GujaratPolitics

હાર્દિક પટેલ નું મોટું નિવેદન! ખેડૂતોને લઈને સરકારને આડે હાથ લીધી જાણો!

જનતાના પ્રશ્નોને લઈને હાર્દિક પટેલ સમયે સમયે સરકાર પર નિશાન સાધતા રહે છે. યુવાનો, બેકારી, ખેડૂતોના મુદ્દે પણ હાર્દિક પટેલ સરકારને સમયે સમયે ઘેરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલ નુકશાની બાબતે સરકારને ખેડૂતોની મદદ માટે આવવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે હાર્દિક પટેલ પણ આ બાબતે હવે સરકાર સામે બાંયો ચડાવી રહ્યા છે. સરકાર સમક્ષ હાર્દિક દ્વારા પણ સ્ફોટક નિવેદન કરવામાં આવ્યુ છે અને ખેડૂતો માટે માંગણી કરવામાં આવી છે.

લાભ પાંચમ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને સરકારને આડે હાથ લીધી છે. હાર્દિકે જણાવ્યું કે, ગુજરાતમાં ખેડૂતોને બચાવવા હોય તો ભાજપે સરકારમાંથી રાજીનામુ આપી દેવું જોઈએ એટલે કે ભાજપને સત્તામાં રહેવાનો કોઈ હક નથી. ગુજરાતની ભાજપ સરકાર પાસે ખેડૂતોના હિતમાં કોઈ યોજના નથી. સતત વરસતા વરસાદના કારણે બચેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે. ભાજપ સરકાર ખેડૂતોને વીમો પણ આપી રહી નથી. વીમા કંપનીઓ ખેડૂતોને જવાબ પણ આપી રહી નથી.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલનું આ સૂચક નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે અને ખેડૂતો દ્વારા સરકાર પાસે મદદ માંગવામાં આવી છે તેમજ વીમા કંપનીઓ જવાબ આપતી નથી અને વિમાની રકમ પણ મળી રહી નથી તેવી ફરિયાદો કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખેડૂતોની મદદ કરવા તેમજ તેમને નુકશાન વળતર ચૂકવવાની માંગણી શરૂઆતથી જ કરવામાં આવી રહી છે. ત્યારે હાર્દિક પટેલનું નિવેદન પણ સૂચક ગણવામાં આવી રહ્યું છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા યુવાન ક્રાંતિકારી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ફરી ખેડૂતો અને યુવાનો માટે સક્રિય થઈ રહ્યા છે. હાર્દિક પટેલ હંમેશા યુવાનો અને ગરીબો માટે લડત લડ્યા છે. આ પહેલા પણ હાર્દિક પટેલ આંદોલનની જાહેરાત કરી ચુક્યા છે. એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ માં હાર્દિક પટેલ દ્વારા મોટી જાહેર કરવામાં આવી છે. હાર્દિક પટેલ ફરી જનતાના પ્રશ્નોને વાચા આપવા જનતાની વચ્ચે જશે. સંગઠન અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જેમ માર્ગદર્શન આપવામાં આવશે તેમ રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આને આ રોડમેપમાં યુવાનો, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો સમાવવામાં આવશે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે બે ત્રણ દિવસ પહેલા જાહેરાત કરી હતી તેમ આખાય ગુજરાતમાં ગુજરાત જનજાગૃતિ યાત્રા કાઢવામા આવશે. જેમાં તેઓ ચાલતાં ગુજરાતના તમામ ગામડાઓ ફરશે. જેનો રોડમેપ તૈયાર છે અને તેમાં કોંગ્રેસ પાર્ટીના માર્ગદર્શન અને ગાઈડલાઈન પ્રમાણે આગળ વધવામાં આવશે. તેવું જાહેર કરી ચુક્યા છે. હાર્દિક પટેલની જાહેરાત મુજબ હાર્દિક વર્ષ 2020ના માર્ચ એપ્રિલથી બે વર્ષ સુંધી એટલે કે ગુજરાત વિધાનસભા ચુંટણી સુંધી ચાલતા- પગપાળા આખાય ગુજરાતની પદયાત્રા માટે નિકળશે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!