિતના લોકોએ ઝાટકણી કાઢી હતી.

પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ત્યાર બાદ આજે ફરીથી પીએમ મોદી દ્વારા દીવો, મીણબત્તી કે ફ્લેશલાઈટનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે. જેમાં પણ વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યું છે કે જે મુખ્ય મુદ્દો છે તેનાથી ધ્યાન ભટકાવ્યા વગર મહત્વના મુદ્દે જનતા સાથે વાત કરવી જોઈએ. જનતાને પીએમ મોદી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. અને લોકોને તમારી પાસેથી રાહત જોઈએ છે. પરંતુ પ્રધાનમંત્રી દ્વારા મહત્વના મુદ્દે વતા કરવાને બદલે બીજા મુદ્દે લોકોને વાળવામાં આવી રહ્યા છે. આ બાબતે કોંગ્રેસ નેતા શશી થરુરે પ્રધાનમંત્રીની ઝાટકણી કાઢી છે. શશી થરુર ઘણી વખત પ્રધાનમંત્રી મોદીને સમર્થન પણ કરી ચુક્યા છે અને ઘણી વખત મહત્વના મુદ્દે પ્રધાનમંત્રીને ઘેરી પણ ચુક્યા છે.

પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ નેતા શશી થરુરે કહ્યું કે, ભારતની જનતા સાથે એકતામાં હું પણ દીવો પ્રગટાવીસ. પરંતુ પીએમ મોદી નું ભાષણ માત્ર આ મુદ્દા પર જ કેન્દ્રિત હતું જે નિરાશાજનક છે. દેશ અને દેશની તમામ જનતા તેમની પાસેથી ઘણુ બધુ સાંભળવાની અપેક્ષા રાખતી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા આપવામા આવેલું નાણાકીય પેકેજ પણ પૂરતું નથી. ઘણા લોકોને લાગે છે કે તેઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ આવા લોકોને તેમની જરૂરિયાતો પર કશું જ કહ્યું નહીં. તેમણે આરોગ્ય સલામતીના સાધનો અને ઝડપી પરીક્ષણની કીટની અછત વિશે પણ કોઈ વાત કરી ન હતી. ફોટો શેશન કરવાથી કોરોના સંક્રમણની સમસ્યા હલ થશે નહીં.

પીએમ મોદી, શશી થરૂર, PM Modi, Shashi Tharoor, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે , ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે. દેશભરમાં હાલમાં લોકડાઉનની સ્થિતિ છે. કોરોના સંક્રમણની વાત કરીએ તો દેશભરમાં કુલ 2645થી વધુ કેસ નોંધાયા છે અને 60 જેટલા લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 4 દિવસમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં બમણો વધારો થયો છે. 30મી માર્ચના રોજ 1347 કેસો હતા જ્યારે આજે આ આંક 2600 કરતાં વધારે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં 31મી માર્ચના રોજ 288, 1લી એપ્રિલના રોજ 424 અને 2જી એપ્રિલના રોજ 486 કેસો નોંધાયા છે. તો સામે રિકવર થયેલા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધે છે તે એક સારા સમાચાર પણ છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

  • આ પણ વાંચો
  • કોરોના મહામારી આ દેશોમાં હજુ કોરોના પહોંચી શક્યો નથી! હજુ પણ છે સેફ! જાણો
  • ફાંકા ફોજદાર જગત જમાદાર અમેરિકા માં ચીન ઈટલી કરતાં હાલત ભયાનક! જાણો!
  • કોરોના મહામારી સામે ગુજરાતીઓએ દિલ ખોલીને વરસાવી મદદ! જાણો!
  • કોરોના સામેની લડાઈમાં અમદાવાદમાં અનોખી પહેલ! અમદાવાદીઓ મેદાને!
  • પોલિયોની જેમ કોરોના ને પણ હરાવશે ભારત વિશ્વનું નેતૃત્વ કરશે! જાણો!
  • કોરોના : આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ મોટા પગલાં ભરવાના આપ્યા સંકેત!
  • કોરોનાવાયરસ ઇફેક્ટ : ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો લઈને આપ્યા મોટા આદેશ
Tags: breaking newsCoronaCorona in indiaCorona in worldCorona indiaCorona pandemic worldCorona virusCoronavirusCoronavirus guaratCoronavirus indiaCoronavirus pandemicCoronavirus pandemic in americaCoronavirus pandemic in worldgujaratGujarat JansadGujarat newsGujarat SamachargujaratiGujarati Jansadgujarati newsgujarati samacharIndia JansadIndian jansadjansadJansad entertainmentJansad gujaratjansad gujaratijansad gujarati newsJansad IndiaJansad indianJansad newsJansad PoliticsJansad SamacharModimodi governmentmodi sarkarnarendra modinewsNews Gujarati JansadNews JansadOnline Gujarati NewsOnline Gujarati SamacharOnline NewspmPM ModiPM Narendra ModisamacharSamachar jansadShashi TharoorTharoorઅમદાવાદમાં કોરોનાઅમેરિકામાં કોરોના કહેરઓનલાઇન ગુજરાતી સમાચારઓનલાઈન ગુજરાતી ન્યુઝઓનલાઈન ગુજરાતી સમાચારકોંગ્રેસકોંગ્રેસ નેતા શશી થરૂરકોરોનાકોરોના અમદાવાદકોરોના મહામારીકોરોના લોકડાઉનકોરોના વાઇરસકોરોના વાયરસકોરોના વાયરસ સંક્રમણકોરોના સંક્રમણગુજરાત જનસદગુજરાત ન્યુઝગુજરાત સમાચારગુજરાતમાં કોરોનાગુજરાતમાં કોરોના વાઇરસગુજરાતમાં કોરોનાનું સંક્રમણગુજરાતીગુજરાતી જનસદગુજરાતી ન્યુઝગુજરાતી ન્યુઝ જનસદગુજરાતી સમાચારગુજરાતી સમાચાર જનસદગોળ કેરીગોળકેરી મુવીગોળકેરી મુવી ડાઉનલોડજનસદજનસદ ગુજરાતજનસદ ગુજરાતીજનસદ ગુજરાતી ન્યુઝજનસદ ગુજરાતી સમાચારજનસદ ચૂંટણીજનસદ ન્યુઝજનસદ ભારતજનસદ ભારતીયજનસદ મનોરંજનજનસદ રાજકારણજનસદ સમાચારથરૂરનરેન્દ્ર મોદીન્યુઝન્યુઝ ગુજરાતી જનસદપીએમ મોદીપ્રધાનમંત્રીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીબ્રેકીંગ ન્યુઝભાજપભારત જનસદભારતમાં કોરોનાભારતમાં કોરોના ચેપભારતમાં કોરોના વાઇરસભારતીય જનસદવડાપ્રધાનવડાપ્રધાન મોદીશશીશશી થરૂરસમાચારસમાચાર ગુજરાતસમાચાર જનસદ
Previous Post

રાહુલ ગાંધી એ અમેઠીમાં રાહત સામગ્રી મોકલતા થયો મોટો વિવાદ! જાણો!

Next Post

ચીન પર પ્રતિબંધ! વડાપ્રધાને કરી તૈયારી! વિશ્વના દેશો આવશે સાથે! જાણો!

jansad

jansad

Next Post
World War 3, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન

ચીન પર પ્રતિબંધ! વડાપ્રધાને કરી તૈયારી! વિશ્વના દેશો આવશે સાથે! જાણો!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.